સ્ટફ બન્સ / Dough Balls / Stuffed Buns

સ્ટફ બન્સ / Dough Balls / Stuffed Buns

તૈયારી માટે ૩૦ મિનિટ

બેકિંગ માટે ૨૦ મિનિટ

૧૨ બોલ

 

સામગ્રી:

બન્સ માટે:

યીસ્ટ (ઘરે બનાવેલું) ૧/૨ કપ

મેંદો ૨ કપ

મીલ્ક પાઉડર ૧/૪ કપ

બેકિંગ પાઉડર ૧ ટેબલ સ્પૂન

મલાઈ ૨ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

દુધ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે:

ચીઝ ખમણેલું ૬ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

 

વિવિધ પ્રકારના ડીપ્સ માટે:

ગાર્લિક બટર:

લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

માખણ ૧/૪ કપ

 

મેયોનેઝ ડીપ:

મેયોનેઝ ૧/૨ કપ

કેચપ ૧/૪ કપ

 

ક્વિક સાલ્સા:

ડુંગળી ૧

લસણ ૫ કળી

ટમેટાં ૨

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીલી-ગાર્લિક સૉસ ૧/૨ ટી સ્પૂન

વિનેગર ૧/૪ ટી સ્પૂન

ચટણી ૧ ટી સ્પૂન

 

રીત:

વિવિધ પ્રકારના ડીપ્સ માટે:

ગાર્લિક બટર:

લસણ ની પેસ્ટ અને માખણ બરાબર મીક્ષ કરી દો.

 

બસ, સ્વાદીષ્ટ ડીપ તૈયાર છે.

 

પછીથી બન્સ સાથે પીરસવા માટે એક બાજુ રાખી દો.

 

મેયોનેઝ ડીપ:

મેયોનેઝ અને કેચપ બરાબર મીક્ષ કરી દો.

 

બસ, બીજું એક સ્વાદીષ્ટ ડીપ તૈયાર છે.

 

પછીથી બન્સ સાથે પીરસવા માટે એક બાજુ રાખી દો.

 

ક્વિક સાલ્સા:

ટમેટાને માત્ર ૩૦ સેકંડ માટે માઇક્રોવેવ કરી લો. પછી, ટમેટાની છાલ કાઢી નાખો.

 

પછી, ફોતરાં કાઢીને ડુંગળી અને લસણ ને માત્ર ૩૦ સેકંડ માટે માઇક્રોવેવ કરી લો.

 

હવે, ટમેટાં, ડુંગળી અને લસણને ચોપરની જારમાં લઈ લો.

 

એમાં, ધાણાભાજી, કેચપ, ચીલી-ગાર્લિક સૉસ, વિનેગર અને ચટણી ઉમેરો.

 

હવે, ચોપર ચાલુ કરીને આ બધુ એકદમ જીણું પીસી લો.

 

સાલ્સા તૈયાર છે.

 

વધુ એક સ્વાદીષ્ટ ડીપ તૈયાર છે. પછીથી બન્સ સાથે પીરસવા માટે એક બાજુ રાખી દો.

 

પુરણ માટે:

ખમણેલું ચીઝ અને લસણની પેસ્ટ બરાબર મીક્ષ કરી દો અને એક બાજુ રાખી દો.

 

બન્સ માટે:

એક બાઉલમાં મેંદો, મીલ્ક પાઉડર, બેકિંગ પાઉડર, મલાઈ, માખણ એકીસાથે લો અને બરાબર મીક્ષ કરો.

 

પછી એમાં યીસ્ટ ઉમેરી દો અને જરૂર મુજબ દુધ ઉમેરતા જઇ, ઢીલો લોટ બાંધી લો.

 

લોટ તૈયાર કરવા માટે એક સાફ અને સમથળ જગ્યા પર તેલ લગાવી દો અને બાંધેલો લોટ આ તેલ લગાવેલી જગ્યા પર લો અને કુણો થઈ જાય ત્યાં સુધી, લગભગ ૧૦ મિનિટ સુધી ખુબ જ મસળો.

 

હવે, આ લોટને એક બાઉલમાં રાખી, ઢાંકીને પહેલી વખતના પ્રૂફીંગ માટે ૨ થી ૩ કલાક માટે રાખી મુકો. લોટ ફુલીને ડબલ જેટલો થઈ જશે.

 

પછી, એ લોટમાં થોડું મીઠું ઉમેરી, થોડી વાર માટે ફરી લોટને મસળી લો.

 

હવે, તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ લઈ, નાનો બોલ બનાવી, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી, જાડો ગોળ આકાર આપો.

