મુરી મસાલા માટે:
તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૧૫૦ ગ્રામ
મુરી મમરા માટે:
તૈયારી માટે ૦ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
મુરી મસાલા માટે:
સામગ્રી :
જીરું ૧/૪ કપ
ધાણા આખા ૧/૪ કપ
કલોંજી ૧/૮ કપ
સુકા લાલ મરચાં ૮-૧૦
તમાલપત્ર ૮-૧૦
સંચળ ૧/૮ કપ
સફેદ મરી પાઉડર ૧/૮ કપ
આમચૂર ૧/૮ કપ
રીત :
એક નોન-સ્ટિક પૅન માં ધીમા તાપે, જીરું, આખા ધાણા અને કલોંજી સૂકા જ સેકો.
એ અધકચરું સેકાય જાય એટલે એમાં સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરો. સેકવાનું ચાલુ રાખો.
બધી સામગ્રી સેકાઇને ગુલાબી થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી, આ બધી સેકેલી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લઈ એકદમ પીસી, જીણો પાઉડર બનાવી લો.
એમાં સંચળ, સફેદ મરી પાઉડર અને આમચૂર ઉમેરો. બરાબર મીક્ષ કરો.
મુરી મસાલો તૈયાર છે.
એરટાઇટ બરણીમાં ભરી લો. જરૂર હોય ત્યારે ઉપયોગમાં લો.
મુરી મસાલા વડે સ્વાદિષ્ટ વાનગીઓ ના સ્વાદમાં વધારો કરી શકશો, બંગાળી સ્ટાઈલ થી.
મુરી મમરા માટે:
સામગ્રી :
તેલ ૨ ટેબલ સ્પૂન
(રાય નું તેલ હોય તો એનો ઉપયોગ કરવો)
હિંગ ૧/૨ ટી સ્પૂન
લીમડો ૧૦
સીંગદાણા ૧/૪ કપ
દારીયા ની દાળ / ફોતરાં કાઢેલા દારીયા ૧/૪ કપ
મુરી મમરા ૪ કપ
મુરી મસાલો ૧ ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો. એમાં હિંગ અને લીમડો ઉમેરો.
એમાં સીંગદાણા ઉમેરો અને બરાબર સેકી લો.
પછી, દારીયા ઉમેરો અને બરાબર સેકી લો.
હવે, મુરી મમરા ઉમેરો અને બરાબર મીક્ષ કરતાં કરતાં સેકી લો.
એમાં મુરી મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.
અસલી સ્વાદ ની મજા માણવા માટે તાજા જ બનાવેલા પીરસો.
ઝડપથી બની જાય એવા, બંગાળી સ્ટાઈલ, અલગ જ સ્વાદ, મુરી મમરા.
For Muri Masala:
Preparation time: 5 minutes
Cooking time: 15 minutes
Yield 150g
For Muri Mamra – Muri Murmura:
Cooking time 5 minutes
For 2 persons
For Muri Masala:
Ingredients:
Cumin Seeds ¼ cup
Coriander granules ¼ cup
Nigella Seeds 1/8 cup
(Kalonji)
Dry Red Chilli 8-10
Cinnamon Leaves 8-10
Black Salt Powder 1/8 cup
White Pepper Powder 1/8 cup
Mango Powder 1/8 cup
Method:
On low flame, in a non-stick pan, dry roast Cumin Seeds, Coriander granules and Nigella Seeds.
When roasted somehow, add Dry Red Chilli and Cinnamon Leaves. Continue roasting.
When it gets brownish while roasting, remove from flame.
Leave it to cool off.
Take it in a dry grinding jar of mixer and crush to fine powder.
Add Black Salt Powder, White Pepper Powder and Mango Powder. Mix very well.
Store it in an air-tight container to use when needed.
It will be useful to make you TASTY food item TASTIER…in Bengali way…
For Muri Mamra – Muri Murmura:
Ingredients:
Oil (preferably Mustard Oil) 2 tbsp
Asafoetida Powder ½ ts
Curry Leaves 10
Peanuts ¼ cup
Roasted Skinned and Split Gram ¼ cup
Muri Mamra (Murmura) 4 cup
Muri Masala 1 tbsp
Salt to taste
Method:
Heat Oil in a pan. Add Asafoetida Powder and Curry Leaves.
Add Peanuts and roast it well.
Add Roasted Skinned and Split Gram and roast it well.
Add Muri Mamra and roast it well while mixing well.
Add Muri Masala and Salt. Mix well.
Serve it freshly cooked to enjoy the real taste.
Make Your Relaxing Holiday Tasteful…
Bengali Way…
with…
Quickly Prepared…
Differently Delicious…
with…
Muri Mamra with Muri Masala…