વેફર પાવ / Wafer pav / Wafer Buns

વેફર પાવ / Wafer pav / Wafer Buns

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

પાવ ૨

વેફર ૧ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

લીલી ચટણી ૨ ટેબલ સ્પૂન

મીઠી ચટણી / ખજુર ની ચટણી ૨ ટેબલ સ્પૂન

લસણ ની ચટણી ૧ ટેબલ સ્પૂન

મેયોનેઝ ૧ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

 

રીત :

દરેક પાવ માં એક કાપો પાડી લો.

 

કાપા ની અંદરની એક બાજુ પર માખણ લગાવી દો.

 

પછી, લીલી ચટણી અને મીઠી ચટણી લગાવી દો.

 

હવે, કાપા ની અંદરની બીજી બાજુ પર મેયોનેઝ લગાવી દો.

 

પછી, લસણ ની ચટણી અને ટોમેટો કેચપ લગાવી દો.

 

હવે, કાપા ની અંદરની બન્ને બાજુ પર ચીલી ફલૅક્સ ભભરાવી દો.

 

પછી, કાપા ની વચ્ચે ૩ થી ૪ વેફર મૂકી દો.

 

હળવેથી પાવ દબાવી દો. અંદરની વેફરનો સાવ ભુકો થઈ જાય એટલું ના દબાવવું.

 

એક સર્વિંગ પ્લેટ પર મુકો અને આજુબાજુ થોડી વેફર ગોઠવી દો.

 

તાજગીભર્યો સ્વાદ માણવા તરત જ પીરસો.

 

કોઈ પણ સમયે, તમારી ફેવરીટ ટીવી ચેનલ ની મજા માણો.

 

મીઠા-તીખા-મખની-મુલાયમ-કરકરા વેફર પાવ નો સ્વાદ માણો.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Buns 2

Wafer 1 cup

Butter 1 tbsp

Green Chutney 2 tbsp

Sweet Chutney / Dates Chutney 2 tbsp

Garlic Chutney 1 tbsp

Mayonnaise 1 tbsp

Tomato Ketchup 1 ts

Chilli Flakes 1 ts

 

Method:

Make a slit in each Bun.

 

Apply Butter on one inner side of the slit. Then, apply Green Chutney and Sweet Chutney.

 

Apply Mayonnaise on another inner side of the slit. Then, apply Garlic Chutney and Tomato Ketchup.

 

Sprinkle Chilli Flakes on both inner sides of the slit.

 

Insert 3-4 wafers in the middle of the slit.

 

Press the bun lightly.

 

Serve on a serving plate with some additional wafers on a side of the serving plate.

 

Anytime…Wafer Time…

Watching Your Favourite T.V. Channels…

While Enjoying

…Sweety…Spicy…Buttery…Smoothy…Crunchy…

…WAFER BUNS…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!