 

એની વચ્ચે થોડું પુરણ મુકી, બધી બાજુથી વાળીને, ફરી બોલ બનાવી લો.

 

આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

 

પછી, આ બધા બોલને એક મોટી પ્લેટ પર ગોઠવી દો અને ઢાંકી દો. બીજી વખતના પ્રૂફીંગ માટે અંદાજે ૧ કલાક માટે રાખી મુકો.

 

પછી, બધા બોલ ઉપર બ્રશ વડે દુધ લગાવી દો અને પછી એક બેકિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

ઓવન ને પ્રીહીટ કરી લો.

 

પ્રીહીટ કરેલ ઓવનમાં, બધા બોલ, ૨૦ મિનિટ માટે ૧૮૦° પર બૅક કરી લો.

 

ઓવનમાંથી બહાર કાઢી લઈને બધા જ બોલ પર માખણ લગાવી દો.

 

સ્ટફ બન્સ તૈયાર છે.

 

આ સ્ટફ બન્સ, વિવિધ પ્રકારના ડીપ્સ સાથે પીરસો.

 

તાજા અને યમ્મી સ્ટફ બન્સ સાથે ડીપ્સ ના અલગ અલગ સ્વાદ માણો.

Preparation time 30 minutes

Baking time 20 minutes

Yield 12 Balls / Buns

 

Ingredients:

For Dough Balls:

Yeast (homemade) ½ cup

Refined White Wheat Flour (Maida) 2 cup

Milk Powder ¼ cup

Baking Powder 1 tbsp

Cream 2 tbsp.

Butter 1 tbsp

Milk ½ cup

Salt to taste

 

For Stuffing:

Cheese grated 6 tbsp

Garlic Paste 1 tbsp

 

For Varieties of Dips:

Garlic Butter:

Garlic Paste 1 tbsp

Butter ¼ cup

 

Mayonnaise Dip:

Mayonnaise ½ cup

Ketchup ¼ cup

 

Quick Salsa:

Onion 1

Garlic 5 buds

Tomato 2

Fresh Coriander Leaves 2 tbsp

Ketchup 1 tbsp

Chilli Garlic Sauce ½ ts

Vinegar ¼ ts

Red Chilli Poowder 1 ts

 

Method:

For Varieties of Dips:

Garlic Butter:

Just, simply mix Garlic Paste and Butter very well.

 

Delicious dip is ready. Keep a side to serve later with Dough Balls.

 

Mayonnaise Dip:

Just, simply mix Mayonnaise and Ketchup very well.

 

Another delicious dip is ready. Keep a side to serve later with Dough Balls.

 

Quick Salsa:

Microwave Tomato for 30 seconds only. Then, remove the skin of Tomato.

 

Microwave skinned Onion and Garlic for 30 seconds only.

 

Now, take skinned Tomato, Onion and Garlic buds in a jar of a chopper.

 

Add Fresh Coriander Leaves, Ketchup, Chilli Garlic Sauce, Vinegar and Red Chilli Poowder.

 

Operate chopper to mix all these very well to fine texture.

 

Salsa is ready.

 

One more delicious dip is ready. Keep a side to serve later with Dough Balls.

 

For Stuffing:

Mix grated Cheese and Garlic Paste very well and keep a side.

 

For Dough Balls:

Take in a bowl, Refined White Wheat Flour, Milk Powder, Baking Powder, Cream, Butter and mix very well.

 

Then, add homemade Yeast and knead soft dough adding Milk as needed.

 

Apply Oil on a clean and flat surface to work on prepared dough. Then take whole lump of prepared dough on this oily flat surface and punch the dough for approx. 10 minutes until it becomes smooth.

 

Now, take prepared dough in a bowl, cover it with a lid and leave it for 1st proofing for 2 to 3 hours. Size of lump of dough will become almost double.

 

Now, add little salt and knead again for a while.

 

Now, pinch little dough and prepare a ball of it and flatten it pressing lightly between two palms.

 

Put little stuffing in the middle of it and fold it to shape a ball again.

 

Repeat to prepare number of balls.

 

Then, arrange all balls on a big plate and cover them. Leave them for 1 hour for 2nd proofing.

 

Now, brush Milk on all prepared balls and arrange on a baking plate.

 

Please don’t pour much Milk as balls should just be washed in Milk and not to become very soft because of Milk.

 

Preheat Oven.

 

Bake all balls for 20 minutes at 180°.

 

After removing from oven, apply butter on all balls.

 

Dough Balls or Stuffed Buns are ready.

 

Serve these Dough Balls with various dips.

 

Enjoy Fresh, Yummy, Dough Balls with varieties of delicious dips.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!