તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૬ સર્વિંગ
સામગ્રી :
મેંદો ૧ કપ
દળેલી ખાંડ ૧/૨ કપ
કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ
દુધ ૧/૩ કપ
બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
વેનીલા એક્સટ્રેક્ટ ૧/૪ ટી સ્પૂન
મધ ૨ ટી સ્પૂન
ચોકલેટ સ્પ્રેડ ૫ ટેબલ સ્પૂન
ગ્રીસીંગ માટે માખણ
રીત :
એક બાઉલમાં મેંદો અને દળેલી ખાંડ લો. બરાબર મિક્સ કરો.
એમા, કન્ડેન્સ મિલ્ક, દુધ અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરો.
પછી, વેનીલા એક્સટ્રેક્ટ અને મધ ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ઘાટું ખીરું તૈયાર કરો.
એક નોન-સ્ટીક પૅન પર માખણ લગાવો અને પ્રી-હીટ કરો.
પરે-હીટ કરેલા પૅન પર, તૈયાર કરેલું ખીરું થોડું થોડું મુકી પૅન પર સમાય એટલી પૅન કેક મુકો.
પૅન કેક ની નીચેની બાજુ આછી ગુલાબી સેકાય જાય એટલે એને પૅન પર ઉલટાવો અને બીજી બાજુ પણ આછી ગુલાબી સેકી લો.
આ રીતે બધી પૅન કેક તૈયાર કરી લો.
હવે, એક પૅન કેક લો અને એની એક બાજુ ચોકલેટ સ્પ્રેડ લગાવી દો. એની ઉપર બીજી એક પૅન કેક મુકો અને હળવેથી દબાવી દો. ડોરા કેક તૈયાર છે.
આ રીતે, તૈયાર કરેલી બધી પૅન કેક અને ચોકલેટ સ્પ્રેડ નો ઉપયોગ કરી, બધી ડોરા કેક તૈયાર કરી લો.
અસલ સ્વાદ માણવા માટે તાજી જ પીરસો.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Servings 6
Ingredients:
Refined White Wheat Flour (Maida) 1 cup
Powder Sugar ½ cup
Condensed Milk ¼ cup
Milk 1/3 cup
Baking Soda ½ ts
Vanilla Extract ¼ ts
Honey 2 ts
Chocolate Spread 5 tbsp
Butter for greasing pan
Method:
Take in a mixing bowl, Refined White Wheat Flour and Powder Sugar. Mix well.
Add Condensed Milk, Milk and Baking Soda. Mix well.
Add Vanilla Extract and Honey. Mix well.
Prepare thick batter. Add very little water only if needed.
Grease a non-stick pan with Butter.
Preheat greased pan.
Put number of small Pan Cake on preheated pan.
When one side is cooked to light brownish, flip them and cook another side also to light brownish.
Cook all Pan Cakes.
Take one Pan Cake and apply Chocolate Spread on one side of it.
Put another Pan Cake on it. Press it very lightly. Dora Cake is ready.
Prepare number of Dora Cakes of all prepared Pan Cakes and Chocolate Spreads.
Serve fresh to enjoy best taste of Japanese Pan Cake…Dorayaki Cake.