બેસન પાસ્તા / ફ્રેશ પાસ્તા / Besan Pasta / Fresh Pasta / Gram Flour Pasta

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાસ્તા માટે :

બેસન ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સૉસ માટે :

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટોમેટો પ્યુરી ૧ કપ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

કેચપ ૧ ટી સ્પૂન

તબાસકો સૉસ ૧/૨ ટી સ્પૂન

મલાઈ ૧ ટી સ્પૂન

કૉર્ન ફ્લૉર સ્લરી ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું

ઓલીવ

માખણ સાંતડવા માટે

 

રીત :

પાસ્તા માટે :

એક કથરોટમાં બેસન અને ઘઉ નો લોટ લો. ચીલી ફલૅક્સ, ઓરેગાનો, તેલ અને મીઠું મીક્ષ કરો. ધીરે ધીરે જરૂર મુજબ પાણી ઉમેરી જરા ઢીલો લોટ બાંધી લો.

 

લોટમાંથી નાના નાના બોલ બનાવી લો. બોલમાંથી થોડી જાડી રોટલી વણી લો. વણેલી બધી રોટલીમાંથી લંબચોરસ કાપી, વચ્ચેથી ચપટી વાળી, બૉ ટાઇ જેવો આકાર આપો. આ પ્રમાણે બધા પાસ્તા તૈયાર કરો. મધ્યમ તાપે ઉકડતા પાણીમાં બધા પાસ્તા બાફી લો. પાસ્તા એક બીજા સાથે ચોંટી ના જાય એ માટે ઉકળતા પાણીમાં થોડું તેલ નાખવું. પાસ્તા બફાઈ જાય એટલે આપોઆપ પાણીમાં ઉપર આવી જશે. હવે પાસ્તાને પાણીમાંથી કાઢી લો અને એક વાસણમાં છુટા છુટા રાખી ઠંડા કરી લો.

 

સૉસ માટે :

એક પૅન માં તેલ અને માખણ ગરમ કરો. સમારેલી ડુંગળી ઉમેરો અને નરમ થાય એટલી પકાવો. લસણ ની પેસ્ટ, ટોમેટો પ્યુરી, ચીલી ફલૅક્સ, ઓરેગાનો ઉમેરો અને બરાબર મીક્ષ કરો. કેચપ, તબાસકો સૉસ, મલાઈ અને કૉર્ન ફ્લૉર સ્લરી ઉમેરો. બરાબર મીક્ષ કરો. સૉસ તૈયાર છે.

 

સાંતડવા માટે એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.એમાં પાસ્તા ઉમેરી ઝડપથી સાંતડી લો. જી હા, ઝડપથી સાંતડવા પડશે, નહીં તો પૅન ના તળીયે પાસ્તા ચોંટવા લાગશે, તૈયાર કરેલો સૉસ ઉમેરો. પાસ્તા છૂંદાય ના જાય એ રીતે બરાબર મીક્ષ કરો. આ બધી વિધિ દરમ્યાન તાપ ધીમો જ રાખવો. આશરે ફક્ત ૨-૩ મિનિટ જ થશે.

 

ખમણેલું ચીઝ છાંટી અને ઓલીવ ગોઠવીને સરસ સજાવો.

 

કહેવાતા જંક ફૂડ ની મજા માણો.. પણ તાજા અને પૌષ્ટિક રીતે બનાવીને..

 

Prep.15 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

For Pasta:

Gram Flour                              1 cupContinue Reading

error: Content is protected !!