તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૬ સર્વિંગ
સામગ્રી :
મસુર દાળ ૧/૪ કપ
બટેટા બાફેલા છુંદેલા ૧
તેલ ૨ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
હિંગ ચપટી
ડુંગળી જીણી સમારેલી ૧
લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન
મરચા જીણા સમારેલા ૧
ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન
આમચુર ૧ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
દારીયા દાળ નો પાઉડર જરૂર મુજબ
મીઠુ સ્વાદ મુજબ
સાથે પીરસવા માટે કેચપ અને ઘરે બનાવેલી લીલી ચટણી
રીત :
આશરે ૨ કલાક માટે મસુર દાળ પલાળી દો.
પછી, થોડા પાણી સાથે બાફી લો.
એક પૅન માં તેલ ગરમ કરો.
એમા જીરું, હિંગ, જીણી સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ, જીણા સમારેલા મરચા ઉમેરો અને બરાબર સાંતડી લો.
પછી, એક બાઉલમાં આ મિશ્રણ લઈ લો અને ઠંડુ થવા થોડી વારે રાખી મુકો.
પછી, બાફેલી મસુર દાળ અને બાફેલા છુંદેલા બટેટા ઉમેરો.
ધાણાભાજી, આમચુર, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ દારીયા દાળ નો પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી કટલેટ માટેનું મિક્સચર તૈયાર કરી લો.
મિક્સચરમાંથી નાનો લુવો લો, બોલ બનાવો, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી ચપટો આકાર આપો અથવા કટલેટ મોલ્ડ વડે બધી કટલેટ તૈયાર કરી લો.
તવા ઉપર થોડું તેલ મુકી, વારાફરતી, બધી કટલેટ, આછી ગુલાબી શેલૉ ફ્રાય કરી લો.
કેચપ અથવા ઘરે બનાવેલી લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
યમ્મી અને હેલ્થી, મસુર દાળ કટલેટ મમળાવો અને મજા કરો.
Preparation time: 10 minutes
Cooking time: 10 minutes
Servings: 6
Ingredients:
Red Lentils (Masoor Dal) ¼ cup
Potato boiled and mashed 1
Oil 2 ts
Cumin Seeds ½ ts
Asafoetida Powder Pinch
Onion finely chopped 1
Garlic Paste ½ ts
Green Chiili finely chopped 1
Fresh Coriander Leaves chopped 1 tbsp
Mango Powder 1 tbsp
Garam Masala ½ ts
Roasted Gram Powder as needed
Salt to taste
Ketchup and home made Green Chutney for serving
Method:
Soak Red Lentils for 2 hours.
Then, boil it with little water.
Heat Oil in a pan. Add Cumin Seeds, Asafoetida Powder, finely chopped Onion, Garlic Paste and finely chopped Green Chilli. Sauté well.
Take this mixture in a mixing bowl and leave it to cool off.
Add boiled Red Lentils and mashed Potato.
Add Fresh Coriander Leaves, Mango Powder, Garam Masala and Salt. Mix well.
Add and mix Roasted Gram Powder as needed to prepare Cutlet mixture.
Take a small lump of prepared Cutlet mixture. Make a ball and press and pet lightly to give a cutlet shape or use Cutlet mould. Mould number of Cutlets.
Shallow fry all moulded Cutlets to light brownish.
Serve hot with Ketchup and home made Green Chutney.
Enjoy Yummy and Healthy Masoor Dal Cutlets…