તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૮ સેન્ડવિચ
સામગ્રી:
ઢોસા માટે:
ઢોસા નું ખીરું ૧ કપ
મીઠું સ્વાદ મુજબ
ઢોસા ફ્રાય કરવા માટે માખણ
પુરણ માટે:
માખણ ૧ ટી સ્પૂન
ડુંગળી સ્લાઇસ કાપેલી ૧ ડુંગળી ની
કોબી સમારેલી ૧/૨ કપ
કેપ્સિકમ સમારેલા ૧/૨ કપ
ગાજર ખમણેલું ૧/૨ કપ
ચાટ મસાલો ૧ ટી સ્પૂન
લાલ મરચાંનો સૉસ ૧ ટેબલ સ્પૂન
મેયોનેઝ ૧ ટેબલ સ્પૂન
ચીઝ જરૂર મુજબ
રીત:
ઢોસા માટે:
ઢોસા ના ખીરામાં મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
ઢોસા ના તવાને ગરમ કરી લો.
૧/૨ કપ જેટલું ઢોસા નું ખીરું ગરમ થયેલા તવ પર રેડી, તરત જ ઝડપથી નાનું ગોળાકાર (અંદાજીત ૩” વ્યાસ નું) અને થોડું જાડુ થર પાથરી દો.
એ થર ની કિનારી પર ફરતું થોડું માખણ રેડી દો. નીચેની બાજુ આછી ગુલાબી થઈ જાય એટલે તવા પરથી હટાવી લો. ઢોસા તૈયાર છે. એક બાજુ રાખી દો.
આ જ રીતે બીજો ઢોસા તૈયાર કરી લો.
પુરણ માટે:
એક પૅનમાં માખણ ગરમ કરો.
એમાં, ડુંગળી ની સ્લાઇસ, સમરેલી કોબી, કેપ્સિકમ અને ખમણેલું ગાજર ઉમેરી, સાંતડી લો.
અધકચરું સાંતડાય જાય એટલે ચાટ મસાલો, લાલ મરચાં નો સૉસ અને મેયોનેઝ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો અને પૅનને તાપ પરથી હટાવી લો. શાકભાજી અધકચરા જ પકાવવા, એકદમ નરમ થઈ જાય એટલું ના પકાવવું.
સેન્ડવિચ માટે:
સેન્ડવિચ ટોસ્ટર ને ગરમ કરી લો અને પછી એના પર થોડું માખણ લગાવી દો.
સેન્ડવિચ ટોસ્ટર માં એક ઢોસા મુકો.
એની ઉપર, તૈયાર કરેલું પુરણ પાથરી દો.
એની ઉપર થોડું ચીઝ ભભરાવી દો.
એની ઉપર બીજો ઢોસા મુકી દો.
હવે, સેન્ડવિચ ને ટોસ્ટ કરી લો. બહુ ટોસ્ટ ના કરવી, નહી તો ઢોસા બળી જશે. ઢોસા ને આછા ગુલાબી જેવા ફ્રાય કરેલા જ છે.
ઢોસા સેન્ડવિચ તાજી અને ગરમા ગરમ પીરસો.
Preparation time 15 minutes
Cooking time 15 minutes
Yield 8 Sandwich
Ingredients:
For Dosa:
Batter for Dosa 1 cup
Salt to taste
Butter to fry Dosa
For Stuffing:
Butter 1 ts
Onion slices of 1 Onion
Cabbage chopped ½ cup
Capsicum chopped ½ cup
Carrots grated ½ cup
Chat Masala 1 ts
Red Chilli Sauce 1 tbsp
Mayonnaise 1 tbsp
Cheese as needed
Method:
For Dosa:
Add Salt to Batter of Dosa and mix well.
Preheat Dosa fry pan.
Pour half cup Batter for Dosa on preheated pan. Spread it immediately and quickly to make a small round (approx. 3” diameter) and bit thick layer.
Pour Butter all around and remove from the pan when the side beneath is fried to light brownish. Dosa is ready. Keep it a side.
Repeat to prepare another Dosa.
For Stuffing:
Heat Butter in a pan.
Add Onion slices, chopped Cabbage, Capsicum, grated Carrots and sauté.
When partially sautéed, add Chat Masala, Red Chilli Sauce and Mayonnaise and mix well. Remove pan from flame. Please make sure not to cook to soften vegetables. They should remain partially cooked.
For Sandwich:
Preheat a sandwich toaster. Then grease it with littler butter.
Put one Dosa on sandwich toaster.
Put prepared stuffing, spreading on that Dosa.
Sprinkle Cheese on it.
Put another Dosa on it to cover it.
Toast the sandwich. Please don’t toast to full as it may burn Dosa since Dosa is already pan fried to light brownish.
Serve Fresh and Hot.