અમ્મીની કોઝુકટટાઈ / Ammini Kozukattai

અમ્મીની કોઝુકટટાઈ / Ammini Kozukattai

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોખા નો લોટ ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

લીમડો ૪-૫

સૂકા લાલ મરચા ૨

લીલા મરચા જીણા સમારેલા ૧

નારિયળ પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

કાજુ તળેલા ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

કડાઈ માં ૧/૨ કપ પાણી લઈ ઊંચા તાપે ઉકાડવા મૂકો. પાણી ઉકડવાનું શરૂ થાય એટલે ઘી ઉમેરો. ઘી સાવ ઓગળી જાય અને પાણી એકદમ ઉકળવા લાગે એટલે કડાઈ તાપ પરથી હટાવી લો.

 

મોટા વાટકામાં ચોખા નો લોટ લો. મીઠું અને ૧/૨ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરો. બરાબર મીક્ષ કરો. ઘી સાથે ઉકાળેલું પાણી જરૂર મુજબ ધીરે ધીરે ઉમેરતા જઈને થોડો ઢીલો લોટ બાંધી લો. લોટને એકદમ મસળો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બૉલ બનાવી લો.

 

બધા બૉલ ને સ્ટીમર માં સ્ટીમ કરી લો.

 

કડાઈમાં તેલ ગરમ કરો. રાય, ૧/૨ ટી સ્પૂન જેટલું જીરું, અડદ દાળ, લીમડો, સૂકા લાલ મરચા, જીણા સમારેલા લીલા મરચા ઉમેરો. તતડી જાય એટલે સ્ટીમ કરેલા બધા બૉલ, નારિયળ પાઉડર, મીઠું, ધાણાભાજી, તળેલા કાજુ ઉમેરો. બૉલ તૂટી ના જાય એ ધ્યાન રાખીને બરાબર મીક્ષ કરો.

 

ગણેશ ચતુર્થી ના

પવિત્ર અવસર પર

આપણાં સૌના પૂજ્ય.. ગણપતિ બાપ્પા ને

અમ્મીની કોઝુકટટાઈ નો

પ્રસાદ ધરાવીએ

અને

નમન કરીએ..

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 2 Persons

Ingredients:

Rice Flour ½ cup

Ghee 1 tbsp

Oil 2 ts

Mustard Seeds ½ ts

Cumin Seeds 1 ts

Skinned-Split Black Gram 1 ts

Curry Leaves 4-5

Dry Red Chilli 2

Green Chilli finely chopped 1

Fresh Coconut Powder 1 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Fried Cashew Nuts 1 tbsp

Salt to taste

 

Method:

Take ½ cup of water in a pan and put on high flame to boil. When it starts to boil, add Ghee in it. When Ghee is melted completely and water is boiled well, remove the pan from flame.

 

Take Rice Flour in a bowl. Add Salt and ½ ts of Cumin Seeds. Mix well. Knead semi stiff dough adding boiled water with Ghee gradually as needed. Knead it repeatedly very well.

 

Prepare number of small balls of prepared dough.

 

Steam all prepared balls in a steamer.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, ½ ts of Cumin Seeds, Skinned and Split Black Gram, Curry Leaves, Dry Red Chilli and finely chopped Green Chilli. When spluttered, add prepared Rice Balls, Fresh Coconut Powder, Salt, Fresh Coriander Leaves and Fried Cashew Nuts. Mix well taking care of not crushing Rice Balls.

 

On Holy Occasion of

 

Ganesh Chaturthi

 

Offer to Our Adorable God…Ganapatti Bappa…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!