તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
ખજુર બ્લાન્ચ કરેલો ૧ કપ
તેલ ૧ ટેબલ સ્પૂન
ઘી ૧ ટેબલ સ્પૂન
તજ નાના ટુકડા ૧
લવિંગ ૪-૫
તમાલપત્ર ૧
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
હિંગ ચપટી
આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
ડુંગળી સમારેલી ૧
લસણ ની કળી ૧/૪ કપ
હળદર ૧ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ટી સ્પૂન
ધાણાજીરું ૩ ટી સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
દહી ૧/૨ કપ
કાજુ ૧/૨ કપ
આમલી નો પલ્પ ૧ ટી સ્પૂન
તાજુ નારિયળ ખમણ ૧/૪ કપ
રીત :
એક પૅન માં તેલ અને ઘી ધીમા તાપે ગરમ કરો.
એમા તજ, લવિંગ, તમાલપત્ર, રાય, જીરું અને હિંગ ઉમેરો.
તતડે એટલે સમારેલી ડુંગળી ઉમેરો અને ધીરે ધીરે હલાવો.
ડુંગળી નરમ થઈ જાય એટલે લસણ ની કળી, આદુ-લસણ-મરચા ની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે ધીરે ધીરે હલાવો.
લસણ ની કળી ગુલાબી થઈ જાય એટલે હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે પકાવો.
પછી, દહી ઉમેરો અને હલાવો અને હજી વધુ ૨ થી ૩ મિનિટ માટે પકાવો.
કાજુ, આમલી નો પલ્પ અને તાજુ નારિયળ ખમણ ઉમેરો, બરાબર મિક્સ કરો અને હજી વધારે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.
પછી, બ્લાન્ચ કરેલો ખજુર ઉમેરો, બરાબર મિક્સ કરો અને ધીમા તાપે હજી ૪ થી ૫ મિનિટ માટે પકાવો.
હવે, આ તૈયાર થયેલું શાક એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
ધાણાભાજી ભભરાવી દો.
રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.
ખજુર એ માત્ર ચટણી બનાવવા માટે જ નથી, કે પછી, કોઈ વાનગીઓની અનેક સામગ્રીમાં એક નાનો હિસ્સો બનવા માટે નથી.
ખજુર ખુદ એક મુખ્ય સામગ્રી છે અને અનેક વાનગીઓના કેન્દ્રસ્થાને હોય શકે છે.
લો, ખજુરની મસાલેદાર મીઠાશ સાથે ભોજન ની લિજ્જત માણો.
Preparation time 15 minutes
Cooking time 20 minutes
For 4 Persons
Ingredients:
Dates blanched 1 cup
Oil 1 tbsp
Ghee 1 tbsp
Cinnamon 2 pcs
Clove Buds 4-5
Cinnamon Leaves 1
Mustard Seeds 1 ts
Cumin Seed 1 ts
Asafoetida Powder Pinch
Ginger-Garlic-Chilli Paste 1 tbsp
Onion chopped 1
Garlic Buds ¼ cup
Turmeric Powder 1 ts
Red Chilli Powder 2 ts
Coriander-Cumin Powder 3 ts
Garam Masala 1 ts
Salt to taste
Curd ½ cup
Cashew Nuts ½ cup
Tamarind Pulp 1 ts
Fresh Coconut grated ¼ cup
Method:
Heat Oil and Ghee in a pan on low flame. Add Cinnamon, Clove Buds, Cinnamon Leaves, Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add chopped Onion and stir. When Onion softens, add Garlic Buds, Ginger-Garlic-Chilli Paste. Stir it on low flame. When Garlic Buds gets brownish, add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Garam Masala and Salt. Mix well and continue cooking on low flame for 3-4 minutes. Add Curd and stir and cook for 2-3 minutes. Add Cashew Nuts, Tamarind Pulp and grated Fresh Coconut. Mix well and cook for 3-4 minutes. Add blanched Dates. Mix well and continue cooking on low flame 4-5 minutes.
Remove in a serving pan.
Sprinkle Fresh Coriander Leaves to garnish.
Serve with Roti or Naan.
Dates are not meant only
for Chutney or
sweetener or
part of various ingredients of big recipes…
Dates itself is a main ingredient…
Have a Main Course with Spiced Sweetness of Dates…