તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૦ મિનિટ
૧૦ ટાર્ટ
સામગ્રી :
ડાઇજેસ્ટીવ બિસ્કીટ ૨૦
માખણ ૫૦ ગ્રામ
પીનટ બટર ૨ ટેબલ સ્પૂન
દુધ ૨ ટેબલ સ્પૂન
ડાર્ક ચોકલેટ ૫૦ ગ્રામ
મિલ્ક ચોકલેટ ૫૦ ગ્રામ
ક્રીમ ૫૦ ગ્રામ
ખારી સીંગ ૨૫ ગ્રામ
સજાવટ માટે ખારી સીંગ નો કરકરો પાઉડર ૨ ટેબલ સ્પૂન
રીત :
બધા બિસ્કીટ પીસી લઈ, કરકરો પાઉડર બનાવી લો અને એક બાઉલમાં લઈ લો.
એમા માખણ અને પીનટ બટર ઉમેરો. જરા કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ કઠણ લોટ બાંધવા માટે થોડું દુધ ઉમેરો.
ટાર્ટ મોલ્ડમાં ગોઠવી દો.
એક ડબલ બોઇલરમાં ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને ક્રીમ લો. ધીમા તાપે ફક્ત ઓગાળી લો અને બરાબર મિક્સ કરી લો. એમા ખારી સીંગ મિક્સ કરી લો.
આ મિક્સચર ટાર્ટ મોલ્ડમાં ભરી દો. એની ઉપર ખારી સીંગ નો કરકરો પાઉડર છાંટી દો.
કમ સે કમ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી દો.
ફ્રીજમાં ઠંડુ કરેલું જ પીરસો.
મસાલેદાર ભોજન પછી મોઢું મીઠુ કરો, ખારી સીંગની કરકરી ખારાશ સાથે મળેલી ચોકલેટ ટાર્ટ ની મીઠાશ માણો.
Preparation time 10 minutes
Cooking time 0 minutes
Yield 10 Tart
Ingredients:
Digestive Biscuits 20
Butter 50 gm
Peanut Butter 2 tbsp
Milk 2 tbsp
Dark Chocolate 50 gm
Milk Chocolate 50 gm
Cream 50 gm
Salted Roasted Peanuts 25 gm
For Garnishing:
Coarse Powder of Salted Roasted Peanuts 2 tbsp
Method:
Crush all Biscuits to coarse powder and take in a bowl. Add Butter, Peanut Butter. Add little Milk if needed. Knead semi stiff dough.
Set in Tart moulds.
In a double boiler, take Dark Chocolate, Milk Chocolate and Cream. Melt on low flame and mix well. Add Salted Roasted Peanuts.
Fill in Tart with Chocolate mixture. Sprinkle Coarse Powder of Salted Roasted Peanuts.
Refrigerate for approx 30 minutes.
Serve fridge cold.
Give Sweet finish to Your Meal with Chocolate Tart with Peanut Taste.
No Comments