વરાળીયુ / કાઠીયાવાડી વરાળીયુ ભરેલું મીક્ષ શાક / Varadiyu / Kathiyawadi Steamed Stuffed Mix Vegetables

વરાળીયુ / કાઠીયાવાડી વરાળીયુ ભરેલું મીક્ષ શાક / Varadiyu / Kathiyawadi Steamed Stuffed Mix Vegetables

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૪૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પુરણ માટે:

ચવાણું ૧ કપ

ચણા નો લોટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૨ ટેબલ સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી બારીક સમારેલી ૨ ટેબલ સ્પૂન

લીલું લસણ બારીક સમારેલું ૨ ટેબલ સ્પૂન

 

શાક માટે:

બટેટી ૪

નાની ડુંગળી ૪

નાના ટમેટા ૪

નાના કારેલા ૪

નાના રીંગણા ૪

તાજા લાલ મરચા ૪

ફુલકોબી ૧૦૦ ગ્રામ

સરગવા ની સીંગ ૨

લસણ ની કળી (ફોતરાં સાથે) ૪

 

ગ્રેવી માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

તમાલપત્ર ૧

લીમડા ના પાન ૫

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી ની પેસ્ટ ૧/૪ કપ

ટમેટા ની પેસ્ટ ૧/૨ કપ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

અન્ય સામગ્રી:

લેમનગ્રાસ

લીમડો ડાળખી સાથે

ફુદીનો ડાળખી સાથે

કપડું

 

રીત:

પુરણ માટે:

મીક્ષર ની એક જારમાં ચવાણું લો અને એકદમ પીસી લો. પછી એને એક બાઉલમાં લઈ લો.

 

એમાં, પુરણ માટેની બીજી બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

શાક માટે:

બટેટી ની છાલ ઉતારી, કાપા પાડી દો.

 

નાની ડુંગળી ની છાલ ઉતારી, કાપા પાડી દો.

 

નાના ટમેટા ને ઉપરના ભાગેથી થોડા કાપી, અંદરથી બધો માવો કાઢી નાખો.

 

કારેલા ની છાલ ઉતારી, કાપા પાડી, અંદરથી બધા બી કાઢી નાખો.

 

નાના રીંગણા ના ડીટયા કાપી નાખી, રીંગણા માં કાપા પાડી દો.

 

તાજા લાલ મરચા માં કાપા પાડી દો.

 

ફુલકોબી ના મોટા ટુકડા કાપી લો.

 

સરગવા ની સીંગ ના અંદાજીત ૨ ઇંચ જેવડા ટુકડા કાપી લો.

 

હવે, બટેટી, નાની ડુંગળી, નાના ટમેટા, કારેલા, નાના રીંગણા અને તાજા લાલ મરચાં માં પાડેલા કાપામાં પુરણ ભરી દો.

 

હવે, માટીના એક મોટા વાસણમાં, અંદર વચ્ચે, સ્ટેન્ડ માટે એક કાંઠલો અથવા નાનું તપેલું મુકો. માટીના વાસણમાં ૨ ગ્લાસ જેટલું પાણી ભરી દો. પછી, એની ઉપર લેમનગ્રાસ પાથરી દો. એની ઉપર, ડાળખી સાથે લીમડો અને ફુદીનો પાથરી દો.

 

હવે, માટીના વાસણને તાપ પર મુકી, અંદર ભરેલા પાણીમાંથી વરાળ થવા લાગે એટલુ ગરમ કરો.

 

વરાળ થવા લાગે એટલે તરત જ, માટીના વાસણમાં પાથરેલા લીમડા અને ફુદીના ની ઉપર, એક કપડું પાથરી દો.

 

હવે એ કપડાં ઉપર સૌથી પહેલા ભરેલી બટેટી ગોઠવી દો. પછી, એક પછી એક ક્રમમા, ભરેલા રીંગણા, કારેલા, લસણ ની કળી (ફોતરાં સાથે) અને નાની ડુંગળી ગોઠવી દો. પછી, ફુલકોબીના ટુકડા ગોઠવી દો અને એની ઉપર થોડું પુરણ ભભરાવી દો. પછી, સરગવા ની સીંગ ના ટુકડા ગોઠવી, ફરી થોડું પુરણ ભભરાવી દો. પછી, બધી બાજુથી કપડું વાળી, ગોઠવેલા બધા શાકને કપડાં વડે ઢાંકી દો. પછી, માટીના વાસણ પર ઢાંકણ ઢાંકી, ધીમા તાપે પકાવો.

 

જ્યારે બધા શાક પાકી જવા ની તૈયારીમાં હોય (લગભગ ૭૫% પાકી જાય), ત્યારે શાક પર વાળેલું કપડું ખોલી, ભરેલા ટમેટા અને તાજા લાલ મરચાં ગોઠવી દો. ફરી, બધી બાજુથી કપડું વાળી, શાક ઢાંકી દો અને ફરી માટીના વાસણને ઢાંકણ વડે ઢાંકી, બધા શાક બરાબર પાકી જાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

 

એ દરમ્યાન ગ્રેવી તૈયાર કરી લો.

 

ગ્રેવી માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

ગરમ તેલમાં રાય, જીરું, તમાલપત્ર અને લીમડો ઉમેરો. તતડે એટલે, આદું-લસણ ની પેસ્ટ, ડુંગળી ની પેસ્ટ, ટમેટા ની પેસ્ટ અને મીઠું ઉમેરી, બરાબર સાંતડી લો.

