ગ્રીન પીસ પોકેટ / લીલા વટાણા નો નાસ્તો / Green Peas Pocket / Lila Vatana no Nasto

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫-૬ નંગ

 

સામગ્રી :

રવો / સુજી ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

લીલા વટાણા ૨૫૦ ગ્રામ

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હિંગ ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

શેલૉ ફ્રાય માટે તેલ

સાથે પીરસવા માટે કેચપ

 

રીત :

એક બાઉલમાં રવો લો.

 

એમા થોડું મીઠુ અને પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો. આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, તમારી હથેળી પર તેલ લગાવી દો અને રવાનો કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.

 

મીક્ષરની જારમાં લીલા વટાણા, આદુ-મરચા ની પેસ્ટ, હિંગ અને મીઠુ ઉમેરો. પીસી લો. પુરણ તૈયાર છે.

 

હવે, બાંધેલા લોટમાંથી નાની નાની પુરીઓ વણી લો અને બધી પુરીઓ ચોરસ આકારમાં કાપી લો.

 

આવી એક ચોરસ કાપેલી પુરી લો. એની વચ્ચે થોડું પુરણ મુકો. એના ચારેય છેડા વાળીને વચ્ચેની તરફ ભેગા કરી, પુરણ રેપ કરી, પોકેટ (ચોરસ પરબીડિયા) જેવો આકાર આપો. જરા પાણી લગાવી, વાળેલા છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા પોકેટ તૈયાર કરી લો.

 

એક પૅન માં ૧ કપ જેટલુ પાણી લો. એમા થોડું મીઠુ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમ, તૈયાર કરેલા બધા પોકેટ મુકી દો અને ઉકાળો.

 

બધા પોકેટ બરાબર પાકી જાય એટલે પાણીમાંથી કાઢી લો અને એક બાજુ રાખી દો.

 

જ્યારે પીરસવા હોય ત્યારે, એક પૅન માં તેલ ગરમ કરી, બન્ને બાજુ શેલૉ ફ્રાય કરી લો.

 

કેચપ સાથે ગરમ ગરમ પીરસો.

 

ગ્રીન પીસ નો એવરગ્રીન સ્વાદ, માણો ગ્રીન પીસ પોકેટ માં.

Preparation time 20 minutes

Cooking time 20 minutes

Yield 5-6 pcs

 

Ingredients:

Semolina 1 cup

Oil 1 ts

Green Peas 250 g

Ginger-Chilli Paste 1 tbsp

Asafoetida Powder ½ ts

Salt to taste

 

Oil to shallow fry

 

Ketchup for serving

 

Method:

Take Semolina in a bowl. Add little Salt and water. Mix well. Leave it to rest for approx 10 minutes.

 

Apply Oil on your palm and knead it to prepare stiff dough. Add very little water only if needed.

 

Take in a wet grinding jar of mixer, Green Peas, Ginger-Chilli Paste, Asafoetida Powder and Salt. Crush it. Stuffing is ready.

 

Roll number of Puri (small round shape) from prepared dough.

 

Cut rolled Puri in square shape.

 

Put little stuffing in the middle of it.

 

Fold it from all 4 corners to the middle of it to cover stuffing and give pocket (square envelop) shape. Use water to stick corners after folding.

 

Repeat to prepare number of pockets.

 

Take approx 1 cup of Water in a pan. Add little Salt and Oil. Boil it.

 

Add prepared pockets in boiling water and continue boiling. When all pockets are cooked well, remove from water and keep a side.

 

When you want to serve, shallow fry both sides of them in a pan.

 

Serve hot with ketchup.

 

Enjoy Simple Evergreen Taste of Green Peas…Enjoy Green Peas Pocket…

હરીયાલી મન્ચુરીયન / Hariyali Manchurian

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મન્ચુરીયન માટે:

આદું ખમણેલો ૧ ટેબલ સ્પૂન

લીલા મરચાં બારીક સમારેલા ૧ ટેબલ સ્પૂન

લસણ બારીક સમારેલું ૨ ટેબલ સ્પૂન

કોબી ખમણેલી ૧૦૦ ગ્રામ

કેપ્સિકમ બારીક સમારેલા ૧

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી સમારેલી ૨ ટેબલ સ્પૂન

લીલા લસણના પાન બારીક સમારેલા ૨ ટેબલ સ્પૂન

પોહા નો પાઉડર ૧/૪ કપ

કૉર્ન ફ્લૉર જરૂર મુજબ

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

હરીયાલી ગ્રેવી માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

આદું, લીલા મરચાં, લસણ બારીક સમારેલા ૨ ટેબલ સ્પૂન

ડુંગળીના પડ ના મોટા ટુકડા ૧ ડુંગળીના

કેપ્સિકમ ના મોટા ટુકડા ૧ કેપ્સિકમ ના

લીલા લસણ ના પાન બારીક સમારેલા ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી ના પાન બારીક સમારેલા ૨ ટેબલ સ્પૂન

લીલા મરચાં નો સૉસ ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

વિનેગર ૧ ટી સ્પૂન

બ્લાન્ચ પાલક ની પ્યુરી ૧/૪ કપ

કૉર્ન ફ્લૉર સ્લરી જરૂર મુજબ

 

રીત:

મન્ચુરીયન માટે:

ખમણેલો આદું, બારીક સમારેલા લીલા મરચાં, લસણ, ખમણેલી કોબી અને બારીક સમારેલા કેપ્સિકમ એક બાઉલમાં લઈ લો.

 

એમાં, મરી પાઉડર, મીઠું, સમારેલી ધાણાભાજી, લીલા લસણના પાન અને પોહા નો પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

બોલ વાળી શકાય એવું મીશ્રણ તૈયાર કરવા માટે જરૂર મુજબ કૉર્ન ફ્લૉર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર કરેલા મીશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા બોલને ગુલાબી થઈ જાય એવા તળી લો.

 

તળાય જાય એટલે મન્ચુરીયન તૈયાર. એક બાજુ રાખી દો.

