તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
બેસન ૧/૨ કપ
ખાટી છાસ ૧ ૧/૨ કપ
હળદર ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
પીરી પીરી મસાલા ૧ ટી સ્પૂન
માખણ ૧ ટેબલ સ્પૂન
લસણ સમારેલું ૧ ટી સ્પૂન
લીલા મરચાં સમારેલા ૧ ટી સ્પૂન
તલ ૧ ટી સ્પૂન
સજાવટ માટે કેચપ અને ધાણાભાજી
રીત :
એક પૅન માં છાસ લો.
એમાં મીઠું અને હળદર ઉમેરી, બરાબર મીક્ષ કરો.
બેસન ઉમેરી, બરાબર મીક્ષ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું.
હવે આ પૅન ધીમા તાપે મુકો. ઘાટું થઈ જાય ત્યાં સુધી ધીરે ધીરે હલાવતા રહી પકાવો.
જરા ઠંડુ થવા રાખી મુકો.
ગાંઠીયા મેકર અથવા કીચનપ્રેસમાં ભરી લો.
સર્વિંગ પ્લેટ માં બરાબર પથરાઈ જાય એ રીતે ગાંઠીયા પાડી લો.
એની ઉપર પીરી પીરી મસાલો છાંટો.
ખાંડવી તૈયાર છે. એક બાજુ રાખી દો.
એક પૅનમાં માખણ ગરમ કરો.
એમાં સમારેલું લસણ, મરચાં અને તલ ઉમેરો.
તતડે એટલે તરત જ આ વઘાર, સર્વિંગ પ્લેટ પર ખાંડવી ઉપર બરાબર ફેલાવીને રેડી દો.
એની ઉપર કેચપ અને ધાણાભાજી છાંટી દો.
ચાખો, ગુજરાતી બા (મમ્મી) ના હાથનો જાદુઇ સ્વાદ.
Preparation time 2 minutes
Cooking time 20 minutes
For 2 Persons
Ingredients:
Gram Flout ½ cup
Buttermilk sour 1 ½ cup
Turmeric Powder ½ ts
Salt to taste
Piri Piri Masala 1 ts
Butter 1 tbsp
Garlic chopped 1 ts
Green Chilli chopped 1 ts
Sesame Seeds 1 ts
Ketchup and Fresh Coriander Leaves for garnishing
Method:
Take Buttermilk in a pan. Add Salt and Turmeric Powder and mix well. Add Gram Flour and mix well. Make sure of no lump.
Put the pan with prepared mixture on low flame. Cook it while stirring until it becomes thick.
Leave it to cool off somehow.
Fill it in Gathiya Maker or Kitchen Press with medium size whole plate.
Fall thick vermicelli (Gathiya) on a serving plate spreading all over the plate.
Sprinkle Piri Piri Masala.
Khandvi is ready. Keep it a side.
Heat Butter in a pan. Add chopped Garlic, Green Chilli and Sesame Seeds. When spluttered, pour this tempering on prepared Khandvi.
Sprinkle Ketchup and Fresh Coriander Leaves to garnish.
Taste Traditional Gujarati Mamma’s Finger…