તૈયારી માટે ૧૦ મિનિટ
બેકિંગ માટે ૨૦ મિનિટ
૧ સર્વિંગ
સામગ્રી :
બાસ્કેટ માટે :
માખણ ૨૫ ગ્રામ
દળેલી ખાંડ ૫૦ ગ્રામ
બેકિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન
મેંદો ૭૫ ગ્રામ
મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન
ક્રીમ ફ્રૂટ માટે :
ક્રીમ ૧ કપ
દળેલી ખાંડ ૧/૪ કપ
વેનીલા એસન્સ ૩ ટીપા
કૅન્ડ પાઈનેપલ ૨ ટેબલ સ્પૂન
મિક્સ ફ્રેશ ફ્રૂટ ૧ કપ
(સફરજન, પાકા કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ ના દાણા)
મિક્સ સુકો મેવો ૧/૪ કપ
(કાજુ, બદામ, પિસ્તા)
સજાવટ માટે સફરજન ની સ્લાઇસ
રીત :
બાસ્કેટ માટે :
એક બાઉલમાં માખણ અને દળેલી ખાંડ લો. બરાબર મિક્સ કરી લો.
એમા બેકિંગ પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
પછી, મેંદો ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરી, જરા કઠણ લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી એક મોટી, જાડી, ગોળ પુરી વણી લો.
તરત જ એક મોલ્ડમાં ગોઠવી દો અને એમા થોડા કાણા પાડી દો.
ઓવન પ્રી-હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ઓવેનમાં તૈયાર કરેલું મોલ્ડ મુકો અને ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.
પછી, ઓવેનમાંથી બહાર કાઢી, ઠંડુ થવા માટે થોડી વાર રાખી દો. પછી મોલ્ડમાંથી કાઢી લો.
બાસ્કેટ તૈયાર છે.
ક્રીમ ફ્રૂટ માટે :
એક બાઉલમાં ક્રીમ, દળેલી ખાંડ અને વેનીલા એસન્સ લો. બરાબર મિક્સ કરો.
એમા મિક્સ ફ્રેશ ફ્રૂટ અને મિક્સ સુકો મેવો ઉમેરો. બરાબર મિક્સ કરો. ફ્રીજમાં રાખી દો.
પીરસવા વખતે ફ્રેશ ફ્રૂટ અને સુકા મેવાનું મિશ્રણ, તૈયાર કરેલા બાસ્કેટમાં ભરી દો.
ઉપર સફરજન ની સ્લાઇસ મુકી, ફ્રૂટ બાસ્કેટની સુંદરતા વધારો.
ઠંડુ ઠંડુ, નરમ નરમ ફ્રૂટ, સાથે મુલાયમ ક્રીમ અને કરકરો સુકો મેવો.
સ્વાદિષ્ટ, પૌષ્ટિક, સંતોષજનક, ક્રીમ ફ્રૂટ બાસ્કેટ.
Preparation time 10 minutes
Baking time 20 minutes
Serving 1
Ingredients:
For Basket:
Butter 25g
Sugar Powder 50g
Baking Powder ¼ ts
Refined White Wheat Flour (Maida) 75g
Milk Powder 2 tbsp
For Cream Fruit:
Cream 1 cup
Sugar Powder ¼ cup
Vanilla Essence 3 drops
Canned Pineapple 2 tbsp
Mix Fresh Fruits 1 cup
(Apple, Banana, Noseberry – Chickoo, Grapes, Pomegranate)
Mix Dry Fruits ¼ cup
(Cashew Nuts, Almonds, Pistachio)
Apple Slice for garnishing
Method:
For Basket:
Take in a mixing bowl, Butter and Sugar Powder. Mix well.
Add Baking Powder and Milk Powder. Mix well.
Add Refined White Wheat Flour. Mix well.
Add little water gradually and knead semi stiff dough.
Roll a big round shape puri from dough.
Immediately, set it in a mould and prick it.
Preheat oven.
Bake at 180° for 20 minutes.
Remove from oven and leave it to cool off. Then unmould.
For Cream Fruit:
Take in a mixing bowl, Cream, Sugar Powder and Vanilla Essence. Mix well.
Add Fruits and Dry Fruits. Mix well and keep in refrigerator.
Fill Fruits and Dry Fruits mixture in baked basket tart.
Garnish with Apple Slice.
Serve fridge cold.
Softness of Fruits
And
Crunchiness of Dry Fruits
With
Creamy Yummy Taste
In
CREAM FRUIT BASKET.
No Comments