દુધીયો બાજરો / Milky Millet

દુધીયો બાજરો / Milky Millet

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

બાજરો પલાળેલો ૧/૨ કપ

દુધ ૫૦૦ મિલી

કન્ડેન્સ મિલ્ક ૧૫૦ મિલી

કિસમિસ ૨ ટેબલ સ્પૂન

બદામ ની કતરણ ૮-૧૦

અંજીર જીણા સમારેલા ૨

ચારોલી ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

સુકુ નારિયળ ખમણ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

મીક્ષરની જારમાં પલાળેલો બાજરો લો અને ફક્ત ૫-૭ સેકંડ માટે ફેરવી, ચર્ન કરી લો.

 

ચર્ન કરેલો બાજરો, એક પ્રેશર કૂકરમાં લો. ૨૦૦ મિલી જેટલુ દુધ ઉમેરો. ૩ સીટી જેટલુ પ્રેશર કૂક કરો.

 

પ્રેશર કૂક કરેલો બાજરો એક પૅન માં લો.

 

બાકી રહેલું ૩૦૦ મિલી જેટલુ દુધ ઉમેરો અને ધીમા તાપે ઉકાળવા મુકો.

 

ઉકળવા લાગે એટલે કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને હલાવો.

 

પછી, કિસમિસ, બદામ ની કતરણ, જીણા સમારેલા અંજીર, ચારોલી, એલચી પાઉડર અને સુકુ નારિયળ ખમણ ઉમેરો.

 

થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે ૪ થી ૫ મિનિટ માટે ઉકાળો.

 

પસંદ મુજબ ગરમ અથવા ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

દુધીયો બાજરો પીઓ, શિયાળાની ઠંડીમાં ગરમી અને શક્તિ મેળવો.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

Millet soaked ½ cup

Milk 500 ml

Condensed Milk 150 ml

Raisins 2 tbsp

Almond chips 8-10

Fig chopped 2

Chironji 1 tbsp

Cardamom Powder ½ ts

Dry Coconut grated 1 tbsp

 

Method:

Take soaked Millet in a wet grinding jar of your mixer. Churn it little bit.

 

Take churned Millet in a pressure cooker. Add 200ml of Milk. Pressure cook to 3 whistles.

 

Take pressure cooked Millet in to a pan. Add remaining 300ml of Milk. Put in on low flame to boil.

 

When it starts to boil, add Condensed Milk and stir.

 

Add Raisins, Almond chips, chopped Fig, Chironji, Cardamom Powder and grated Dry Coconut.

 

Stir occasionally while boiling on low flame for 4-5 minutes.

 

Serve Hot or Cold.

 

Get Hit and Energy in Winter Cold with Milky Millet…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!