મથુરા પેડા / Mathura Peda

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ નંગ

 

સામગ્રી :

બુરું ખાંડ માટે :

ખાંડ ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

કપૂર ચપટી

 

પેડા માટે :

ઘી ૧ ટેબલ સ્પૂન

મોરો માવો ૨ કપ / ૨૫૦ ગ્રામ

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

દૂધ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

બુરું ખાંડ માટે :

એક પૅન માં ખાંડ, ઘી અને કપૂર લો.

 

એમાં ખાંડ ઢંકાય, ફક્ત એટલું જ પાણી ઉમેરો અને પૅન મધ્યમ તાપે મુકો.

 

ધીરે ધીરે સતત હલાવતા રહો.

 

મિશ્રણ ઘાટુ થવા લાગે એટલે તાપ ધીમો કરી દો અને સતત હલાવવાનું ચાલુ રાખો.

 

મિશ્રણ એકદમ ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને હજી પણ ધીરે ધીરે સતત હલાવવાનું ચાલુ રાખો.

 

ઠંડુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહો.

 

ઠંડુ થવા માટે એમ ને રાખી ના મુકવું પણ ધીરે ધીરે સતત હલાવીને ઠંડુ પાડવું,

 

ઠંડુ પડી જશે એટલે સુગર પાઉડર જેવુ લાગશે. એને ચારણીથી ચાળી લઈ જીણો સુગર પાઉડર અલગ કરી લો.

 

પેડા માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલો માવો ઉમેરો અને ગરમ થયેલા ઘી માં ધીમા-મધ્યમ તાપે સતત ધીરે ધીરે હલાવતા રહી સેકી લો.

 

આછો ગુલાબી સેકાઇ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

સેકેલા માવા નું તાપમાન થોડું ઓછું થઈ જાય એ માટે થોડી વાર રાખી મુકો. માવો સાવ ઠંડો થઈ થાય એટલી બધી વાર રાખી ના મુકવો.

 

પછી, એમાં એલચી પાઉડર અને બનાવેલું ખાંડનું બુરું ૧/૨ કપ ઉમેરો.

 

આ મિશ્રણ જો એકદમ કોરા પાઉડર જેવુ લાગે તો જ, ૧/૨ થી ૧ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરો.

 

ઝડપથી બધુ બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર કરેલા આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ ખાંડના બુરુમાં રગદોળી કોટ કરી લો.

 

તાજે તાજા પેડા નો તાજગીભર્યો સ્વાદ માણો યા એરટાઇટ બરણીમાં ભરી લો.

 

આપણાં બધાના લાડકા, ભગવાન શ્રીકૃષ્ણ નો પ્રસાદ.. મથુરા પેડા..

 

Prep.5 min.

Cooking time 20 min.

Yield 20 pcs.

Ingredients:

For Flavoured Sugar Powder ( Buru)

Sugar 1 cup

Ghee 1 ts

Edible Camphor PinchContinue Reading

error: Content is protected !!