ઢોકળા ચાટ / Dhokla Chat

 

તૈયારી માટે ૪૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ઢોકળાના લોટ માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

 

અથવા

ઢોકળા નો લોટ ૧ કપ

મેથી પાઉડર ૧/૪ ટી સ્પૂન

 

ઢોકળા માટે :

 

દહી ૧ કપ

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રગડા માટે :

લીલા વટાણા બાફેલા ૧ કપ

બટેટા બાફેલા અને સમારેલા ૧

તેલ ૧ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૧

સૂકા લાલ મરચાં ૨

લીમડો ૬-૮

હિંગ ચપટી

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

આમલી નો પલ્પ ૧ ટેબલ સ્પૂન

ગોળ ખમણેલો ૧ ટી સ્પૂન

 

બનાવવા માટે :

ફૂદીના ની ચટણી

લાલ ચટણી

ખજુર-આમલી ની ચટણી

મસાલા સીંગ

સેવ

ધાણાભાજી

ડુંગળી જીણી સમારેલી

ચાટ મસાલો

 

રીત :

ઢોકળા ના લોટ માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી ને ગ્રાઈન્ડિંગ જારમાં લઈ કરકરું પીસી લો.

 

બજારમાં તૈયાર મળતો ઢોકળાનો લોટ જો ઉપયોગમાં લેતા હો તો એમાં ફક્ત મેથી નો પાઉડર મીક્ષ કરી દો.

 

ઢોકળા માટે :

એક બાઉલમાં ઢોકળાનો લોટ લો. એમાં દહી મીક્ષ કરી દો. આથા માટે ૬ થી ૭ કલાક રાખી મુકો.

 

પછી, એમાં, સોડા-બાય-કાર્બ, તેલ, આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને મીઠું મીક્ષ કરી દો. ખીરું તૈયાર છે.

 

સ્ટીમર ની પ્લેટમાં તેલ લગાવી દો અને તૈયાર કરેલા ખીરા થી ૧/૪ જેટલી ભરો.

 

સ્ટીમરમાં પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ જાય એટલે સ્ટીમર માં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો. પછી, પ્લેટ સ્ટીમરમાંથી કાઢી લો.

 

ચપ્પુની મદદથી પ્લેટમાં ઢોકળા ના ટુકડા કાપી, કાઢી લો. એક બાજુ રાખી દો.

 

રગડા માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં તમાલપત્ર, લીમડો, હિંગ અને સૂકા લાલ મરચાં ઉમેરો. તતડી જાય એટલે આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતડો. જીણા સમારેલા મરચાં ટમેટાં ઉમેરો. બરાબર મીક્ષ કરો. હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરો. આમલી નો પલ્પ અને ગોળ મીક્ષ કરો. બાફેલા લીલા વટાણા અને બટેટા ઉમેરો. થોડું પાણી ઉમેરો. ૪-૫ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો. ઘાટો રગડો તૈયાર થશે.

 

બનાવવા માટે :

એક સર્વિંગ બાઉલમાં ઢોકળા લઈ લો. એના ઉપર તૈયાર કરેલો રગડો રેડો. એના ઉપર ફૂદીના ની ચટણી, લાલ ચટણી અને ખજુર-આમલી ની ચટણી રેડો. મસાલા સીંગ, સેવ, જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી ભભરાવી આકર્ષક બનાવો. થોડો ચાટ મસાલો છાંટો.

 

અસલી ગુજરાતી ઢોકળા નો અનોખો અંદાઝ.. ઢોકળા ચાટ..

 

Prep.40 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Dhokla Flour:

Rice                                                     1/3 cup

Split Bengal Gram                                  1/3 cupContinue Reading

error: Content is protected !!