 

હરીયાલી ગ્રેવી માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, બારીક સમારેલો આદું, લીલા મરચાં, લસણ ઉમેરી, સાંતડી લો.

 

ડુંગળી, કેપ્સિકમ, બારીક સમારેલા લીલા લસણ અને લીલી ડુંગળીના પાન ઉમેરો અને સાંતડો.

 

લીલા મરચાંનો સૉસ, મરી પાઉડર અને પાલક પ્યુરી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

વિનેગર અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

થોડી ઘટ્ટ ગ્રેવી બનાવવા માટે જરૂર મુજબ કૉર્ન ફ્લૉર સ્લરી ઉમેરો.

 

હવે એમાં, તૈયાર કરેલા મન્ચુરીયન અને ધાણાભાજી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો અને તાપ પરથી હટાવી લો.

 

તાજા અને ગરમ પીરસો.

Preparation time 20 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

For Manchurian:

Ginger grated 1 tbsp

Green Chilli finely chopped 1 tbsp

Garlic finely chopped 2 tbsp

Cabbage grated 100g

Capsicum finely chopped 1

Black Pepper Powder ½ ts

Fresh Coriander Leaves chopped 2 tbsp

Leaves of Spring Garlic finely chopped 2 tbsp

Poha (Flattened Rice) Powder ¼ cup

Corn Flour as needed

Salt to taste

Oil to deep fry

 

For Green Gravy:

Oil 2 tbsp

Ginger, Green Chilli, Garlic finely chopped 2 tbsp

Onion chopped big pieces of separated layers of 1 Onion

Capsicum cube cut of 1 Capsicum

Leaves of Spring Garlic finely chopped 1 tbsp

Leaves of Spring Onion finely chopped 2 tbsp

Green Chilli Sauce 1 tbsp

Black Pepper Powder ½ ts

Salt to taste

Vinegar 1 ts

Puree of blanched Spinach ¼ cup

Corn Flour slurry as needed

 

Method:

For Manchurian:

Take grated Ginger, finely chopped Green Chilli, finely chopped Garlic, grated Cabbage and finely chopped Capsicum in a bowl.

 

Add Black Pepper Powder, Salt, chopped Fresh Coriander Leaves, finely chopped Leaves of Spring Garlic and Poha Powder and mix very well.

 

Add Corn Flour as needed to prepare mixture good enough to make balls of.

 

Prepare number of small balls from prepared mixture.

 

Heat Oil to deep fry.

 

Deep fry all balls to light or dark brownish of choice.

 

When fried, Manchurian is ready. Keep a side.

 

For Green Gravy:

Heat Oil in a pan.

 

Add finely chopped Ginger, Green Chilli, Garlic and sauté.

 

Add Onion, Capsicum, finely chopped Leaves of Spring Garlic and Spring Onion and sauté.

 

Add Green Chilli Sauce,  Black Pepper Powder and Spinach Puree, mix well.

 

Add Vinegar and Salt, mix well.

 

Add Corn Flour slurry as needed to prepare somehow thick gravy.

 

Add prepared Manchurian and Fresh Coriander Leaves, mix well. Remove from flame.

 

Serve Fresh and Hot.

પનીર પોટેટો ઇન રાઇસ ટાકોસ / ટાકોસ દ રાઇસ / Paneer Potatoes in Rice Tacos / Tacos de Rice

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ ટાકોસ અંદાજીત

 

સામગ્રી :

રાઇસ ટાકોસ શેલ માટે :

ચોખા નો લોટ ૧ કપ

મેંદો ૧/૨ કપ

રવો / સુજી ૧/૨ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

મેથીના સુકા પાન ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

પુરણ માટે :

પનીર ૧૫૦ ગ્રામ

બટેટા ની સ્લાઇસ ૧  બટેટાની

(અધકચરી બાફેલી)

કેપ્સિકમ સ્લાઇસ ૧ કેપ્સિકમ ની

 

મેરીનેટ કરવા માટે :

દહી ૨ ટેબલ સ્પૂન

બેસન ૧ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મેથી ના સુકા પાન ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

લીંબુ ૧/૨

તેલ ૨ ટેબલ સ્પૂન

 

સૉર ક્રીમ માટે :

દહી નો મસકો ૧ કપ

ફુદીનો ૧ કપ

મરચા ૪

લીંબુ ૧

સંચળ સ્વાદ મુજબ

 

સલાડ માટે :

ડુંગળી ની રીંગ ૧ ડુંગળી ની

કોબી ખમણેલી ૧/૨ કપ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

 

રીત :

રાઇસ ટાકોસ શેલ માટે :

એક બાઉલમાં ચોખા નો લોટ, મેંદો અને રવો લો.

 

એમા મેથી ના સુકા પાન અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી  ઉમેરતા જઇ, કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પુરીઓ વણી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

વણેલી બધી પુરી, વારાફરતી, ગરમ તેલમાં જરા આકરી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ઉલટાવો.

 

તળાય જાય એટલે, તેલમાંથી કાઢીને તરત જ, પુરી હજી ગરમ જ હોય, ત્યારે જ, તળેલી પુરીની વચ્ચે વેલણ મુકી, પુરીને વાળી, U – આકાર આપી, હળવેથી વેલણ હટાવી લો. જ્યારે પુરી સામાન્ય તાપમાન થઈ જશે ત્યારે એ એવા જ આકારમાં રહેશે. એ નીચેના ફોટોમાં છે, એવી લાગશે.

 

 

રાઇસ ટાકોસ શેલ તૈયાર છે.

 

એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક માત્ર તેલ સીવાય, મેરીનેટ માટેની બધી જ સામગ્રી એકીસાથે, એક બાઉલમાં લઈ લો અને બરાબર મીક્ષ કરી લો.

 

એમા, અધકચરી બાફેલી બટેટાની સ્લાઇસ, પનીર અને કેપ્સિકમ સ્લાઇસ ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.

 

કમ સે કમ ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ તેલ ગરમ કરો.

 

એમા, મેરીનેટ કરેલી સામગ્રી ઉમેરો અને મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે સાંતડી લો.

