નવરત્ન ખીર / Navratna Kheer

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

દૂધ ૫૦૦ મિલી

દૂધી ખમણેલી ૧/૨ કપ

મોરૈયો / સામો ૧/૪ કપ

સાબુદાણા ૧/૪ કપ

કાજુ ટુકડા ૧/૪ કપ

બદામ ની કતરણ ૧/૪ કપ

સૂકી ખારેક જીણી સમારેલી ૧/૪ કપ

કેસર ૫-૬ તાર

એલચી પાઉડર ચપટી

ખાંડ ૫ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે બદામ ની કતરણ

 

રીત :

મોરૈયો અને સાબુદાણા ૧ કલાક માટે અલગ અલગ પલાળી દો. પછી, વધારાનું પાણી કાઢી નાખો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલી દૂધી સાંતડી લો.

 

દૂધી બરાબર સાંતડાઇ જાય એટલે એમાં દૂધ, પલાળેલો મોરૈયો અને સાબુદાણા ઉમેરો. તાપ વધારીને મધ્યમ કરી દો.

 

થોડી થોડી વારે હલાવતા રહી ૫ થી ૭ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળો.

 

હવે એમાં, ખાંડ, કાજુ ટુકડા, બદામ ની કતરણ અને જીણી સમારેલી સૂકી ખારેક ઉમેરો.

 

થોડી થોડી વારે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળવાનું ચાલુ રાખો.

 

એમાં, કેસર અને એલચી પાઉડર ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે ઉકાળી લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, ૩૦ થી ૪૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

સર્વિંગ બાઉલમાં લો. બદામ ની કતરણ છાંટી સજાવો.

 

એક અનોખી, નવરત્ન ખીર.

 

Prep.10 min.

Cooking time 15 min.

Servings 4

Ingredients:

Milk 500 ml

Bottle Gourd (Dudi) grated ½ cupContinue Reading

error: Content is protected !!