મોહનથાળ / Mohanthal

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

ચણા નો લોટ કરકરો ૧ કપ

ઘી ૧ કપ

ખાંડ ૩/૪ કપ

દૂધ ૩/૪ કપ

કેસર ૪-૫ તાર પાણીમાં પલાળેલા

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ

 

રીત :

એક પૅન માં ૧/૪ કપ દૂધ લો. એમાં ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો. હુંફાળું થાય ફક્ત એટલુંજ ગરમ કરો.

 

એક બાઉલમાં ચણા નો લોટ લો. એમાં દૂધ-ઘી નું હુંફાળું મિશ્રણ ઉમેરી, બરાબર મીક્ષ કરી, એક બાઉલમાં બધી બાજુથી એકદમ દબાવી દો. આને દાબો દીધો કહેવાય. એને ૧ કલાક માટે રાખી મુકો.

 

હવે, બાઉલમાં નું મિશ્રણ, કોઈ ગઠાં ના રહે એ રીતે ચારણીથી ચાળીને જાડો કરકરો ભુકો અલગ કરી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં બાકીનું ઘી લો અને ધીમા તાપે ઓગળી લો. એમાં ચાળીને અલગ કરેલું જાડુ કરકરું મિશ્રણ ઉમેરો અને આછું ગુલાબી થાય ત્યા સુધી સતત હલાવતા રહી, ધીમા તાપે સેકો.

 

હવે, એમાં ૧/૨ કપ દૂધ ઉમેરી, થોડી થોડી વારે હલાવતા રહો. ઘી છૂટું પડવા લાગે ત્યા સુધી પકાવો. પછી, એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ખાંડ લો. એમાં ખાંડ ઢંકાય એટલું જ પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે મુકો. થોડી થોડી વારે હલાવતા રહો. ૨ થી ૩ તાર ની ચાસણી તૈયાર કરો.

 

હવે, આ ચાસણીમાં ચણાના લોટનું સેકેલું મિશ્રણ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

એમાં પલાળેલું કેસર અને એલચી પાઉડર ઉમેરો. બરાબર મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

સપાટ તળિયાવાળી એક પ્લેટમાં આ મિશ્રણ લો અને બરાબર ફેલાવીને પાથરી દો. તવેથા વડે દબાવીને સમથળ પાથરી દો અને સપાટીને કઠણ બનાવો.

 

સજાવટ માટે બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી દો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પસંદ પ્રમાણે સાઇઝ અને આકાર ના ટુકડા કાપી લો અને એરટાઇટ બરણીમાં ભરી લો.

 

એરટાઇટ બરણીમાં સામાન્ય તાપમાનમાં ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડશે નહીં.

 

મોહનથાળ એ એક ભારતીય પરંપરાગત મીઠાઇ કરતાં ઘણી વિશેષ વાનગી છે. એનો ઉલ્લેખ ૫૦૦૦ વરસ અગાઉની ભગવાન શ્રીકૃષ્ણ ના સમય ની કથાઓમાં પણ છે.

 

મોહનથાળ ને ભગવાન શ્રીકૃષ્ણ ની અતિ પ્રિય મીઠાઈઓમાંની એક તરીકે પણ વર્ણવવામાં આવી છે.

 

મોહનથાળ, ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રસાદ તરીકે પણ ધરાવવામાં આવે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણ હજારો વરસથી આપણાં શાશ્વત મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક રહ્યા છે. તો, આપણાં રસોડામાં, આપણી જાતે જ મોહનથાળ બનાવવા માટે કોઈ કારણની જરૂર નથી.

 

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 10 servings

 

Ingredients:

Gram Flour coarse 1 cup

Ghee 1 cup

Sugar ¾ cup

Milk ¾ cup

Saffron threads 4-5 soak in water

Cardamom Powder ½ ts

Almond chips and Pistachio chips for garnishing

 

Method:

Take ¼ cup Milk in a pan. Add 1tbsp of Ghee. Lukewarm it.

 

Take coarse Gram Flour in a mixing bowl. Add lukewarm Milk-Ghee mixture. Mix very well. Press prepared mixture all around to make its surface hard. Leave it for 1 hour.

 

Crack the mixture not leaving any lump and sieve it thick.

 

Take remaining Ghee in another pan. Melt it on low flame. Add thick sieved mixture and roast it on low flame to pinkish.

 

Add ½ cup Milk and continue cooking while stirring occasionally until Ghee starts to separate around.

 

Leave it a side.

 

Take Sugar in another pan. Add water to cover Sugar in the pan. Put it on low-medium flame, stir it occasionally. Cook it to 2-3 string syrup.

 

Add prepared roasted Gram Flour mixture. Mix well.

 

Add soaked Saffron and Cardamom Powder. Mix well.

 

Take prepared stuff in a flat surfaced steel plate. Spread it well and press making the surface of stuff of the same level and hard.

 

Sprinkle Almond chips and Pistachio chips to garnish.

 

Leave it to cool off.

 

Make cut of size and shape of your choice.

 

Remove pieces and store to serve when you wish.

 

Can be stored at room temperature in an airtight container for 15 to 20 days.

 

MOHANTHAL is a more than traditional Indian Sweet. Even it is referred in the stories of the era of The Lord Krishna, i.e. 5000 years ago.

 

MOHANTHAL is also described and believed to be one of the most favourite sweet of The Lord Krishna.

 

MOHANTHAL is used as one of the offerings to The Lord Krishna.

 

The Lord Krishna is our eternal Friend, Philosopher and Guide through out our lives for thousands of years. So, MOHANTHAL does not need any other reason to be made in our own kitchen by ourselves.

 

So, My All Dear Friends…Just Enter in Kitchen…Now…Go on to prepare MOHANTHAL…

error: Content is protected !!