તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી:
પહેલા થર માટે (શાહી ટુકડા):
શાહી ટુકડા માટે:
બ્રેડ ૫ સ્લાઇસ
ખાંડ ૧/૨ કપ
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
રબડી માટે:
દુધ ૧/૨ લિટર
મીલ્ક પાઉડર ૩ ટેબલ સ્પૂન
ખાંડ ૧/૪ કપ
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
બીજા થર માટે (ગાજર નો હલવો):
ઘી ૧ ટેબલ સ્પૂન
ગાજર ખમણેલા ૨
મલાઈ ૧ ટેબલ સ્પૂન
ખાંડ ૧/૨ કપ
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
સજાવટ માટે કાજુ અને બદામ ની કતરણ, કાળી દ્રાક્ષ
રીત:
પહેલા થર માટે:
શાહી ટુકડા માટે:
એક પૅન માં ખાંડ લો અને ખાંડ ડુબે એટલુ જ પાણી ઉમેરો.
ખાંડ ઓગળી જાય ફક્ત એટલુ જ ઉકાળી, ચાસણી તૈયાર કરી લો.
એમાં, એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
હવે, બ્રેડ ની બધી સ્લાઇસ ને ગોળ આકાર માં કાપી લો અને બધા ટુકડાને ઘી માં સેકી લો.
પછી, બધા ટુકડાને, તૈયાર કરેલી ચાસણીમાં ૩ થી ૫ મિનિટ માટે રાખી, કાઢી લો અને એક બાજુ રાખી દો.
રબડી માટે:
એક પૅન માં દુધ લો અને એમાં મીલ્ક પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.
પછી, અંદાજીત અડધું દુધ બળી જાય ત્યાં સુધી, ઉકાળો. ઉભરાય ના જાય અને પૅન ના તળીયે બળી ના જાય એ માટે જરૂર મુજબ થોડી થોડી વારે હલાવતા રહેવું.
પછી, ખાંડ અને એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
ઠંડુ થવા માટે એક બાજુ રાખી મુકો.
બીજા થર માટે (ગાજર નો હલવો):
એક પૅનમાં ઘી ગરમ કરો.
એમાં, ગાજરનું ખમણ ઉમેરી, સાંતડી લો.
સાંતડાઈ જાય એટલે મલાઈ ઉમેરી, ઢાંકણ ઢાંકી, બરાબર પકાવી લો. પૅનના તળીયે બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહેવું.
ગાજર બરાબર પાકી જાય એટલે ખાંડ અને એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો અને ધીમે તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.
પછી, મીલ્ક પાઉડર ઉમેરી, ૧ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.
હવે, કાજુ, બદામ અને કાળી દ્રાક્ષ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
ઠંડુ થવા માટે એક બાજુ રાખી મુકો.
પીરસવા માટે:
બ્રેડના બધા ટુકડાઓને અંદાજીત ૫ મિનિટ માટે રબડીમાં ડુબાડી રાખો.
એક મોટો સર્વિંગ ગ્લાસ લો. એમાં, રબડીમાં ડુબાડેલો બ્રેડનો ૧ ટુકડો મુકો.
એની ઉપર થોડી રબડી રેડી દો અને થોડો સુકો મેવો ભભરાવી દો.
હવે, એની ઉપર, ગાજર ના હલવાનું થર પાથરી દો અને થોડો સુકો મેવો ભભરાવી દો.
ફરી, રબડીમાં ડુબાડેલો બ્રેડનો ૧ ટુકડો મુકો.
એની ઉપર થોડી રબડી રેડી દો અને થોડો સુકો મેવો ભભરાવી દો.
હવે ફરી, એની ઉપર, ગાજર ના હલવાનું થર પાથરી દો અને થોડો સુકો મેવો ભભરાવી દો.
તાજગીસભર સ્વાદ માટે, તૈયાર કરીને તરત જ પીરસી દો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
For 4 Persons
Ingredients:
For First Layer (Shahi Tukda):
For Shahi Tukda:
Bread 5 slices
Sugar ½ cup
Cardamom Powder ½ ts
For Rabdi:
Milk 500 ml
Milk Powder 3 tbsp
Sugar ¼ cup
Cardamom Powder ½ ts
For Second Layer (Gajar no Halvo / Carrot Halvo):
Ghee 1 tbsp
Carrots grates 2
Cream 1 tbsp
Sugar ½ cup
Cardamom Powder ½ ts
Cashew Nuts chips, Almond chips, Black Raisins for garnishing
Method:
For First Layer:
For Shahi Tukda:
Take Sugar in a pan and add water only enough to cover Sugar in pan.
Boil it just to melt Sugar to prepare Sugar Syrup.
Add Cardamom Powder. Mix well.
Now, cut all Bread slices in round shape, and pan fry them in Ghee.
Then, dip them in prepared Sugar syrup for 3 to 5 minutes and keep a side.
For Rabdi:
Take Milk in a pan. Add Milk Powder and mix well.
Then, boil it until almost half of Milk is burnt away. Stir when needed to prevent boil over and burning at the bottom of pan.
Then, add Sugar and Cardamom Powder. Mix well.
Keep it aside to cool off.
For Second Layer (Gajar no Halvo / Carrot Halvo):
Heat Ghee in a pan.
Add grated Carrot and sauté.
When sautéed, add Cream and cover with a lid. Cook it well. Stir occasionally to prevent burning at bottom of pan.
When Carrot is cooked well, add Sugar and Cardamom Powder. Mix well. Continue cooking on low flame for 2-3 minutes.
Then, add Milk Powder and continue cooking 1 minute more. Then, remove from flame.
Now, add Cashew Nuts, Almond and Black Raisins. Mix well. Keep it aside to cool off.
Assembling:
Dip all Bread pieces in prepared Rabdi for approx. 5 minutes.
Take a big serving glass. Put a piece of Bread dipped in Rabdi.
Pour little Rabdi on it and sprinkle few pieces of dry fruits.
Now, on it, make layer of Carrot Halvo. Sprinkle few pieces of dry fruits.
Again, put a piece of Bread dipped in Rabdi.
Pour little Rabdi on it and sprinkle few pieces of dry fruits.
Now again, on it, make layer of Carrot Halvo. Sprinkle few pieces of dry fruits.
Serve immediately after assembling to have fresher taste.