ગ્રેનોલા બાર / Granola Bars

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫ બાર

 

સામગ્રી :

ખાંડ ૧/૪ કપ

મધ ૧/૪ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

ઓટ્સ ૧ કપ

બદામ ૧/૪ કપ

અખરોટ ૧/૪ કપ

સીંગદાણા ૧/૪ કપ

સૂકા નારિયળનું ખમણ ૧/૪ કપ

સનફ્લાવર ના બી ૧ ટેબલ સ્પૂન

પંપકિન (કોળું) ના બી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ધીમા તાપે નોન-સ્ટિક પૅન ગરમ કરો.

 

ઓટ્સ, બદામ, અખરોટ, સીંગદાણા,સૂકા નારિયળનુ ખમણ, સનફ્લાવર ના બી અને પંપકિન ના બી ને એક પછી એક, અલગ અલગ સેકી લો.

 

કોઈ પણ સામગ્રી બળી ના જાય એ ખાસ કાળજી રાખવી.

 

ધીમા તાપે નોન-સ્ટિક પૅન ગરમ કરો. એના પર માખણ, ખાંડ અને મધ મુકો. ખાંડ ઓગળીને જરા જાડુ મિશ્રણ થવા લાગે એટલે તાપ બંધ કરી દો અને બધી સેકેલી સામગ્રી ઉમેરી દો. બરાબર મીક્ષ કરી દો.

 

એક બેકિંગ ડીશ પર સિલ્વર ફોઈલ ગોઠવી દો. એની ઉપર તૈયાર કરેલું મિશ્રણ ગોઠવી દો. તવેથા વડે બેકિંગ ડીશ પર મિશ્રણને હળવે હળવે દબાવી સમથળ પાથરી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો. ૧૫૦° પર ૧૦ મિનિટ માટે બેક કરી લો.

 

ઓવેનમાંથી બહાર કાઢી લઈ ઠંડુ થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.

 

પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

તાજા જ પીરસો યા તો એર ટાઇટ બરણીમાં ભરી દો.

 

Prep.5 min.

Cooking 20 min.

Qty. 5 Bars

Ingredients:

Sugar ¼ cup

Honey ¼ cup

Butter 1 tbspContinue Reading

error: Content is protected !!