સુરણ ના પરાઠા / Suran na Paratha / Yam Paratha

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પરાઠા

 

સામગ્રી :

પુરણ માટે :

સુરણ બાફેલું છુંદેલું ૨૫૦ ગ્રામ

મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર અથવા મરી પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

લોટ માટે :

ફરાળી લોટ ૧ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સેકવા માટે ઘી

સાથે પીરસવા માટે લીલી ચટણી

 

રીત :

પુરણ માટે :

એક બાઉલમાં બાફેલું છુંદેલું સુરણ લો.

 

એમાં, મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાઉડર અથવા મરી પાઉડર, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, ધાણાભાજી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

લોટ માટે :

એક કથરોટમાં ફરાળી લોટ લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા ઢીલો લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પરાઠા બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી મોટો લુવો લઈ બોલ બનાવો અને નાની જાડી રોટલી વણી લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો. બધી બાજુથી રોટલી વાળી લઈ, પુરણ રેપ કરી બોલ બનાવી, ફરી વણી લો. સરળતાથી વણવા માટે વણતા વણતા થોડી થોડી વારે કોરા લોટથી કોટ કરતાં રહો. વણવા દરમ્યાન પુરણ બહુ બહાર ના નીકળી જાય એ કાળજી રાખવી.

 

આ રીતે બધા પરાઠા વણી લો.

 

ધીમા તાપે તવો ગરમ કરો. એની ઉપર વણેલું એક પરાઠું મુકો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે પરાઠા ને તવા પર ઉલટાવો અને ઉપરની બાજુ થોડી ઘી લગાવો.

 

ફરી, પરાઠા ને તવા પર ઉલટાવો. ફરી, ઉપરની બાજુ થોડું ઘી લગાવો. ફરી ઉલટાવો.

 

આ રીતે બન્ને બાજુ બરાબર સેકાય જાય એટલે પરાઠા ને તવા પરથી લઈ સર્વિંગ પ્લેટ પર મુકો.

 

આ રીતે બધા પરાઠા સેકી લો.

 

લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

વ્રત-ઉપવાસ દરમ્યાન આ સુંવાળા સુરણ પરાઠા આરોગો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

For Stuffing:

Yam boiled and mashed 250 gm

Chilli Paste 1 tsContinue Reading

error: Content is protected !!