સમોસાડીયા / Samosadia

સમોસાડીયા / Samosadia

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પડ માટે:

મકાઇ નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હીંગ ચપટી

ફૂદીનો સમારેલો ૨ ટેબલ સ્પૂન

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

લીલા વટાણા બાફેલા ૧/૪ કપ

બટેટા બાફેલા ૩

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

આમચુર પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટી સ્પૂન

તજ-લવિંગ નો પાઉડર ૧/૪ ટી સ્પૂન

ધાણાભાજી

ગ્રીસીંગ માટે માખણ

ચીઝ ૨૦ ગ્રામ

 

રીત:

પડ માટે:

પડ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ લો.

 

જરૂર મુજબ પાણી ઉમેરી, જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટને એક સરખા ૪ ભાગમાં વહેચી લો.

 

દરેક ભાગમાંથી મોટી ગોળ અને પાતળી રોટલી વણી લો.

 

 

એક પછી એક, બધી રોટલી અધકચરી સેકી લો,

 

પુરણ માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, રાય, જીરું અને હીંગ ઉમેરો.

 

તતડે એટલે એમાં, સમારેલા લીલા મરચાં, આદું-લસણની પેસ્ટ અને સમરેલો ફૂદીનો ઉમેરી, સાંતડી લો.

 

પછી એમાં, બાફેલા લીલા વટાણા અને બટેટા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી એમાં, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, સંચળ, આમચુર પાઉડર, ગરમ મસાલા, તજ-લવિંગ નો પાઉડર, ધાણાભાજી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો અને તાપ પરથી પૅન હટાવી લો. પુરણ તૈયાર છે.

 

બનાવવા માટે:

એક રોટલી લઈ, એની ઉપર પુરણ પાથરી, એની ઉપર ખમણેલું ચીઝ ભભરાવી, એની ઉપર બીજી રોટલી મુકી, કવર કરી દો.

 

તવો ગરમ કરી, એની ઉપર માખણ લગાવી, પુરણ ભરેલી રોટલી બંને બાજુ બરાબર સેકી લો.

 

બંને બાજુ બરાબર સેકાય જાય એટલે તવા પરથી હટાવી, પસંદ મુજબ સાઇઝ અને આકાર કાપી, તાજે તાજા અને ગરમ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 4 persons

 

Ingredients:

For Outer Layer:

Maize Flour ½ cup

Refine White Wheat Flour (Maida) ½ cup

Oil 2 tbsp

Salt to taste

 

For Stuffing:

Oil 2 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Pinch

Fresh Mint Leaves chopped 2 tbsp

Ginger-Garlic Paste 1 tbsp

Green Chilli chopped 1 tbsp

Green Peas boiled ¼ cup

Potato boiled 3

Salt to taste

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Black Salt ½ ts

Mango Powder 1 ts

Garam Masala ½ ts

Cinnamon-Clove Powder ¼ ts

Fresh Coriander Leaves

Butter for greasing

Cheese 20g

 

Method:

For Outer Layer:

Take all listed ingredients for Outer Layer in a bowl.

 

Add water as needed and prepare semi stiff dough.

 

Divide prepared dough in similar 4 portions.

 

From each portion, roll big round and thin chapatti.

 

One by one, partially roast all chapatti.

 

For Stuffing:

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida in heated Oil.

 

When crackled, add chopped Green Chilli, Ginger-Garlic Paste and chopped Fresh Mint Leaves and sauté.

 

Then, add boiled Green Peas and Potato. Mix well.

 

Add Salt, Turmeric Powder, Red Chilli Powder, Black Salt, Mango Powder, Garam Masala, Cinnamon-Clove Powder, Fresh Coriander Leaves and mix well. Remove pan from flame. Stuffing is ready.

 

For Assembling:

Take 1 chapatti. Lay prepared Stuffing on it. Sprinkle grated Cheese on it. Cover it with another chapatti.

 

Preheat roasting plate. Sprinkle butter on it and roast both sides of stuffed chapatti on it.

 

Remove it from pan and cut it in shape and size of choice and serve fresh and hot.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!