તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
તેલ ૨ ટેબલ સ્પૂન
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
હિંગ ચપટી
લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન
ડુંગળી જીણી સમારેલી ૧
સરગવા ના પાન ૧/૨ કપ
સરગવા ની શીંગ ૪
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
ટોમેટો પ્યૂરી ૧/૨ કપ
બેસન ૨ ટેબલ સ્પૂન
ખાંડ ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો.
એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.
તતડે એટલે જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.
ડુંગળી સાંતડાઈ જાય એટલે લસણ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.
સરગવા ની શીંગ અને પાણી ઉમેરો. થોડી થોડી વારે હલાવતા રહી પકાવો.
સરગવા ની શીંગ બરાબર પાકી જાય એટલે ટોમેટો પ્યૂરી અને ખાંડ ઉમેરો. ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.
હવે, બેસન ઉમેરો, બરાબર મિક્સ કરો અને વધુ ૨ થી ૩ મિનિટ માટે પકાવો. ધીરે ધીરે હળવો અને થોડી થોડી વારે ઉપર-નીચે ફેરવતા રહો જેથી બેસનના ગઠાં ના રહી જાય અને પૅન ના તળિયે ચોંટી કે બળી ના જાય.
બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
સરગવા ના પૅન ભભરાવી સજાવો. ઉપરથી જીણી સમારેલી ડુંગળી અને જીણા સમારેલા ટમેટાં ભભરાવો. એકદમ રસદાર દેખાશે.
રોટલી અને ભાત સાથે ગરમા ગરમ પીરસો.
સરગવા ટમેટાં નું રસદાર, દમદાર, ચટાકેદાર શાક.
Prep.5 min.
Cooking time 15 min.
for 4 Persons
Ingredients:
Oil 2 tbsp
Mustard Seeds 1 ts
Cumin Seeds ½ tsContinue Reading