પનીર ભીંડી મસાલા / Paneer Bhindi Masala / Spiced Okra with Cottage Cheese

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભીંડી સમારેલી ૨૦૦ ગ્રામ

ખસખસ ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૩ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

પનીર ૫૦ ગ્રામ

 

રીત :

એક નોન-સ્ટિક તવા પર ખસખસ, સીંગદાણા અને તલ કોરા સેકી લો. પછી, પીસી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં સમારેલી ભીંડી લો.

 

એમાં પીસેલા ખસખસ, સીંગદાણા અને તલ ઉમેરો. મીક્ષ કરો.

 

એમાં, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને આમચૂર ઉમેરો. મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે લસણ ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. એકાદ મિનિટ માટે પકાવો અને મીક્ષ કરો.

 

હવે, સમારેલી ભીંડી ઉમેરો અને ધીમા તાપે પકાવતા થોડી થોડી વારે, ૧-૧ મિનિટે હલાવતા રહી ઉપર-નીચે ફેરવતા રહો. ભીંડી છૂંદાય ના જાય એ ખ્યાલ રાખવો.

 

પાણી બિલકુલ ઉમેરવું નહી. પાણીથી ભીંડી ચીકણી થઈ જશે.

 

ભીંડી બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, ખમણેલું પનીર ઉમેરો અને ભીંડી છૂંદાય ના જાય એ કાળજી રાખી બરાબર મીક્ષ કરી દો.

 

સુંદર રીતે પીરસવા માટે ખમણેલું પનીર છાંટો.

 

રોટલી સાથે પીરસો.

 

મસાલેદાર ભીંડી નો ચટાકેદાર સ્વાદ પનીર સાથે માણો.

 

Prep.10 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Okra (Lady’s Finger) chopped 200 gm

Poppy Seeds 1 tbsp

Peanuts 1 tbsp

Sesame Seeds 1 tbsp

Continue Reading

error: Content is protected !!