ઠેકુઆ / Thekua

ઠેકુઆ / Thekua

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

ગોળ ૩/૪ કપ અથવા ૧૫૦ ગ્રામ

ઘી ૨ ટેબલ સ્પૂન

ઘઉ નો લોટ ૨ કપ અથવા ૩૦૦ ગ્રામ

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

વરીયાળી ૧/૨ ટી સ્પૂન

સુકા નારિયળનું ખમણ ૧/૨ કપ અથવા ૫૦ ગ્રામ

તળવા માટે તેલ

સજાવવા માટે લવિંગ

 

રીત :

એક પૅન માં ગોળ, ઘી અને ૧/૨ કપ જેટલું પાણી લો અને મધ્યમ તાપે મુકો. ગોળ ઓગળી જાય એટલે તરત જ તાપ પરથી હટાવી લો. એક બાજુ રાખી દો.

 

ફક્ત ગોળ ઓગાળવા માટે જ તાપ પર મુકવાનું છે, ઉકાળવાનું કે પકાવવાનું નથી.

 

એક બાઉલમાં ઘઉ નો લોટ લો. એલચી પાઉડર અને વરીયાળી ઉમેરો. બરાબર મિક્સ કરો. તૈયાર કરેલું ગોળનું પાણી જરૂર મુજબ થોડું થોડું ઉમેરતા જઇ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટ નો એક નાનો લુવો લો. એનો બોલ બનાવો. એને બે હથેળી વડે હળવે હળવે દબાવી, થપથપાવી નાનો ગોળ આકાર આપો.

 

એની વચ્ચે, સુકા નારિયળનું થોડું ખમણ મુકો. એને રેપ કરીને બોલ બનાવી લો. બે હથેળી વચ્ચે હળવેથી દબાવો.

 

હવે એને થેકવા મોલ્ડમાં મુકી દબાવો અને આકાર આપો.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધા થેકવા તૈયાર કરી લો.

 

સજાવટ અને સ્વાદ માટે, દરેક થેકવામાં એક-એક લવિંગ હળવેથી દબાવીને મુકી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ધીમા તાપે બધા થેકવા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે બધા થેકવાને તેલમાં ઉલટાવો.

 

કરકરા બનાવવા માટે જરા આકરા તળો.

 

ગરમા ગરમ પણ ખાઈ શકાય. ઈચ્છા થાય ત્યારે, ગમે ત્યારે ખાવા માટે, ઠંડા થઈ જાય પછી, એરટાઇટ બરણીમાં ભરીને રાખી શકાય.

 

ઠેકુઆ, આ છે, બિહારી કૂકીસ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 10

Ingredients:

Jaggery ¾ cup or 150 gm

Ghee 2 tbsp

Whole Wheat Flour 2 cup or 300 gm

Cardamom Powder ½ ts

Fennel Seeds ½ ts

Dry Coconut shredded ½ cup or 50 gm

Oil to deep fry

Clove buds for garnishing

 

Method:

Take Jaggery, Ghee and ½ cup of water in a pan and put it on medium flame and remove from flame when Jaggery is dissolved.

 

Take Whole Wheat Flour in a bowl. Add Cardamom Powder and Fennel Seeds. Mix well. Knead stiff dough adding prepared Jaggery water gradually as needed.

 

Take a small lump of prepared dough, make a ball of it and tap and pamper with palms to shape it small thick round.

 

Put little shred of Dry Coconut in the middle of it and wrap it and make a ball. Press it lightly between two palms to flatten it.

 

Put it in Thekua mould and press to shape it.

 

Repeat to prepare number of Thekua from prepared dough.

 

Just press lightly one Clove bud on each Thekua for garnishing.

 

Heat Oil for deep frying on low flame. Deep fry all Thekua on low flame to dark brownish to make them crunchy. Flip them while deep frying to get them fried well both sides.

 

Serve hot or leave them to cool down and store to serve anytime later.

 

Enjoy Bihari Cookies…Thekua…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!