 

પછી, એક બાજુ રાખી દો.

 

સૉર ક્રીમ માટે :

સૉર ક્રીમ માટેની બધી જ સામગ્રી, એકીસાથે, મીક્ષરની જારમાં લઈ લો. એકદમ જીણું પીસી લઈ, મુલાયમ મિશ્રણ તૈયાર કરી લો. એક બાઉલમાં લઈ લો.

 

સૉર ક્રીમ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સલાડ માટે :

સલાડ માટેની બધી જ સામગ્રી, એકીસાથે, એક બાઉલમાં લઈ લો અને ટોસ કરીને, ઉછાળી ઉછાળીને બરાબર મીક્ષ કરી લો.

 

સલાડ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

એક સર્વિંગ પ્લેટ પર એક ટાકોસ મુકો.

 

એની અંદર, તૈયાર કરેલું પુરણ, ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલુ ભરી દો.

 

પછી, ટાકોસ ની અંદર ભરેલા પુરણની ઉપર, તૈયાર કરેલું થોડું સલાડ મુકી દો.

 

એની ઉપર, તૈયાર કરેલો થોડો સૉર સૉસ ફેલાવીને રેડી દો.

 

આ રીતે બધા ટાકોસ તૈયાર કરી લો.

 

તાજગીસભર સ્વાદ માટે તરત જ પીરસો.

 

પરંપરાગત મેક્સીકન ટાકોસ, બીનપરંપરાગત રીતે બનાવેલા, રાઇસ ટાકોસ, ટાકોસ દ રાઇસ.

Preparation time 20 minutes

Cooking time 20 minutes

Yield 10 Tacos approx.

 

Ingredients:

For Rice Tacos Shell:

Rice Flour 1 cup

Refined White Wheat Flour (Maida) ½ cup

Semolina ½ cup

Oil 1 tbsp

Dried Fenugreek Leaves 1 ts

Salt to taste

Oil to deep fry

For Stuffing:

Cottage Cheese 150 gm

Potato Slices parboiled of 1 potato

Capsicum Slices of 1 capsicum

For Marinade:

Curd 2 tbsp

Gram Flour 1 tbsp

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 tbsp

Garam Masala 1 ts

Dried Fenugreek Leaves 1 ts

Chat Masala 1 ts

Salt to taste

Lemon Juice of ½ lemon

Oil 2 tbsp

For Sour Cream:

Hung Curd 1 cup

Fresh Mint Leaves 1 cup

Green Chilli 4

Lemon Juice of 1 lemon

Black Salt to taste

For Salad:

Onion Rings of 1 onion

Cabbage shredded ½ cup

Fresh Coriander Leaves 1 tbsp

Chat Masala 1 ts

Lemon ½

 

Method:

For Tacos Shell:

Take Rice Flour, Refined White Wheat Flour and Semolina in a bowl. Add Dried Fenugreek Leaves and Salt. Mix well. Add 1 tbsp of Oil and mix well. Knead stiff dough adding little water slowly as needed.

 

Roll number or Puri from prepared dough.

 

Heat Oil to deep fry. Deep fry all rolled Puri to crispy.

 

Immediately after bringing out of oil, when deep fried Puri is still hot, put a rolling stick in the middle of Puri and bend Puri to give U – shape, then slide out the rolling stick slowly. When Puri will get back to normal temperature it will remain in that shape. This will look like image below.

 

 

Tacos Shells are ready.

 

Keep a side.

 

For Stuffing:

Except Oil, take all listed ingredients for Marinade in a bowl and mix very well.

 

Add parboiled Potato Slices, Cottage Cheese and Capsicum Slices. Mix well.

 

Leave it for at least 10 minutes.

 

Heat 2 tbsp of Oil. Add marinated stuff. Sauté it for 3-4 minutes on medium flame.

 

Keep a side.

 

For Sour Cream:

Take all listed ingredients in wet grinding jar of mixer. Grind it to very well to smooth texture.

 

Keep a side.

 

For Salad:

Take all listed ingredients in a bowl. Toss slowly to mix well.

 

Keep a side.

 

For Assembling:

Take one Tacos Shell in a serving plate.

 

Fill in it with 2-3 tbsp of prepared Stuffing.

 

Sprinkle prepared Salad on stuffing in Tacos Shell.

 

Pour 1-2 tbsp of prepared Sour Cream on it.

 

Repeat to prepare number of Tacos.

 

Serve immediately to enjoy the fresh taste.

 

Mexican Traditional Tacos…Untraditionally Made…Rice Tacos…

જામફળ નું જ્યુસ (લાલ) / Jamfal nu Juice (Red) / Guava Juice (Red)

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫૦૦ ગ્રામ પલ્પ

 

સામગ્રી:

પલ્પ માટે:

જામફળ ૩

ખાંડ ૧ કપ

લીંબુ ૧

 

જ્યુસ માટે:

સંચળ ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

 

રીત:

પલ્પ માટે:

એક પ્રેશર કૂકરમાં જામફળ લઈ, થોડું પાણી ઉમેરી, ૧ સિટી જેટલું પ્રેશર કૂક કરી લો.

 

હવે, બાફેલા જામફળને એક ગરણા વડે ગાળી લઈ, જામફળ નો પલ્પ અલગ કરી લો. આપણે ઘટ્ટ પલ્પ તૈયાર કરવો છે, માટે પાણી બિલકુલ ના ઉમેરવું.

 

હવે, પલ્પને એક પૅનમાં લો અને પલ્પ જેટલી જ ખાંડ ઉમેરો.

 

પછી, પૅનને ધીમા તાપે મુકો. સતત હલાવતા રહો. પલ્પ જરા ગરમ થાય એટલે તરત જ લીંબુ નો રસ ઉમેરો. સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે તરત જ પૅનને તાપ પરથી હટાવી લો.

 

ઠંડુ થવા માટે રાખી મુકો.

 

પલ્પ તૈયાર છે. એક એરટાઇટ બરણીમાં ભરી, ફ્રીજમાં રાખી દો.

