ઉત્તર દક્ષિણી પાણીપુરી / સાઉથ ઇંડિયન ગોલગપ્પા / Uttar Dakshini Panipuri / South Indian Golgappa

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પુરણ માટે :

બટેટા બાફેલા, જીણા સમારેલા ૧

ડુંગળી જીણી સમારેલી ૧

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

અડદ દાળ ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫-૬ પાન

હિંગ ચપટી

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

પાણી માટે-૧ :

મરચાં આખા ૨

ડુંગળી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

રસમ પાઉડર ૧ ટેબલ સ્પૂન

સંચળ ૧/૪ ટી સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

મરચાં જીણા સમારેલા ૧

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

લીમડો ૪-૫ પાન

 

પાણી માટે-૨ :

નારિયળ નું પાણી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ફુદીનો સમારેલો ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૨ ટેબલ સ્પૂન

નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

પુરી (ગોલગપ્પા)

છુટક કરીયાણા ની દુકાન, સુપરમાર્કેટ માં તૈયાર મળે છે. ભારતના અમુક શહેરોમાં તૈયાર પાણીપુરી વેચતા ફેરિયાઓ પાસેથી પણ મળી શકે છે.

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી અને અડદ દાળ ઉમેરો. મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

પછી, બાફેલા અને જીણા સમારેલા બટેટા, હળદર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો અને મિક્સ કરી દો.

 

પાણી માટે-૧ :

અનુકુળતા મુજબ, તવા ઉપર અથવા નોન-સ્ટિક પૅન ઉપર અથવા ગ્રીલ ઉપર, મરચાં કોરા જ સેકી લો.

 

આ સેકેલા મરચાં, સમારેલી ડુંગળી અને ધાણાભાજી, એક ખાંડણીમાં લઈ, બરાબર ખાંડી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં આમલી નો પલ્પ, ખાંડ, તલ, રસમ પાઉડર અને ૧ કપ જેટલું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ તૈયાર કરેલા પાણીમાં આ વઘાર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો. ફ્રીજમાં રાખીને એકદમ ઠંડુ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય.

 

પાણી માટે-૨ :

ઉપર યાદીમાં જણાવેલી બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ, બરાબર મિક્સ કરી લો.

 

પાણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પકાવવાની, ઉકાળવાની કે વઘાર કરવાની જરૂર નથી.

 

પાણીપુરી બનાવવા માટે :

એક પુરી લો. એનો ઉપરનો ઉપસેલો ભાગ જરા તોડીને કાણું પાડી લો.

 

એમાં થોડું પુરણ ભરો. આ પુરીને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

આ રીતે થોડી પુરી ભરી, સર્વિંગ પ્લેટ તૈયાર કરો.

 

બે અલગ અલગ નાની વાટકીમાં તૈયાર કરેલા બન્ને પાણી અલગ અલગ ભરી, પ્લેટ માં બાજુમાં મુકો.

 

આ રીતે તૈયાર કરેલી સર્વિંગ પ્લેટ પીરસો.

 

સ્વાદની પસંદ મુજબ, ચમચી વડે, કોઈ પણ એક કે બન્ને પાણી, થોડા થોડા, પુરીમાં ભરેલા પુરણની ઉપર રેડી, તરત જ પુરી મોઢામાં મુકો અને એક અદભુત સ્વાદ માણો.

 

વધારે સરસ રીતે સ્વાદ સ્વાદ માણવા માટે, ચમચી નો ઉપયોગ કરવાને બદલે, પુરણ ભરેલી પુરી, સીધી જ કોઈ પણ એક કે વારાફરતી બન્ને પાણીમાં જબોળી, તરત જ મોઢામાં મુકો અને એક અદભુત સ્વાદ માણો.

 

પાણીપુરી એ મૂળ ઉત્તરભારત ની છે. અહી આપણે એને દક્ષિણ ભારત ની વાનગીઓના સ્વાદ પ્રમાણે બનાવી છે.

 

તો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત નો કોમ્બો ટેસ્ટ કેવો લાગ્યો..!!??

 

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 2 Plates

Ingredients:

For Stuffing:

Potato boiled 1

Onion small chopped 1

Continue Reading

error: Content is protected !!