મસાલા પુરી / Masala Puri / Spiced Puri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

કાળા તલ ૧ ટી સ્પૂન

દહી ૧ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, મેંદો અને રવો એકીસાથે લો. બરાબર મીક્ષ કરો.

 

તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

મીઠું, ચીલી ફલૅક્સ, ઓરેગાનો, કાળા તલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

દહી ઉમેરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહી જરા કઠણ લોટ બાંધી લો.

 

૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી પુરીઓ વણી લો. વણવા ના પાટલા અને વેલણ પર થોડું તેલ લગાવી લેવું જેથી વણવા માં સરળતા રહેશે.

 

વણેલી પુરીઓ કોરા કાગળ, સ્ટીલની થાળી કે કાચની પ્લેટ પર રાખવી જેથી ઉપાડતી વખતે પ્લેટ પર ચોંટીને તુટે નહી.

 

ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વણેલી બધી પુરીઓ આછી લાલ થઈ જાય એવી તળી લો. બન્ને બાજુ બરાબર તળાય એ માટે તેલમાં દરેક પુરી ઉલટાવવી. દરેક પુરી ફુલવી જોઈએ.

 

નાસ્તા માટે, પ્લેન દહી કે મસાલા વાળા દહી સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

મુખ્ય ભોજન માટે, પસંદના કોઈ પણ શાક સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

રોજ-બ-રોજ ની મોરી રોટલી ની બદલે આજે આ મસાલા પુરી અજમાવો.. મજા પડી જશે..

 

Prep.5 min.

Cooking time 5 min.

Yield 10 pcs.

Ingredients:
Wheat Flour 1 cup
Refined White Wheat Flour (Maida) 1 cup
Semolina ¼ cupContinue Reading

error: Content is protected !!