 

જ્યુસ માટે:

એક બાઉલમાં ૩ ટેબલ સ્પૂન જેટલો જામફળ નો પલ્પ લો.

 

એમા, સંચળ, જીરું પાઉડર, ૧ ગ્લાસ પાણી ઉમેરી, હેન્ડ બ્લેંડર વડે બ્લેન્ડ કરી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં ભરી, બરફના ટુકડા ઉમેરી દો.

 

જામફળનું ઠંડુ જ્યુસ પીરસો.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Yield 500g Pulp

 

Ingredients:

For Pulp:

Guava 3

Sugar 1 cup

Lemon 1

 

For Juice:

Black Salt ½ ts

Cumin Powder ½ ts

Ice Cubes 2-3

 

Method:

For Pulp:

Take Guava in a pressure cooker. Add little water. Pressure cook to 1 whistle.

 

Now, strain boiled Guava using a strainer and separate Guava pulp. Please don’t add water at all as we need thick pulp.

 

Now, take pulp in a pan and add Sugar of same quantity as of pulp.

 

Then, put pan on low flame. Stir it continuously. When it becomes little hot, add Lemon juice. Continue stirring continuously. When Sugar is melted, immediately, remove pan from flame.

 

Leave it to cool off.

 

Pulp is ready. Fill in an airtight container and store in refrigerator.

 

For Juice:

Take 3 tbsp of prepared Guava pulp in bowl.

 

Add Black Salt, Cumin Powder, 1 glass of water and blend it using hand blender.

 

Fill it in a serving glass. Add Ice Cubes.

 

Serve cold Guava Juice.

જામફળ ની જેલી / જામફળ ની કૅન્ડી / Jamfal ni Jelly / Jamfal ni Candy Guava Jelly / Guava Candy

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૩૦૦ ગ્રામ

 

સામગ્રી:

મસાલા મીક્ષ માટે:

સંચળ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૧/૨ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટેબલ સ્પૂન

 

જેલી માટે:

જામફળ ૩

ખાંડ ૧ કપ

લીંબુ ૧

માખણ ૧ ટી સ્પૂન

 

ગ્રીસીંગ માટે માખણ

 

રીત:

મસાલા મીક્ષ માટે:

મસાલા મીક્ષ માટેની બધી જ સામગ્રી એકી સાથે એક બાઉલમાં લઈ લો અને બરાબર મીક્ષ કરી દો.

 

મસાલા મીક્ષ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

જેલી માટે:

એક પ્રેશર કૂકરમાં જામફળ લઈ, થોડું પાણી ઉમેરી, ૧ સિટી જેટલું પ્રેશર કૂક કરી લો.

 

હવે, બાફેલા જામફળને એક ગરણા વડે ગાળી લઈ, જામફળ નો પલ્પ અલગ કરી લો. આપણે ઘટ્ટ પલ્પ તૈયાર કરવો છે, માટે પાણી બિલકુલ ના ઉમેરવું.

 

હવે, પલ્પને એક પૅનમાં લો અને પલ્પ જેટલી જ ખાંડ ઉમેરો.

 

પછી, પૅનને ધીમા તાપે મુકો. સતત હલાવતા રહો. પલ્પ જરા ગરમ થાય એટલે તરત જ લીંબુ નો રસ અને તૈયાર કરેલા મસાલા મીક્ષમાંથી માત્ર ૧ ટેબલ સ્પૂન જેટલું ઉમેરો. સતત હલાવતા રહો.

 

મિક્સચર પૅન છોડી દે એટલે માખણ ઉમેરી, હલાવી, બરાબર મીક્ષ કરી દો અને પૅનને તાપ પરથી હટાવી લો.

 

હવે, એક નાની ચોકીને માખણ વડે ગ્રીસ કરી લો અને એમાં, તૈયાર કરેલા મિક્સચર નું થર પાથરી દો અને ઠંડુ થવા માટે રાખી મુકો.

 

સાવ ઠંડુ થઈ જાય એટલે ચોકીમાંથી કાઢી લઈ, નાના નાના ચોરસ ટુકડાઓ કાપી લો.

 

પછી, બધા ટુકડાઓને એક બાઉલમાં લઈ, દરેકે દરેક ટુકડો કોટ થઈ જાય એ રીતે મસાલા મીક્ષ એમાં મીક્ષ કરી દો.

 

પછી એક એરટાઇટ બરણીમાં ભરી દો અને ઈચ્છા થાય ત્યારે આરોગો.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Yield 300g

 

Ingredients:

For Masala Mix:

Black Salt 1 tbsp

Red Chilli Powder 1 tbsp

Powder Sugar ½ tbsp.

Cumin Powder ½ tbsp.

 

For Jelly:

Guava 3

Sugar 1 cup

Lemon 1

Butter 1 ts

 

Butter for greasing

 

Method:

For Masala Mix:

Take all listed ingredients for Masala Mix in a bowl and mix well.

 

Masala Mix is ready. Keep it a side.

 

For Jelly:

Take Guava in a pressure cooker. Add little water. Pressure cook to 1 whistle.

 

Now, strain boiled Guava using a strainer and separate Guava pulp. Please don’t add water at all as we need thick pulp.

 

Now, take pulp in a pan and add Sugar of same quantity as of pulp.

 

Then, put pan on low flame. Stir it continuously. When it becomes little hot, add Lemon juice and 1 tbsp of prepared Masala Mix. Continue stirring continuously.

 

When mixture starts to move in pan and not sticking at all, add Butter and stir well to mix very well and remove pan from flame.

 

Now, grease a square or a rectangular plate with Butter and spread a layer of prepared mixture, in greased plate. Leave it for a while to cool off.

 

When it is completely cooled off, unmould from plate and cut number of small square pieces.

 

Then, take all pieces in a bowl and sprinkle prepared Masala Mix. Make sure that each and every piece is coated with Masala Mix.

 

Store in an airtight container and enjoy whenever wish.

