હૈદરાબાદી ખીચડી વિથ ખટ્ટા / Hyderabadi Khichdi with Khatta

હૈદરાબાદી ખીચડી વિથ ખટ્ટા / Hyderabadi Khichdi with Khatta

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ખીચડી માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૨

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪

એલચી ૨

મરી આખા ૩

શાહી જીરું ૧ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

ડુંગળી સ્લાઇસ કરેલી ૧

આદુ-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

દહી ૧/૨ કપ

મસુદ દાળ પલાળેલી ૧/૨ કપ

ચોખા પલાળેલા ૧/૨ કપ

ફુદીનો ૧૦ પાન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

 

ખટ્ટા માટે :

તેલ ૧ ટી સ્પૂન

ડુંગળી સ્લાઇસ કરેલી ૧

આમલી નો પલ્પ ૩ ટેબલ સ્પૂન

ફુદીનો સમારેલો ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

આદુ-લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સેકેલા તલ નો પાઉડર ૫૦ ગ્રામ

સેકેલા સીંગદાણા નો પાઉડર ૫૦ ગ્રામ

મીઠુ સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

લીમડો ૫ પાન

 

પીરસવા માટે કેળ નું પાન

 

રીત :

ખીચડી માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમા તમાલપત્ર, તજ, લવિંગ, એલચી, આખા મરી અને શાહી જીરું ઉમેરો અને ૩૦ થી ૪૦ સેકંડ માટે સાંતડો.

 

પછી, ડુંગળી ની સ્લાઇસ, જીણા સમારેલા મરચા, આદુ-લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

પછી, હળદર, દહી, મીઠુ, પલાળેલી મસુદ દાળ, પલાળેલા ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, ૩ કપ જેટલુ પાણી, ફુદીનો અને ધાણાભાજી ઉમેરો. થોડું હલાવો અને મધ્યમ તાપે ઉકાળો. પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે તળિયા સુધી ચમચો ફેરવીને હલાવતા રહો.

 

ચોખા અને મસુદ દાળ બરાબર પાકી જાય એલતે તાપ પરથી પૅન હટાવી લો.

 

હૈદરાબાદી ખીચડી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ખટ્ટા માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે  તેલ ગરમ કરો.

 

એમા ડુંગળી ની સ્લાઇસ, આમલી નો પલ્પ, સમારેલો ફુદીનો અને ધાણાભાજી, આદુ-લસણ ની પેસ્ટ, સેકેલા તલ નો પાઉડર, સેકેલા સીંગદાણા નો પાઉડર ઉમેરો અને સાંતડો.

 

પછી, ૨ કપ જેટલુ પાણી અને મીઠુ ઉમેરો. એકદમ ઉકાળી લો.

 

ખટ્ટા તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા જીરું, જીણા સમારેલા મરચા અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે તરત જ, તૈયાર કરેલા ખટ્ટામાં આ વઘાર ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો.

 

પીરસવા માટે :

તૈયાર કરેલી હૈદરાબાદી ખીચડીમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

 

કેળ નું પાન બરાબર ધોઈ, સાફ કરી, એના ઉપર તૈયાર કરેલી હૈદરાબાદી ખીચડી પીરસો અને બાજુમાં એક વાટકીમાં ખટ્ટા પીરસો.

 

સહેલાઈ થી હજમ થઈ જાય એવી હૈદરાબાદી ખીચડી સાથે ખટ્ટા નો ખાસ સ્વાદ માણો.

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

 

Ingredients:

For Khichdi

Oil 2 tbsp

Cinnamon Leaves 2

Cinnamon 1 pc

Clove Buds 4

Cardamom 2

Black Pepper 3 granules

Caraway Seeds 1 ts

Green Chilli finely chopped 2

Onion slices of 1 onion

Ginger-Garlic Paste 1 tbsp

Turmeric Powder ½ ts

Salt to taste

Curd ½ cup

Red Lentils (soaked) ½ cup

Rice (soaked) ½ cup

Fresh Mint Leaves 10

Fresh Coriander Leaves 1 tbsp

Ghee 1 tbsp

For Khatta:

Oil 1 ts

Onion slices of 1 onion

Tamarind Pulp 3 tbsp

Fresh Mint Leaves chopped 1 tbsp

Fresh Coriander Leaves chopped 1 tbsp

Ginger-Garlic Paste 1 ts

Roasted Sesame Seeds Powder 50 g

Roasted Peanuts Powder 50 g

Salt to taste

For Tempering:

Oil 1 ts

Cumin Seeds ½ ts

Green Chilli finely chopped 2

Curry Leaves 5

 

Banana Leaf for serving.

 

Method:

For Khichdi:

Heat Oil in a pan on low-medium flame. Add Cinnamon Leaves, Cinnamon, Clove Buds, Cardamom, Black Pepper and Caraway Seeds. Saute for 30-40 seconds. Add Onion slices, finely chopped Green Chilli, Ginger-Garlic Paste and sauté. Add Turmeric Powder, Curd, Salt, soaked Red Lentils, soaked Rice and mix well. Add 3 cups of water, Fresh Mint Leaves and Fresh Coriander Leaves. Stir a bit and boil it on medium heat. Stir to the bottom of the pan occasionally to prevent sticking the stuff at the bottom of the pan. Cook till Rice and Red Lentils are cooked well. Remove the pan from the flame. Keep it a side to serve later.

 

For Khatta:

Heat Oil in a pan on low-medium flame. Add Onion slices, Tamarind Pulp, chopped Fresh Mint Leaves and Fresh Coriander Leaves, Ginger-Garlic Paste, Roasted Sesame Seeds Powder, Roasted Peanuts Powder and sauté. Add 2 cups of water and Salt. Boil it well. Keep it a side.

 

For Tempering:

Heat Oil in a pan. Add Cumin Seeds, finely chopped Green Chilli and Curry Leaves. When spluttered, add this tempering in to prepared Khatta and mix well.

 

Serving:

Add Ghee in prepared Khichdi and mix well.

 

Serve Khichdi on Banana Leaf with Khatta in a bowl.

 

Enjoy Yummy and Easy to Digest

Hyderabadi Khichdi

with Delicious

Khatta… 

1 Comment

  • Vibha pujara

    April 13, 2022 at 5:09 PM Reply

    Very nice recipe I like

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!