પાલક ચાટ / Palak Chat / Spinach Chat / Chatty Spinach

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

મેંદો ૧/૨ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

 

પંપકિન સીડ ચટણી માટે :

પંપકિન સીડ ૧/૨ કપ

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧ કપ

મરચાં સમારેલા ૪

આદુ ખમણેલો ૧/૨ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

અન્ય સામગ્રી :

તેલ તળવા માટે

પાલક ૧૦૦ ગ્રામ

મસાલા દહી ૧/૨ કપ

(દહીમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું મીક્ષ કરો)

ખજુર-આમલી ની ચટણી ૩ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

મસાલા સીંગ ૧ ટેબલ સ્પૂન

સેવ ૧ ટેબલ સ્પૂન

(પાલક ફ્લેવર હોય તો એ લેવી)

 

રીત :

પંપકિન સીડ ચટણી માટે :

પંપકિન સીડ ચટણી માટેની બધી સામગ્રી મીક્ષરની જારમાં લો. ફક્ત ૧/૨ ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરો. બરાબર પીસી, ચટણી બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં મેંદો, ચોખા નો લોટ અને ચણા નો લોટ લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સોડા-બાય-કાર્બ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી ઘાટુ ખીરું બનાવો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા ખીરામાં પાલકના પાંદડા જબોળી, તરત જ ગરમ તેલમાં તળવા માટે મુકો. ધીમા તાપે બરાબર તળી લો.

 

તળેલા પાલકના પાંદડા એક સર્વિંગ પ્લેટ પર લો.

 

એની ઉપર મસાલા દહી, પંપકિન સીડ ચટણી અને ખજુર-આમલી ની ચટણી બરાબર ફેલાવીને રેડો.

 

મસાલા સીંગ અને સેવ છાંટી સજાવો.

 

તાજુ જ પીરસો.

 

આયર્નથી ભરપુર પાલક ને સ્ટ્રીટ ચાટ ના સ્વાદમાં માણો.

 

Prep.15 min.

Cooking time 10 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Refined White Wheat Flour (Maida) ½ cup

Rice Flour ½ cup

Continue Reading

error: Content is protected !!