ગુલગુલા / Gulgula

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

રવો / સુજી ૨ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

વરિયાળી ૧ ટી સ્પૂન

એલચી ના દાણા ૧/૨ ટી સ્પૂન

કાજુ, બદામ, પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

દુધ ૧/૨ કપ

સોડા-બાય-કાર્બ ચપટી

સુકો નારિયળ પાઉડર ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

કોકોનટ સૉસ માટે :

દુધ ૧/૨ કપ

કોકોનટ મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

કસ્ટર્ડ પાઉડર ૧ ટેબલ સ્પૂન

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ અને રવો લો.

 

એમા દળેલી ખાંડ, વરિયાળી, એલચી અને સુકામેવા ના ટુકડા ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

દુધ ઉમેરો, બરાબર મિક્સ કરો અને ઘાટું ખીરું તૈયાર કરો. આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી એમા, સોડા-બાય-કાર્બ અને સુકો નારિયળ પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. જરૂર લાગે તો જ થોડું દુધ ઉમેરવું.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા ખીરું એક-એક ચમચી ભરી ભરીને ગરમ તેલમાં તળવા માટે મુકો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા ગુલગુલાને તેલમાં ફેરવો. આછા ગુલાબી તળી લો.

 

ગુલગુલા તૈયાર છે. કોકોનટ સૉસ સાથે પીરસવા માટે એક બાજુ રાખી દો.

 

કોકોનટ સૉસ માટે :

એક પૅન માં દુધ લો.

 

એમા કોકોનટ મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાઉડર અને કન્ડેન્સ મિલ્ક ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એને, મધ્યમ તાપે મુકો. ઉકળવા લાગે એટલે તાપ ધીમો કરી દો. પૅન ના તળિયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો. ઘાટું થઈ જાય ત્યા સુધી ઉકાળો. કોકોનટ સૉસ તૈયાર છે.

 

પીરસવા માટે :

તમારી પસંદ અને અનુકુળતા મુજબ ગરમ કે ફ્રીજમાં ઠંડા કરીને પીરસી શકાય.

 

ગરમ પીરસવા માટે તરત જ આ મિશ્રણને એક સર્વિંગ બાઉલમાં લઈ લો. એની અંદર, તૈયાર કરેલા ગુલગુલા મુકી દો.

 

ઠંડા પીરસવા માટે, તૈયાર કરેલા કોકોનટ સૉસ ને સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર રાખી મુકો. પછી, એની અંદર, તૈયાર કરેલા ગુલગુલા મુકી દો. પછી, ફ્રીજમાં ઠંડા થવા માટે રાખી દો.

 

એકદમ રસીલા ગુલગુલા.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 2 Persons

 

Ingredients:

Whole Wheat Flour ½ cup

Semolina 2 tbsp

Powder Sugar 2 tbsp

Fennel Seeds 1 ts

Cardamom granules ½ ts

Cashew Nuts, Almond, Pistachio chopped 2 tbsp

Milk ½ cup

Soda-bi-Carb Pinch

Dry Coconut Powder 1 tbsp

Oil to deep fry

For Coconut Sauce:

Milk ½ cup

Coconut Milk Powder 1 tbsp

Custard Powder 1 tbsp

Condensed Milk ¼ cup

 

Method:

Take Whole Wheat Flour and Semolina in a bowl. Add Powder Sugar, Fennel Seeds, Cardamom Granules, chopped dry fruits. Mix well. Add milk and mix well to prepare thick batter. Leave it to rest for approx 10 minutes. Then, add pinch of Soda-bi-Carb and Dry Coconut Powder and mix well. Add little more Milk only if needed.

 

Heat Oil in a deep frying pan on medium flame. Put number of a spoonful of prepared batter in heated Oil. Deep fry to light brownish. Flip them occasionally to fry all around. Gulgula is ready. Keep a side to serve later with Coconut Sauce.

 

For Coconut Sauce:

Take Milk in a pan. Add Coconut Milk Powder, Custard Powder and Condensed Milk. Mix very well. Put the bowl with this mixture on a medium flame. When it starts to boil, reduce the flame to low. Continue to boil until it thickens. Stir occasionally to prevent sticking at the bottom of the pan.

 

If you want it hot, immediately, add prepared Gulgula in this Coconut Sauce.

 

If your want it cold, leave Coconut Sauce to cool down to room temperature. Add prepared Gulgula in this Sauce. Then, refrigerate it.

 

Enjoy Very Saucy…Very Milky…GULGULA…

કૂકી ચીક્કી / Cookie Chikki

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

બેકિંગ માટે ૧૫ મિનિટ

૧૦ ટુકડા

 

સામગ્રી:

કૂકી માટે:

માખણ ૫૦ ગ્રામ

દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન

મેંદો ૧૦૦ ગ્રામ

 

ચીક્કી માટે:

ખાંડ ૧/૪ કપ

મધ ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

મલાઈ ૧ ટેબલ સ્પૂન

કાજુ ના ટુકડા ૧/૨ કપ

 

રીત:

કૂકી માટે:

એક બેકિંગ ટ્રે પર બેકિંગ પેપર પાથરી દો અને બેકિંગ ટ્રે એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં માખણ લો. માખણ સામાન્ય તાપમાને હોવું જોઈએ.

 

એમાં, દળેલી ખાંડ ઉમેરી, એકદમ ફીણી લો.

 

પછી એમાં, ધીરે ધીરે મેંદો ઉમેરતા જઇ, હલાવતા રહી, બરાબર મીક્ષ કરી દો.

 

મેંદો બરાબર મીક્ષ થઈ જાય એટલે અંદાજીત ૧ ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરી, કૂકી માટે કઠણ લોટ બાંધી લો.

 

પછી, બેકિંગ પેપર પાથરીને તૈયાર કરેલી બેકિંગ ટ્રે પર, બાંધેલો લોટ બરાબર પાથરીને થર બનાવી દો.

 

ઓવન ને પ્રીહીટ કરી લો અને તૈયાર કરેલી બેકિંગ ટ્રે ને પ્રીહીટ કરેલા ઓવનમાં મુકી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે ૧૮૦° પર બેક કરી લો.

