પિઝા બાઇટ / Pizza Bite

પિઝા બાઇટ / Pizza Bite

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૦ સર્વિંગ

 

સામગ્રી:

પિઝા સૉસ માટે:

બટર ૧ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટોમેટો પ્યૂરી ૧/૨ કપ

ચીલી ગાર્લિક સૉસ ૧ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મીક્ષ હર્બ્સ ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

કૉર્ન ફ્લૉર ૧ ટી સ્પૂન

 

પિઝા બાઇટ માટે:

બટેટા અધકચરા બાફેલા ૧

ટમેટાં ૧

કેપ્સિકમ ૧

મોઝરેલા ચીઝ ૪ ટેબલ સ્પૂન

પ્રોસેસ્ડ ચીઝ ૪ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે ઓલિવ રીંગ્સ

 

રીત:

પિઝા સૉસ માટે:

એક પૅનમાં બટર ગરમ કરો.

 

એમાં લસણ ની પેસ્ટ ઉમેરી, સાંતડો.

 

જીણી સમારેલી ડુંગળી ઉમેરી, સાંતડો.

 

ટોમેટો પ્યૂરી ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

ચીલી ગાર્લિક સૉસ, ટોમેટો કેચપ, ઓરેગાનો, ચીલી ફલૅક્સ, મીક્ષ હર્બ્સ, લાલ મરચું પાઉડર, મીઠું ઉમેરી, ધીમા તાપે પકાવતા બરાબર મીક્ષ કરો.

 

એ દરમ્યાન, કૉર્ન ફ્લોરમાં એકદમ થોડું પાણી મીક્ષ કરી, પૅનમાં પાકી રહેલી સામગ્રી સાથે મીક્ષ કરો. વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી પકાવો.

 

પછી, પૅનને તાપ પરથી હટાવી લો.

 

પિઝા સૉસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પિઝા બાઇટ તૈયાર કરવા માટે:

બટેટા ની ગોળ સ્લાઇસ કાપી લો.

 

ટમેટાં ની ગોળ સ્લાઇસ કાપી લો અને વચ્ચેનો બી વાળો ભાગ કાઢી નાખો, રીંગ તૈયાર થઈ જશે.

 

કેપ્સિકમ ની ગોળ સ્લાઇસ કાપી લો અને વચ્ચેનો બી વાળો ભાગ કાઢી નાખો, રીંગ તૈયાર થઈ જશે.

 

એક પૅનમાં થોડું બટર ગરમ કરો.

 

પૅનમાં ગરમ કરેલા બટરમાં બટેટાની બધી જ સ્લાઇસ સેકી લો.

 

હવે, બટેટાની એક સેકેલી સ્લાઇસ લો.

 

એની ઉપર ટમેટાંની એક રીંગ મુકો.

 

ટમેટાંની રીંગ વચ્ચે, તૈયાર કરેલો પિઝા સૉસ થોડો મુકો.

 

એની ઉપર, થોડું મોઝરેલા ચીઝ અને થોડું પ્રોસેસ્ડ ચીઝ મુકો.

 

સજાવટ માટે એની ઉપર એક ઓલીવ રીંગ મુકો.

 

બાઇટ તૈયાર છે.

 

આ રીતે બધા બાઇટ તૈયાર કરી લો.

 

અમુક બાઇટ માં ટમેટાં ની સ્લાઇસ ને બદલે કેપ્સિકમ ની સ્લાઇસ નો ઉપયોગ કરો.

 

હવે, પૅન ની સાઇઝ મુજબ, થોડા બાઇટ, એક નોન-સ્ટીક પૅનમાં ગોઠવી દો અને પૅન ઢાંકી દો.

 

બાઇટ પરનું ચીઝ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

 

પછી, પૅનમાંથી બાઇટ બહાર કાઢી લઈ, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

તાજગીસભર સ્વાદ માટે તરત જ પીરસો.

 

પિઝા બાઇટ ના દરેક બાઇટ માં ચીઝી સ્વાદ માણો.

Preparation time 15 minutes

Cooking time 15 minute

Servings 20

 

Ingredients:

For Pizza Sauce:

Butter 1 tbsp

Garlic Paste 1 tbsp

Onion fine chopped 1

Tomato Puree ½ cup

Chilli Garlic Sauce 1 tbsp

Tomato Ketchup 1 tbsp

Oregano 1 ts

Chilli Flakes 1 ts

Mix Herbs ½ ts

Red Chilli Powder 1 ts

Salt to taste

Corn Flour 1 ts

 

For Pizza Bite:

Potato parboiled 1

Tomato 1

Capsicum 1

Mozzarella Cheese 4 tbsp

Processed Cheese 4 tbsp

 

Olive Rings for garnishing

 

Method:

For Pizza Sauce:

Heat Butter in a pan.

 

Add Garlic Paste and sauté.

 

Add fine chopped Onion and sauté.

 

Add Tomato Puree and mix well.

 

Add Chilli Garlic Sauce, Tomato Ketchup, Oregano, Chilli Flakes, Mix Herbs, Red Chilli Powder, Salt and mix very well while cooking on low flame.

 

Meanwhile, mix little water with Corn Flour and add in other stuff cooking in pan. Continue cooking until excess water is burnt.

 

Then, remove pan from flame.

 

Pizza Sauce is ready. Keep it a side.

 

For Assembling:

Cut Potato in round slices.

 

Cut Tomato in round slices and remove middle part with seeds and prepare rings.

 

Cut Capsicum in round slices and remove middle part with seeds and prepare rings.

 

Heat little Butter in a pan.

 

Roast all Potato slices in heated Butter in pan.

 

Now, take one roasted slice of Potato.

 

Put one Tomato ring on it.

 

Put little Pizza Sauce (prepared) inside Tomato ring.

 

Put little Mozzarella Cheese and little Processed Cheese on it.

 

Put one Olive ring on it to garnish.

 

Bite is ready.

 

Repeat to prepare all Bites.

 

Use Capsicum rings instead of Tomato rings on some Bites.

 

Now, arrange few Bites on a non-stick pan depending on size of pan and cover the pan with a lid.

 

Cook on low flame until Cheese melt down.

 

Remove from pan and arrange on a serving plate.

 

Serve immediately for fresh taste.

 

Enjoy Each and Every Cheesy Bite of Pizza Bite.

 

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!