સરગવા નું સૂપ / Drumstick Soup

સરગવા નું સૂપ / Drumstick Soup
 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧ બાઉલ

 

સામગ્રી :

માખણ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લસણ સમરેલું ૩ કળી

વરીયાળી ૧ ટેબલ સ્પૂન

લવિંગ ૫

સરગવા ની સીંગ સમારેલી ૪

સરગવા ના પાન ૧/૨ કપ

દૂધ ૧ કપ

મલાઈ ૨ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

પ્રેશર કૂકર માં માખણ ગરમ કરો. એમાં જીણી સમારેલી ડુંગળી, લસણ, વરિયાળી અને લવિંગ ઉમેરો. સાંતડાઇ જાય એટલે સરગવા ની સીંગ, સરગવા ના પાન અને મીઠું ઉમેરો. આશરે ૧/૨ કપ પાણી ઉમેરો. ૩ સીટી જેટલું પ્રેશર કૂક કરો.

 

આશરે ૧૦ મિનિટ માટે પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

પ્રેશર કૂક કરેલા મિક્સચરને બ્લેંડર વડે એકદમ પીસી લો અને ગાળી લો.

 

પીસેલા મિક્સચરને એક પૅન માં લો. એમાં દૂધ, મલાઈ, મરી અને ખાંડ ઉમેરો. ૨ થી ૩ મિનિટ માટે ઉકાળો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો. એના ઉપર ૧ થી ૨ ટી સ્પૂન જેટલી મલાઈ મુકી, મરી પાઉડર છાંટી સજાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

ભુખ લગાડે એવું પૌષ્ટિક સૂપ.. સરગવા નું સૂપ.. Drumstick Soup…

Prep.5 min.

Cooking time 15 min.

Yield 1 Bowl

Ingredients:

Butter 1 tbsp

Onion small chopped 1

Garlic chopped 3

Fennel Seeds 1 tbsp

Cloves 5

Drumstick 4

Drumstick Leaves ½ cup

Milk 1 cup

Cream 2 tbsp

Black Pepper Powder ½ ts

Sugar 1 ts

Salt to taste

Method :

Heat Butter in Pressure Cooker. Add Onion, Garlic, Fennel Seeds and Cloves. When fried, add Drumstick, Drumstick Leaves and Salt. Add approx ½ cup of water and pressure cook.

 

Crush the pressure cooked mixture and strain it. Take crushed mixture in a pan. Mix Milk, Cream, Black Pepper Powder, Sugar and boil it.

 

Garnish with little Cream and sprinkle Black Pepper Powder.

 

Serve hot.

 

Enjoy Healthy and Appetising Drumstick Soup.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!