ખોયા જલેબી / Khoya Jalebi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ સર્વિંગ

 

સામગ્રી :

ચાસણી માટે :

ખાંડ ૧ કપ

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

કેસર ૪-૫

 

જલેબી માટે :

દૂધનો માવો ખમણેલો ૧ કપ

મેંદો ૧/૨ કપ

દૂધ ૧/૨ કપ

ઘી તળવા માટે

 

બદામની કતરણ

 

વઘારેલા પોહા

 

રીત :

ચાસણી માટે :

એક પૅન માં ખાંડ અને ૧/૨ કપ પાણી લો. એને મધ્યમ તાપે મુકો. જરા ઘાટું થવા લાગે એટલે, એલચી પાઉડર અને કેસર મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

જલેબી માટે :

દૂધ અને દૂધનો માવો એક ગ્રાઈન્ડિંગ જારમાં લો. ફક્ત ૮-૧૦ સેકંડ માટે મિક્ષર ચલાવી ચર્ન કરી લો.

 

એક બાઉલમાં લઈ લો. એમાં થોડો થોડો મેંદો ઉમેરતા જઇ, હલાવતા રહો અને ઘાટુ લીસું ખીરું બનાવી લો. કોઈ ગઠો રહી ના જાય એ ખાસ ખ્યાલ રાખવો.

 

આ બનાવેલું ખીરું એક પાઈપિંગ બેગમાં ભરી દો અને પાઈપિંગ બેગ એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે ઘી ગરમ કરો.

 

ગરમ થયેલા ઘી માં પાઈપિંગ બેગમાંથી મોટા વર્તુળાકાર થી શરૂ કરી એનાથી થોડું નાનું વર્તુળ, ફરી એનાથી થોડું નાનું વર્તુળ, ફરી એક વાર એનાથી પણ નાનું વર્તુળ, એ રીતે એકીધારે બહુ-વર્તુળાકાર માં ખીરું પાડો.

 

આ રીતે કડાઈમાં સમાય એટલી જલેબી, પાઈપિંગ બેગથી ગરમ થયેલા ઘી માં પાડો.

 

હવે, તાપ વધારીને મધ્યમ કરો.

 

મધ્યમ તાપે બધી જલેબી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધી જલેબી ઘી માં ઉથલાવો.

 

નરમ જલેબી માટે આછા ગુલાબી રંગની થાય ત્યા સુધી તળો. કરકરી જલેબી માટે થોડી આકરી તળો.

 

જલેબી તળાય જાય એટલે ઘી માં થી બહાર કાઢી લઈ તરત જ બનાવેલી ચાસણીમાં જબોળો. વધારાની ચાસણી બરાબર નીતારી લો.

 

સર્વિંગ પ્લેટ પર ગોઠવો. બધી જલેબી અલગ અલગ રાખો. એક ઉપર બીજી ના મુકવી.

 

બદામની કતરણ છાંટી સુશોભિત કરો.

 

વઘારેલા પોહા સાથે ગરમા ગરમ જલેબી પીરસો.

 

મીઠી મધુરી.. હોંઠ ચાટતા રહી જાવ એવી.. જલેબી..

Preparation time: 10 minutes

Cooking time: 20 minutes

Servings: 20

 

Ingredients:

For Sugar Syrup:

Sugar 1 cup

Cardamom Powder ¼ ts

Saffron threads 4-5

 

For Jalebi:

Milk Khoya grated 1 cup

Refined White Wheat Flour (Maida) ½ cup

Milk ½ cup

Ghee to fry

 

Almond chips for garnishing.

 

Cooked Flattened Rice (Poha) for serving.

 

Method:

For Sugar Syrup:

Take Sugar with ½ cup of water in a pan. Put it on medium flame. When it begins to thicken, mix Cardamom Powder and Saffron threads and remove the pan from flame.

 

Sugar Syrup is ready. Keep it a side to use later.

 

For Jalebi:

Take Milk and grated Milk Khoya in a wet grinding jar of your mixer. Just churn it for 8-10 seconds. Take it into a bowl. Add Refined White Wheat Flour gradually while stirring very well to prepare thick and smooth batter with no lump in it.

 

Fill this batter in a piping bag and keep a side.

 

Heat Ghee for frying in a frying pan. From piping bag, pour batter in heated Ghee in a multi-circular shape. Make number of such multi-circular shaped Jalebi in heated Ghee.

 

Deep fry them on medium flame. Flip carefully to fry both sides of Jalebi. Deep fry to light brownish for soft Jalebi and light red for crunchy Jalebi.

 

When fried, remove from fry pan and immediately dip in prepared Sugar Syrup and arrange on a serving plate. Please don’t make heap.

 

Garnish with sprinkle of Almond chips.

 

Serve Hot with Cooked Flattened Rice (Poha).

 

Enjoy Sweet and Lip Licking Jalebi…

error: Content is protected !!