ડ્રેગન ચીલી પોટેટો / Dragon Chilli Potato

ડ્રેગન ચીલી પોટેટો / Dragon Chilli Potato

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

બટેટા ની સ્લાઇસ અધકચરી બાફેલી ૨ બટેટાની

ચોખા નો લોટ

 

ખીરા માટે :

ચોખા નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૪ કપ

કૉર્ન ફ્લૉર ૧/૪ કપ

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તાજા લાલ મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ઠંડુ પાણી જરૂર મુજબ

 

મસાલા માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચા જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

ડુંગળી ટુકડા કાપેલી ૧

કેપ્સિકમ ટુકડા કાપેલા ૧

તાજા લાલ મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

સોયા સૉસ ૧ ટેબલ સ્પૂન

કેચપ ૧ ટેબલ સ્પૂન

કૉર્ન ફ્લૉર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સજાવટ માટે :

લીલી ડુંગળી જીણી સમારેલી

ધાણાભાજી

 

રીત :

અધકચરી બાફેલી બટેટાની બધી સ્લાઇસ ચોખાના લોટમાં રરગદોળી, કોટ કરી લો.

 

ખીરા માટે :

એક બાઉલમાં ચોખા નો લોટ, મેંદો અને કૉર્ન ફ્લૉર લો.

 

એમા આદુ-લસણ-મરચા ની પેસ્ટ, તાજા લાલ મરચા ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરી, ઘાટું ખીરું તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

એક પછી એક, કોટ કરેલી બધી સ્લાઇસ ખીરામાં જબોળી, તરત જ ગરમ તેલમાં તળવા માટે મુકો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધી સ્લાઇસ તેલમાં ઉલટાવો. બધી સ્લાઇસ, આછી ગુલાબી તળી લો.

 

બધી તળેલી સ્લાઇસ એક બાજુ રાખી દો.

 

મસાલા માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા, જીણા સમારેલા આદુ-લસણ-મરચા ઉમેરો અને સાંતડો.

 

ડુંગળી અને કેપ્સિકમના ટુકડા ઉમેરો અને સાંતડો.

 

તાજા લાલ મરચા ની પેસ્ટ, સોયા સૉસ, કેચપ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એક નાની વાટકીમાં કૉર્ન ફ્લૉર લો. એમા થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો અને પૅન માં મિક્સ કરેલી સામગ્રી સાથે મિક્સ કરી દો.

 

હવે એમા, બટેટાની તળેલી બધી સ્લાઇસ ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી ધીરે ધીરે બરાબર મિક્સ કરી દો.

 

હવે આ બધુ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી છાંટી, સજાવો.

 

તાજા અને ગરમ પીરસો.

 

બેલેન્સ કરો, વરસાદની ઠંડક અને ડ્રેગોન ચીલી પોટેટો ની ગરમી.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

Potato slices parboiled of 2 potatoes

Rice Flour – dry for coating

For Batter:

Rice Flour ½ cup

Refined White Wheat Flour ¼ cup

(Maida)

Corn Flour ¼ cup

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Red Chilli Paste 1 tbsp

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 tbsp

Salt to taste

Chilled Water as needed

 

Oil to deep fry

For Spicing:

Oil 1 tbsp

Ginger-Garlic-Green Chilli 1 tbsp

(finely chopped)

Onion diced 1

Capsicum diced 1

Red Chilli Paste 1 tbsp

Soya Sauce 1 tbsp

Ketchup 1 tbsp

Corn Flour 1 ts

Salt to taste

For Garnishing:

Spring Onion finely chopped

Fresh Coriander Leaves

 

Method:

Coat parboiled Potato slices with dry Rice Flour.

 

For Batter:

Take Rice Flour, Refined White Wheat Flour and Corn Flour in a bowl.

 

Add Ginger-Garlic-Chilli Paste, Red Chilli Paste, Turmeric Powder, Red Chilli Powder and Salt. Mix well.

 

Add Chilled Water as needed to prepare thick batter.

 

Heat Oil in a deep fry pan on low flame.

 

One by one, dip coated Potato Slices in prepared batter and put in heating Oil. Flip occasionally to fry well both sides of slices. Fry to light brownish.

 

Keep a side all fried slices.

 

For Spicing:

Heat Oil in a pan.

 

Add finely chopped Ginger-Garlic-Green Chilli and sauté.

 

Add diced Onion and Capsicum and sauté.

 

Add Red Chilli Sauce, Soya Sauce, Ketchup and Salt and mix well.

 

Mix Corn Flour with little water to make it like paste and add in the stuff in the pan and mix well.

 

Add all fried slices of Potato and mix slowly taking care of not mashing or breaking Potato slices.

 

Set prepared stuff on a serving plate.

 

Garnish with sprinkle of finely chopped Spring Onion and Fresh Coriander Leaves.

 

Serve Fresh and Hot.

 

Balance Rainy Cold with Heat of Spicy Sizzling Dragon Chilli Potato….

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!