વરીયાળી નો આથો / Variyali no Atho / Fermented Fennel Seeds

વરીયાળી નો આથો / Variyali no Atho / Fermented Fennel Seeds

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

વરીયાળી નો પાઉડર ૧ કપ

સાકર નો પાઉડર ૧ કપ

બદામ નો પાઉડર ૧/૨ કપ

સેકેલા અળસી ના બી નો પાઉડર ૩ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

કેસર ૮-૧૦ તાર

કાળી કિસમિસ ૧/૪ કપ

ઘી ઓગાળેલું ૪ ટેબલ સ્પૂન

સજાવટ માટે બદામ ની કતરણ

 

રીત :

એક બાઉલમાં, વરીયાળી નો પાઉડર, સાકર નો પાઉડર, બદામ ની પાઉડર, સેકેલા અળસી ના બી નો પાઉડર, એલચી પાઉડર, કેસર અને કાળી કિસમિસ લો. બરાબર મિક્સ કરી લો.

 

એક સર્વિંગ બાઉલમાં, ૧/૪ જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને સમથળ પાથરી દો. એની ઉપર ૧ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું ઘી બરાબર ફેલાવીને રેડી દો.

 

ફરી, એની ઉપર, ૧/૪ જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને સમથળ પાથરી દો. એની ઉપર ૧ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું ઘી બરાબર ફેલાવીને રેડી દો.

 

ફરી એક વાર, એની ઉપર, ૧/૪ જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને સમથળ પાથરી દો. એની ઉપર ૧ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું ઘી બરાબર ફેલાવીને રેડી દો.

 

હવે છેલ્લી વાર, એની ઉપર, ૧/૪ જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને સમથળ પાથરી દો. એની ઉપર ૧ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું ઘી બરાબર ફેલાવીને રેડી દો.

 

હવે, બાઉલને ઢાંકી દો પણ એરટાઇટ નહીં.

 

પછી એને આશરે ૨૪ કલાક માટે રાખી મુકો.

 

ત્યાર પછી, ચમચા વડે ધીરે ધીરે હલાવી, ઉપર-નીચે ફેરવી, બધુ બરાબર મિક્સ કરી લો.

 

સામાન્ય તાપમાને જ પીરસો.

 

આ વરીયાળી ના આથા ની હેલ્થ પર જાદુઇ અસરથી આશ્ચર્યચકીત થઈ જશો, ખાસ કરીને ૪૫+ સ્ત્રીઓ.

Preparation time 10 minutes

Cooking time 0

For 4 Persons

 

Ingredient:

Fennel Seeds Powder 1 cup

Rock Sugar Powder 1 cup

Almonds Powder ½ cup

Roasted Flax Seeds Powder 3 tbsp

Cardamom Powder 1 ts

Saffron threads 8-10

Black Raisins ¼ cup

Ghee melted 4 tbsp

Almond Flakes to garnish

 

Method:

Take in a bowl, Fennel Seeds Powder, Rock Sugar Powder, Almonds Powder, Roasted Flax Seeds Powder, Cardamom Powder, Saffron and Black Raisins. Mix well.

 

In a serving bowl, take ¼ of prepared mixture and set it to flat surface. Pour 1 tbsp of melted Ghee spreading over it.

 

Again, Add ¼ of prepared mixture and set it to flat surface. Pour 1 tbsp of melted Ghee spreading over it.

 

Once again, Add ¼ of prepared mixture and set it to flat surface. Pour 1 tbsp of melted Ghee spreading over it.

 

Now last time, Add ¼ of prepared mixture and set it to flat surface. Pour 1 tbsp of melted Ghee spreading over it.

 

Cover the bowl with a lid but not airtight.

 

Leave it for approx 24 hours.

 

Just move tbsp slowly in the content to turn over the stuff and mix well.

 

Serve at room temperature.

 

Get Amazed with Miraculous Health Effect of Fermented Fennel…Especially 45+ women.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!