વાટી દાળ ના લસણીયા ખમણ ઢોકળા / વાટી દાળ ના ખમણ ઢોકળા / Vati Dal na Lasaniya Khaman / Vati Dal Na Khaman

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખમણ ઢોકળા માટે :

ચણા દાળ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

સ્ટીમર ની પ્લેટ પર લગાવવા માટે તેલ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૫-૬ પાન

મરચાં જીણા સમારેલા ૨-૩

લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

દહી ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ખમણ ઢોકળા માટે :

કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

પછી, પાણી કાઢી, ચણા દાળ એકદમ જીણી પીસી લો.

 

પછી, ૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં, આદું-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ, મીઠું અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખમણ ઢોકળા માટે ખીરું તૈયાર છે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો.

 

એમાં ખમણ ઢોકળા માટે તૈયાર કરેલું ખીરું ભરી દો. પ્લેટ અડધી જ ભરવી, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે જરૂરી છે.

 

સ્ટીમર માં પાણી ગરમ થાય એટલે એમાં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે ઊંચા તાપે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લો.

 

પ્લેટ ના ઢોકળામાં ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, પસંદ મુજબ આકાર અને સાઇઝના ટુકડા કરી એક બાઉલમાં કે પ્લેટ પર રાખી દો.

 

એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ પછી, દહી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, ખમણ ઢોકળાના ટુકડા ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉછાળી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો. આ રીતે મિક્સ કરતાં કરતાં માત્ર ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

ધાણાભાજી છાંટી દો. જીણા સમારેલા મરચાં પણ છાંટી શકાય.

 

ઘરે જ બનાવેલી લસણ ની ચટણી ક લીલી ચટણી સાથે તાજે તાજા પીરસો.

 

નરમ નરમ, ફુલેલા ઢોકળા ખાઓ, ગુજરાતી હોવાનું મહેસુસ કરો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Spongy Dhokla:

Skinned and Split Chickpeas (Bengal Gram)  1 cup

Ginger-Chilli Paste 1 tsContinue Reading

error: Content is protected !!