તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
બેકિંગ માટે ૨૫ મિનિટ
૪૦૦ ગ્રામ પ્રોટીન પાઉડર અને ૧૦ કૂકીસ
સામગ્રી :
પ્રોટીન પાઉડર માટે :
સોયા બીન્સ ૧/૨ કપ
ઘઉ ૧/૨ કપ
ચણા દાળ ૧/૨ કપ
કાજુ ૧/૪ કપ
બદામ ૧/૪ કપ
ખાંડ ૧/૪ કપ
કોકો પાઉડર ૪ ટેબલ સ્પૂન
બૉરબોન કૂકીસ માટે :
માખણ ૭૫ ગ્રામ
દળેલી ખાંડ ૫૦ ગ્રામ
ઘઉ નો લોટ ૭૫ ગ્રામ
પ્રોટીન પાઉડર (તૈયાર કરેલો) ૨૫ ગ્રામ
દુધ ૧ ટેબલ સ્પૂન
સજાવટ માટે દુધ
રીત :
પ્રોટીન પાઉડર માટે :
એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.
એની પર સોયા બીન્સ અને ઘઉ, કોરા સેકી લો.
સોયા બીન્સ અને ઘઉ, સેકાઈ ને આછા ગુલાબી થઈ જાય એટલે એમાં ચણા દાળ, કાજુ અને બદામ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે સેકો. કોઈ સામગ્રી બળીને કાળી ના થી જાય એ ખાસ કાળજી રાખવી. એ માટે ધીરે ધીરે સતત હલાવતા રેવું.
બધુ બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
સેકેલી સામગ્રી મોટી પ્લેટ અથવા સૂકા કપડાં ઉપર પાથરી દો અને ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી, આ બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો. એમાં ખાંડ ઉમેરો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.
એમાં, કોકો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.
પ્રોટીન પાઉડર તૈયાર છે.
એક એરટાઇટ બરણીમાં ભરી દો. જરૂર હોય ત્યારે ઉપયોગમાં લો.
બૉરબોન કૂકીસ માટે :
એક બાઉલમાં માખણ અને દળેલી ખાંડ લો. એકદમ ફીણી લો.
પછી એમા, ઘઉ અને પ્રોટીન પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
પછી એમા દુધ ઉમેરી, લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી એક મોટો બોલ બનાવો અને પ્લાસ્ટીક પર મુકી જાડો અને ગોળ આકાર વણી લો. એની ઉપર ખાંડ છાંટી દો.
એમાંથી પસંદ મુજબ સાઇઝ અને આકારની કૂકીસ કાપી લો.
બધી કૂકીસ, એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.
ઓવન ૧૮૦° પર પ્રી-હીટ કરી લો.
કૂકીસ ગોઠવેલી બેકિંગ ડીશ ઓવનમાં મુકી, ૧૮૦° પર ૨૦ થી ૨૫ મિનિટ માટે બૅક કરી લો.
જાતે જ બનાવેલો અસલી અને સુદ્ધ પ્રોટીન પાઉડર અને પ્રોટીનયુક્ત બૉરબોન કૂકીસ.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Baking time 25 minutes
Yield 400g Protein Powder / 10 Cookies
Ingredients:
For Protein Powder:
Soya Beans ½ cup
Whole Wheat granules ½ cup
Skinned and Split roasted Gram ½ cup
Cashew Nuts ¼ cup
Almonds ¼ cup
Sugar ¼ cup
Coco Powder 4 tbsp
For Bourbon Cookies:
Butter 75 g
Sugar Powder 50 g
Whole Wheat Flour 75 g
Protein Powder (prepared) 25 g
Milk 1 tbsp
Sugar for garnishing
Method:
For Protein Powder:
Pre-heat a non-stick pan on low flame. Pour Soya Beans and Whole Wheat granules and roast to brownish. When roasted to brownish, add Skinned and Split roasted Gram, Cashew Nuts and Almonds. Continue roasting on low flame while stirring slowly taking care of not burning any stuff to black. When roasted, remove the pan from the flame and spread on an open plate or a dry cloth and leave for few minutes to cool down.
Then, Take the cooled down mixture in a dry grinding jar of your mixer. Add Sugar and Coco Powder. Grind it to very fine powder. Remove the ground powder in a bowl.
Protein Powder is ready. It can be stored to use anytime later.
For Bourbon Cookies:
Take Butter and Sugar Powder in a mixing bowl and whisk it very well.
Add Whole Wheat Flour and Protein Powder. Mix well.
Add Milk and knead dough. Prepare a big ball of dough. Put it on a plastic sheet and roll it in thick big round shape. Sprinkle Sugar on it.
Cut in small pieces of shape of your choice.
Arrange all pieces on a baking dish.
Preheat oven on 180°.
Bake cookies for 20-25 minutes on 180°.
Enjoy Homemade Real Protein and Protein Rich Bourbon Cookies…