 

ચીક્કી માટે:

એક પૅનમાં ખાંડ પાથરી દો અને ખાંડ ઓગાળવા માટે પૅનને ધીમા તાપે મુકી દો. હલાવ્યા વગર જ ખાંડ ઓગળવા દો.

 

ખાંડ ઓગળી જવાની તૈયારીમાં હોય ત્યારે હલાવી, તરત જ મધ, માખણ અને મલાઈ ઉમેરી, હલાવીને ઝડપથી મીક્ષ કરી, તરત જ પૅનને તાપ પરથી હટાવી લો.

 

પછી એમાં, કાજુના ટુકડા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. ચીક્કી તૈયાર છે.

 

હવે, બેકિંગ પ્લેટ માં બેક કરેલી કૂકી ઉપર, તૈયાર કરેલી ચીક્કી નું થર પાથરી દો.

 

ઓવન ને પ્રીહીટ કરી લો અને તૈયાર કરેલી બેકિંગ ટ્રે ને પ્રીહીટ કરેલા ઓવનમાં મુકી દો અને ફક્ત ૨ મિનિટ માટે ૧૮૦° પર બેક કરી લો જેથી ચીક્કી નું થર બરાબર પથરાઈ જશે અને કૂકી પર ચીક્કી બરાબર સેટ થઈ જશે.

 

ઓવનમાંથી બેકિંગ ટ્રે બહાર કાઢી લો અને ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.

 

ઠંડી થઈ જાય એટલે બેકિંગ ટ્રે માંથી કૂકી ચીક્કી કાઢી લો અને પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

તાજે તાજી જ પીરસો અથવા એરટાઇટ બરણીમાં ભરી, ઠંડી અને સુકી જગ્યાએ રાખી દો. ફ્રીજમાં ના રાખો.

Preparation time 0 minutes

Cooking time 5 minutes

Baking time 15 minutes

Yield 10 pcs

 

Ingredients:

For Cookie:

Butter 50g

Powder Sugar 1 tbsp

Refined White Wheat Flour (Maida) 100g

 

For Chikki:

Sugar ¼ cup

Honey 1 tbsp

Butter 1 ts

Cream 1 tbsp

Cashew Nuts pieces ½ cup

 

Method:

For Cookie:

Lay parchment paper (baking paper) on a baking tray and keep it a side.

 

Take butter in a bowl. Butter should be at room temperature.

 

Add Powder Sugar in it and whisk it very well.

 

Then, add Refined White Wheat Flour in it gradually while mixing it well.

 

When mixed well, add approx.1 tbsp of cold water and knead stiff dough for Cookie.

 

Then, spread prepared dough to make a layer on baking tray with parchment paper.

 

Preheat oven and put prepared baking tray in preheated oven.

 

Bake for 15 to 20 minutes at 180°.

 

For Chikki:

In a pan, spread Sugar and put pan on a low flame to melt Sugar. Let Sugar melt without stirring.

 

When Sugar is almost melted, stir it and add Honey, Butter and Cream. Stir it well to mix well quickly and immediately switch off flame.

 

Then, add Cashew Nut Pieces and mix well. Chikki is ready.

 

Now, spread and make a layer of prepared Chikki on baked Cookies in a baking plate.

 

Preheat oven and put prepared baking tray again in preheated oven and bake for only 2 minutes at 180°. It will spread a layer of Chikki and set Chikki very well with Cookie.

 

Remove baking tray from oven and leave it for a while to cool off.

 

When cooled off, unmould from baking tray and cut in size and shape of choice.

 

Serve fresh or store in an airtight container in cool and dry place. Please, don’t store in fridge.

કોરડોઇ – અસામીઝ નાસ્તો / Kordoi – Assamese Snack

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

આ વાનગી આસામ – પુર્વ-ઉત્તરીય ભારતમાં આવેલા રાજ્યની છે. ઘઉ નો લોટ, હળવા મસાલા અને શાકભાજીનો ઉપયોગ કર્યો હોઇ, આ નાસ્તો તળેલો છતાં થોડો પૌષ્ટિક છે. ખાસ કરીને, જાન્યુઆરી મહીના આસપાસ આવતા એક મુખ્ય સાંસ્કૃતિક તહેવાર, માઘ બીહુ (ભોગલી બીહુ) ની ઉજવણી દરમ્યાન, આસામમાં આ નાસ્તો ઘર ઘરમાં બનાવવામાં આવે છે.

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

અજમા ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ગાજર ખમણેલું ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે લીલી અથવા લાલ ચટણી અને ચા

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ લો.

 

એમા લાલ મરચું પાઉડર, જીરું, અજમા અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એક પૅન માં ઘી અને તેલ એકીસાથે ગરમ કરો. ગરમ થાય એટલે તરત જ ઘઉના લોટમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ખમણેલા ગાજર અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ, કઠણ લોટ બાંધી લો અને અંદાજે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લો, બોલ બનાવો અને મધ્યમ ગોળ આકાર વણી લો.

 

બન્ને બાજુ અંદાજે ૧/૨ ઇંચ જેટલુ છોડી, ચપ્પુ વડે ૪ ઊભા કાપા પાડી લો. ખાસ ખ્યાલ રાખો કે પટ્ટી કાપવાની નથી. ગોળ વણેલી રોટલીમાં માત્ર કાપા જ પાડવાના છે. પાડેલા કાપા આડા રહે એ રીતે રોટલી રાખી, વાળીને રોલ બનાવી લો. રોલના બન્ને છેડા હાથ વડે દબાવીને બંધ કરી દો. એક બાજુ રાખી દો.

 

બાંધેલા બધા લોટમાંથી આ રીતે રોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા બધા રોલ, વારાફરતી, જરા આકરા તળી લો.

 

ઘરે બનાવેલી લીલી કે લાલ ચટણી અને મસાલેદાર ચા સાથે ગરમા ગરમ પીરસો.

