તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
અખરોટ ૧૦
પાકા કેળા ૧/૨
મધ ૧ ટી સ્પૂન
સફેદ ચણા (કાબુલી ચણા) પલાળેલા ૧/૪ કપ
મીઠું ચપટી
રીત:
પલાળેલા કાબુલી ચણા એક પ્રેશર કૂકર માં લો. આશરે ૨ કપ જેટલું પાણી ઉમેરો.
૮ થી ૧૦ સિટી જેટલું પકાવો.
પછી, પ્રેશર કૂકર ને ઠંડુ થવા માટે રાખી મુકો.
પછી, પ્રેશર કૂકર માંથી પાણી સાથે જ કાબુલી ચણા કાઢી લો અને ઠંડા થવા માટે ખુલા રાખી મુકો.
પછી, ગરણી વડે ગાળીને કાબુલી ચણા અને પાણી અલગ કરીને બંનેને અલગ અલગ રાખો.
હવે, પાકા કેળાની સ્લાઇસ કાપી ફ્રોઝન કરી લો.
હવે, મીક્ષરની જારમાં અખરોટ લઈ, એકદમ જીણું પીસી લો.
એમાં, ફ્રોઝન કરેલી પાકા કેળાની સ્લાઇસ ઉમેરી, ફરી પીસી લો.
હવે એમાં, કાબુલી ચણા અને એમાંથી અલગ અલગ કરેલું થોડું પાણી ઉમેરી, ફરી પીસી લો.
હવે, મધ અને મીઠું ઉમેરી, ફરી પીસી લો.
હમસ તૈયાર છે. એક બાઉલમાં લઈ લો.
ફ્રૂટ્સ અને બિસ્કીટ સાથે તાજે તાજું જ પીરસો.
ખુબ જ પૌષ્ટીક.. અખરોટ અને કેળા ના સ્વાદવાળું હમસ.
Preparation time 5 minutes
Cooking time 10 minutes
For 2 Persons
Ingredients:
Walnut 10
Ripe Banana ½
Honey 1 ts
White Chickpeas (Kabuli Chana) soaked ¼ cup
Salt pinch
Method:
Take soaked White Chickpeas in a pressure cooker. Add enough water approx 2 cups.
Pressure cook to 8 to 10 whistles.
Then, leave pressure cooker to cool off.
Then, remove White Chickpeas with water from pressure cooker and leave it to cool off.
Then, strain and separate water and White Chickpeas and keep both of them a side.
Cut slices of Ripe Banana and put them in deep freezer and make them frozen.
Now, take Walnut in a jar of mixer and crush to fine powder.
Add frozen Banana slices. Crush it again.
Now, add White Chickpeas and little water separated from it. Crush it again.
Now, add Honey and Salt. Crush it again.
Serve Fresh with Fruits and / or Biscuits.
Very nutritious Hummus with Walnut and Banana Flavour.
No Comments