રવા બોલ / Rava Balls / Semolina Balls

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ નંગ

 

સામગ્રી :

રવો / સૂજી ૧ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય-જીરું ૧ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

લીમડો ૪-૫

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

તાજા લીલા વટાણા ૨ ટેબલ સ્પૂન

બટેટા ખમણેલા ૧

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

લીંબુ ૧

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મેંદો ૧/૨ કપ

તળવા માટે તેલ

ચટણી અથવા કેચપ

 

રીત :

એક નોન-સ્ટિક પૅન ધીમા-મધ્યમ તાપે ગરમ કરો.

 

એમાં આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી રવો સેકી લો. રવો બળી ને કાળો ના થઈ જાય એ ખ્યાલ રાખવો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય-જીરું અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે આદું-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, એમાં અડદ દાળ, તાજા લીલા વટાણા, ખમણેલા બટેટા અને જીણા સમારેલા ટમેટાં ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ધીમા-મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો.

 

પછી, રવો અને ૧ ૧/૨ કપ જેટલું પાણી ઉમેરો. રવો બરાબર પાકી જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી પકાવો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

લીંબુ નો રસ અને ધાણાભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ, ઝડપથી પાણીમાં જબોળી, તરત જ મેંદામાં રગદોળી, કોટ કરી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

બધા બોલ આછા ગુલાબી જેવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે, થોડી વારે બધા બોલ તેલમાં ફેરવો.

 

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ ટિસ્યૂ પેપર પર મુકો. રવા બોલ તૈયાર છે.

 

ચટણી અથવા કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

આજનો દિવસ ડાયટ પ્લાન ભુલી જાઓ, ગરમા ગરમ રવા બોલ ખાઓ.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 12 pcs.

Ingredients:

Semolina 1 cup

Oil 2 tbsp

Mustard Seeds-Cumin Seeds 1 tsContinue Reading

error: Content is protected !!