 

માત્ર સમોસાં, પકોડા કે ભજીયા જ નહી, આ તળેલા, કરકરા કોરડોઇ પણ અવાર નવાર યાદ આવે એવા છે.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

This recipe comes from ASSAM – a north-eastern part of India. It is somehow healthy deep fried snack as Whole Wheat Flour, some mild spices and some vegetables are used. It is usually prepared in Assam during one of the main cultural festival – Magh Bihu (Bhogali Bihu) which comes around January.

 

Ingredients:

Whole Wheat Flour 1 cup

Red Chilli Powder 1 ts

Cumin Seeds 1 ts

Carom Seeds ½ ts

Salt to taste

Ghee 1 tbsp

Oil 1 tbsp

Onion finely chopped 1

Carrot grated ½

Fresh Coriander Leaves 1 tbsp

Oil to deep fry

 

Green or Red Chutney and Indian Tea for serving.

Method:

Take Whole Wheat Flour in a bowl. Add Red Chilli Powder, Cumin Seeds, Carom Seeds and salt. Mix well.

 

Heat Ghee and Oil in a pan. When heated, add to the Flour in a bowl. Mix well.

 

Add finely chopped Onion, grated Carrot and Fresh Coriander Leaves to Flour. Mix well.

 

Knead stiff dough adding water slowly as needed. Leave dough to rest for approx 10 minutes.

 

Pinch little dough. Make a small ball and squeeze between two palms to flatten it. Roll it in medium round shape.

 

Using a knife, make 4 cuts on the rolled flat bread leaving approx ½ inch space from both the ends. Please don’t cut through. Fold to roll it gently keeping cut lines horizontly. When rolled, squeeze both ends to enclose the roll. Keep a side.

 

Repeat to prepare number or rolls.

 

Heat Oil to deep fry.

 

Deep fry all prepared rolls to little dark brownish.

 

Serve fresh and hot with home made Green or Red Chutney and Indian Tea.

 

Not only Samosa, Pakoda or Fritters…

This deep fried Crispy Snack – KORDOI is also worth to crave for…

અલગ અલગ સ્વાદ ની પોપકૉર્ન / Flavoured Popcorn

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

કૅરૅમલ પોપકૉર્ન:

સામગ્રી:

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ૧/૨ ટી સ્પૂન

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧/૨ કપ

સોડા ચપટી

 

રીત:

તેલ અને ૧ ટી સ્પૂન જેટલું માખણ, એક પૅનમાં ગરમ કરો.

 

એમાં, મકાઇ ના દાણા ઉમેરી, સાંતડી લો.

 

પછી, પૅનને ઢાંકણ વડે ઢાંકી, મકાઇ ના દાણા ફોડી લો. (પોપ કરી લો). પોપકૉર્ન તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

હવે, બીજા એક પૅનમાં ખાંડ લઈ, મધ્યમ તાપે મુકો.

 

ખાંડ ઓગળી જાય એટલે એમાં, ૧/૨ ટી સ્પૂન જેટલું માખણ અને સોડા ઉમેરી, ઝડપથી મીક્ષ કરી, તરત જ તાપ પરથી હટાવી, તૈયાર કરેલી પોપકૉર્ન ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. કૅરૅમલ પોપકૉર્ન તૈયાર છે.

 

તૈયાર કરેલી કૅરૅમલ પોપકૉર્ન ને એક પ્લેટ પર છુટ્ટી કરીને ગોઠવી દો જેથી એકબીજા સાથે ચોંટી ના જાય. અંદાજીત ૫ મિનિટ માટે ઠંડી થવા માટે રાખી દો.

 

પછી, એક સર્વિંગ પ્લેટ માં લઈ, તાજે તાજી જ પીરસો.

 

ચોકલેટ પોપકૉર્ન:

સામગ્રી:

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ચોકલેટ છીણેલી ૧/૪ કપ

 

રીત:

એક પૅનમાં તેલ અને માખણ ગરમ કરો.

 

એમાં, મકાઇ ના દાણા ઉમેરી, સાંતડી લો.

 

પછી, પૅનને ઢાંકણ વડે ઢાંકી, મકાઇ ના દાણા ફોડી લો. (પોપ કરી લો). પોપકૉર્ન તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પછી તરત જ એમાં, છીણેલી ચોકલેટ ઉમેરી, ઝડપથી બરાબર મીક્ષ કરી દો. ચોકલેટ પોપકૉર્ન તૈયાર છે.

 

તૈયાર કરેલી ચોકલેટ પોપકૉર્ન ને એક પ્લેટ પર છુટ્ટી કરીને ગોઠવી દો જેથી એકબીજા સાથે ચોંટી ના જાય. અંદાજીત ૫ મિનિટ માટે ઠંડી થવા માટે રાખી દો.

 

પછી, એક સર્વિંગ પ્લેટ માં લઈ, તાજે તાજી જ પીરસો.

 

ચીઝ પોપકૉર્ન:

સામગ્રી:

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ડુંગળી પાઉડર ૧/૨ ટી સ્પૂન

લસણ પાઉડર ૧/૨ ટી સ્પૂન

સંચળ પાઉડર ૧/૨ ટી સ્પૂન

ચીઝ પાઉડર ૨ ટેબલ સ્પૂન

 

રીત:

લાલ મરચું પાઉડર, ડુંગળી પાઉડર, લસણ પાઉડર, સંચળ પાઉડર અને ચીઝ પાઉડર, બધુ એકીસાથે એક નાના બાઉલમાં લઈ, બરાબર મીક્ષ કરી, એક બાજુ રાખી દો.

 

એક પૅનમાં તેલ અને માખણ ગરમ કરો.

 

એમાં, મકાઇ ના દાણા ઉમેરી, સાંતડી લો.

 

પછી, પૅનને ઢાંકણ વડે ઢાંકી, મકાઇ ના દાણા ફોડી લો. (પોપ કરી લો). પોપકૉર્ન તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પછી તરત જ એમાં, મીક્ષ કરેલા મસાલા ઉમેરી, ઝડપથી બરાબર મીક્ષ કરી દો. ચીઝ પોપકૉર્ન તૈયાર છે.

 

પછી, તાજે તાજી જ પીરસો.