 

તેલ છુટુ પડવા લાગે એટલે હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા, ખાંડ અને વધેલું બધુ જ પુરણ ઉમેરી દો. થોડું પાણી ઉમેરી, પૅનને ઢાંકણ વડે ઢાંકી દો. બધુ પાણી બળી જાય અને તેલ છુટુ પડવા લાગે ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

 

પછી, પૅનને તાપ પરથી હટાવી લો અને ગ્રેવીમાં ધાણાભાજી મીક્ષ કરી દો.

 

ગ્રેવી તૈયાર છે.

 

પીરસવા માટે:

હવે, વરાળથી પકાવેલા ભરેલા શાક અને સાથે ગ્રેવી અલગથી એમ પણ પીરસી શકાય અથવા બધા શાકને ગ્રેવીમાં ઉમેરી, ધીમા-મધ્યમ તાપે ગરમ કરતા, શાક છુંદાય ના જાય એની કાળજી રાખી, બરાબર મીક્ષ કરીને પૅન પીરસી શકાય.

 

આ કાઠીયાવાડી શાક, બાજરા ના રોટલા સાથે ખુબ જ મજેદાર લાગશે.

Preparation time 30 minutes

Cooking time 40 minutes

For 4 Persons

 

Ingredients:

For Stuffing:

Chavanu (Indian snacks) 1 cup

Gram Flour 1 tbsp

Turmeric Powder ½ tbsp

Red Chilli Powder 2 tbsp

Coriander-Cumin Powder 2 tbsp

Garam Masala ½ tbsp.

Powder Sugar 2 tbsp

Lemon Juice 1 tbsp

Salt to taste

Fresh Coriander Leaves finely chopped 2 tbsp

Spring Garlic finely chopped 2 tbsp

 

For Vegetables:

Baby Potato 4

Baby Onion 4

Baby Tomato 4

Bitter Gourd small 4

Baby Eggplants small 4

Fresh Red Chilli 4

Cauliflower 100g

Drumstick 2

Garlic buds small without peeing 4

 

For Gravy:

Oil 2 tbsp

Mustard Seeds ¼ ts

Cumin Seeds ¼ ts

Cinnamon Leaf 1

Curry Leaves 5

Ginger-Garlic Paste 1 tbsp

Onion Paste ¼ cup

Tomato Paste ½ cup

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 1 ts

Garam  Masala ½ ts

Sugar 1 ts

Fresh Coriander Leaves 1 tbsp

 

Other ingredients:

Lemon Grass

Curry Leaves with Stalk (Petiole)

Fresh Mint Leaves Stalk (Petiole)

A piece of cloth

 

Method:

For Stuffing:

Take Chavanu in a mixer jar and crush it well. Then take it in a bowl.

 

Add all other listed ingredients for Stuffing and mix very well.

 

Stuffing is ready. Keep it a side.

 

For Vegetables:

Peel Baby Potatoes and cut slit on each of them.

 

Peel Baby Onions and cut slit on each of them.

 

Cut little part from top of each Baby Tomato and remove pulp from inside.

 

Peel Bitter Gourd and cut slit on each of them and remove seeds from inside.

 

Chop off tips of each Baby Eggplant and cut slit on each of them.

 

Cut slit on each Fresh Red Chilli.

 

Chop big pieces of Cauliflower.

 

Chop all Drumsticks in pieces of approx. 2 inches each pieces.

 

Now, fill prepared Stuffing in Baby Potatoes, Baby Onions, Baby Tomatoes, Bitter Gourd, Baby Eggplants and Fresh Red Chillli.

 

Now, take a big pan made of Clay. Put a small stand in the middle of it. Add 2 glasses of water in pan and lay on it Lemon Grass. On it, lay Curry Leaves with Stalk and Fresh Mint Leaves with Stalk.

 

Now, put pan on flame and heat it up until steam starts to get generated from water.

 

Then, spread a piece of cloth on it.

 

Now first of all, arrange stuffed Baby Potatoes on it. Then, arrange one by one in order, stuffed Eggplants, Bitter Gourd, Garlic buds (without peeling) and Baby Onion. Then, arrange pieces of Cauliflower on it and sprinkle little of remaining Stuffing on it. Then, arrange pieces of Drumstick on it and again sprinkle little of remaining Stuffing on it. Then, fold cloth from all sides and cover all vegetables. Cover it with a lid and cook on low flame.

 

When vegetables are almost (75%) cooked, unfold cloth and arrange stuffed Baby Tomatoes and Fresh Red Chilli, fold the cloth again and cover it with a lid and continue cooking on low flame until cooked well.

 

Meanwhile, prepare Gravy.

 

For Gravy:

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds, Cinnamon Leaf and Curry Leaves. When crackled, add Ginger-Garlic Paste, Onion Paste, Tomato Paste and Salt. Sauté it very well.

 

When Oil starts to get separated, add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Garam Masala, Sugar and all remaining Stuffing. Add little water and cover pan with a lid. Cook on low flame until water is burnt and Oil is separated around the stuff in pan.

 

Then, remove pan from flame and sprinkle Fresh Coriander Leaves and mix well.

 

Gravy is ready.

 

For Serving:

Now, steamed Stuffed Vegetables can be served along with Gravy separately or otherwise add steamed Stuffed Vegetables in prepared Gravy and mix well taking care of not crushing any vegetable while on low-medium flame to warm it.

 

This Kathiyawadi Shak better taste with Bari na Rotla.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!