તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ઘી ૩ ટેબલ સ્પૂન
મંગોડી ૧ કપ
(રાજસ્થાની વડી, મગ ની દાળ ની વડી, મંગોડી, તૈયાર મળે છે)
રાય ૧/૨ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
સુકા લાલ મરચા ૨-૩
લીમડો સમારેલો ૪-૫ પાન
હિંગ ચપટી
ડુંગળી સમારેલી ૧
મરચા સમારેલા ૨-૩
મેથી ની ભાજી ૨ કપ
ટમેટા સમારેલા ૧
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
હળદર ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ધાણાભાજી
રીત :
એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.
એમા મંગોડી ઉમેરો અને ધીરે ધીરે હલાવી, બરાબર સેકી લો. એક બાજુ રાખી દો.
બીજા એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.
એમા રાય, જીરું, સુકા લાલ મરચા, લીમડો અને હિંગ ઉમેરો.
તતડે એટલે સમારેલી ડુંગળી અને મરચા ઉમેરો.
ડુંગળી અને મરચા નરમ થઈ જાય એટલે મેથી ની ભાજી, સમારેલા ટમેટા, લાલ મરચું પાઉડર, હળદર, મીઠુ અને સેકેલી મંગોડી ઉમેરો. બરાબર મિક્સ કરો.
૧/૨ કપ જેટલુ પાણી ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી, ધીમા તાપે પકાવો.
વધારાનું પાણી બળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
પછી, એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.
એની ઉપર ધાણાભાજી છાંટી દો.
રોટલી અથવા ભાત સાથે ગરમ ગરમ પીરસો.
વાહ..!!! શું મંગોડી છે..!!! મસ્ત મંગોડી.. મેથી મંગોડી.
Preparation time 5 minutes
Cooking time 10 minutes
For 2 Persons
Ingredients:
Ghee 3 tbsp
Mangodi 1 cup
(Rajasthani Green Gram Wadi / Mangodi – Readily available in the market)
Mustard Seeds ½ ts
Cumin Seeds ½ ts
Dry Red Chilli 2-3
Curry Leaves chopped 4-5
Asafoetida Powder Pinch
Onion chopped 1
Green Chilli chopped 2-3
Fresh Fenugreek Leaves 2 cup
Tomato chopped 1
Red Chilli Powder 1 ts
Turmeric Powder 1 ts
Salt to taste
Fresh Coriander Leaves
Method:
Heat 2 tbsp of Ghee in a pan on low flame. Add Mangodi and stir slowly to roast well. Keep a side.
Heat 1 tbsp of Ghee in another pan on low flame. Add Mustard Seeds, Cumin Seeds, Dry Red Chilli, Curry Leaves and Asafoetida Powder. When spluttered, add chopped Onion and Green Chilli. When softens, add Fresh Fenugreek Leaves, chopped Tomato, Red Chilli Powder, Turmeric Powder, Salt and roasted Mangodi. Mix well, add ½ cup of water and continue cooking on low flame while stir occasionally. When excess water is burnt away, remove the pan from the flame.
Take it on a serving plate.
Sprinkle Fresh Coriander Leaves.
Serve Hot with Roti or Rice.
Wow…What a Mangodi…!!!…Magnificent Mangodi…Methi Mangodi…