 

પીરી પીરી પોપકૉર્ન:

સામગ્રી:

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

પીરી પીરી મસાલા ૧ ટેબલ સ્પૂન

 

રીત:

એક પૅનમાં તેલ અને માખણ ગરમ કરો.

 

એમાં, મકાઇ ના દાણા ઉમેરી, સાંતડી લો.

 

પછી, પૅનને ઢાંકણ વડે ઢાંકી, મકાઇ ના દાણા ફોડી લો. (પોપ કરી લો). પોપકૉર્ન તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પછી તરત જ એમાં, પીરી પીરી મસાલા ઉમેરી, ઝડપથી બરાબર મીક્ષ કરી દો. પીરી પીરી પોપકૉર્ન તૈયાર છે.

 

પછી, તાજે તાજી જ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 2 Persons

 

Caramel Popcorn:

Ingredients:

Oil 1 ts

Butter 1 ½  ts

Corn 2 tbsp

Sugar ½ cup

Soda Pinch

 

Method:

Heat Oil and 1 ts of Butter in a pan.

 

Add Corn and sauté.

 

Then, cover the pan with a lid and pop the Corn. Popcorn is ready. Keep it a side.

 

Now, take Sugar in another pan and put it on medium flame.

 

When Sugar is melted, add ½ ts of Butter and Soda. Mix quickly and immediately remove from flame and mix prepared Popcorn. Caramel Popcorn is ready.

 

Spread prepared Caramel Popcorn on a plate to prevent sticking to each other. Leave it for approx. 5 minutes to cool off.

 

Then, take on a serving plate and serve fresh.

 

Chocolate Popcorn:

Ingredients:

Oil 1 ts

Butter 1 ts

Corn 2 tbsp

Chocolate shredded ¼ cup

 

Method:

Heat Oil and Butter in a pan.

 

Add Corn and sauté.

 

Then, cover the pan with a lid and pop the Corn.

 

Then, immediately add shredded Chocolate and mix well quickly. Chocolate Popcorn is ready.

 

Spread prepared Chocolate Popcorn on a plate to prevent sticking to each other. Leave it for approx. 5 minutes to cool off.

 

Then, take on a serving plate and serve fresh.

 

Cheese Popcorn:

Ingredients:

Oil 1 ts

Butter 1 ts

Corn 2 tbsp

Red Chilli Powder 1 ts

Onion Powder ½ ts

Garlic Powder ½ ts

Black Salt Powder ½ ts

Cheese Powder 2 tbsp

 

Method:

Take in a small bowl altogether, Red Chilli Powder, Onion Powder, Garlic Powder, Black Salt Powder and Cheese Powder. Mix well. Keep it a side.

 

Heat Oil and Butter in a pan.

 

Add Corn and sauté.

 

Then, cover the pan with a lid and pop the Corn.

 

Then, immediately add mixed spices and mix well. Cheese Popcorn is ready.

 

Then, serve fresh.

 

Peri Peri Popcorn:

Ingredients:

Oil 1 ts

Butter 1 ts

Corn 2 tbsp

Peri Peri Masala 1 tbsp

 

Method:

Heat Oil and Butter in a pan.

 

Add Corn and sauté.

 

Then, cover the pan with a lid and pop the Corn.

 

Then, immediately add Peri Peri Masala and mix well. Peri Peri Popcorn in ready.

 

Then, serve fresh.

ઘી કેક – પ્લેન કેક / Ghee Cake – Plain Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૩૦ મિનિટ

૫ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દુધ ૧/૨ કપ

ઘી ૧/૨ કપ

દહી ૧/૨ કપ

દળેલી ખાંડ ૧/૨ કપ

મિલ્ક પાઉડર ૧/૨ કપ

કોકો પાઉડર ૧/૪ કપ

મેંદો ૩/૪ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન

 

મોલ્ડ પર લગાવવા માટે ઘી

મોલ્ડ પર કોટિંગ માટે મેંદો

 

રીત :

એક બાઉલમાં એકીસાથે દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, કોકો પાઉડર, મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લો અને ચારણીથી ચાળી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક બાઉલમાં એકીસાથે દુધ, ઘી અને દહી લો. બરાબર મિક્સ કરો.એમાં ચાળેલી સામગ્રી ઉમેરો અને એકદમ હલાવીને બરાબર મિક્સ કરી દો.

 

કેક મોલ્ડ પર ઘી લગાવી દો અને મેંદો છાંટી કોટ કરી દો. આ મોલ્ડમાં કેક માટે તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પછી, ઓવનમાં ખીરું ભરેલું કેક મોલ્ડ મુકો અને ૨૦૦° પર ૩૦ મિનિટ માટે બેક કરી લો.

 

પછી, ઓવેનમાંથી બહાર કાઢી લઈ, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી કેક કાઢી લો અને સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

ઉજવણી છે ને..!! થોડી વાર માટે ડાયેટ ભુલી જાવ.. ઉજવણી કરો.. મુલાયમ ઘી કેક માણો..

Preparation time 10 minutes

Baking time 30 minutes

For 5 Persons

 

Ingredients:

Milk ½ cup

Ghee ½ cup

Curd ½ cup

Sugar Powder ½ cup

Milk Powder ½ cup

Coco Powder ¼ cup

Refined White Wheat Flour (Maida) ¾ cup

Baking Powder 1 ts

Baking Soda ¼ ts

 

Ghee for greasing moulds

Refined White Wheat Flour for dusting moulds

 

Method:

Take in a bowl all together, Sugar Powder, Milk Powder, Coco Powder, Refined White Wheat Flour, Baking Powder and Baking Soda. Sieve to mix well.

 

In another bowl, take Milk, Ghee and Curd all together. Mix well. Add sieved content and beat it so well.

 

Grease cake mould with Ghee and dust with Refined White Wheat Flour. Pour prepared batter in this mould.

 

Preheat oven. Put prepared mould in preheated oven.

 

Bake for 30 minutes at 200°.

 

Remove from the oven and unmould it.

 

Offend The Diet for a While…

 

While Celebration…Celebrate with PLAIN CAKE…

error: Content is protected !!