તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૨ મિનિટ
૫૦૦ ગ્રામ
સામગ્રી :
દુધ ૫૦૦ મિલી
દહી ૧ ટેબલ સ્પૂન
રીત :
દુધ હુંફાળું ગરમ કરી લો.
લાલ માટીનો કટોરો કે બીજા કોઈ વાસણમાં, જેમાં તમે દહી જમાવવા માંગતા હો એમા ૧ ટેબલ સ્પૂન જેટલુ દહી લો.
ચમચી વડે એ દહી ફીણી લો.
હવે એમા, હુંફાળું દુધ ઉમેરો દો અને ધીરેથી હલાવીને મિક્સ કરી દો.
પછી ઢાંકી દો અને જ્યાં બહુ ઠંડક ના હોય, સીધો પવન ના આવતો હોય અને કોઈ પણ રીતે હલવાની શક્યતા ના હોય, એવી જગ્યાએ મુકી દો.
૪ થી ૫ કલાક માટે રાખી મુકો.
દહી તૈયાર થઈ ગયું હશે.
ઠંડુ કરવા માટે ફ્રીજમાં મુકી દો.
અનેક પ્રકારની વાનગી સાથે પીરસવામાં અને અનેક વાનગીઓ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય.
દહી એ કેલ્સિયમનો જબરદસ્ત સ્ત્રોત છે. દરરોજ થોડું દહી ભોજન સાથે લેવું જ જોઈએ.
દહીની જરૂરીયાત અણધારી રીતે ગમે ત્યારે પડી શકે છે, માટે, હમેશા રસોડામાં દહી તો રાખવું જ.
Preparation time 2 minutes
Cooking time 2 minutes
Yield 500g
Ingredients:
Milk 500ml
Curd 1 tbsp
Method:
Lukewarm Milk.
Take Curd in a clay pot in which you may want to prepare Curd.
Whisk Curd in the pot with a spoon.
Pour Milk in the pot with Curd. Stir to mix well.
Cover the pot with a lid and keep it in such a place where there is no much cold and direct wind and no chance to shake it.
Leave it for 4 to 5 hours.
When Curd is ready, put the pot in fridge to make it cold.
Can be used with varieties of food.
It’s high in Calcium. Must consume everyday.
Must have in the kitchen always.
No Comments