ફરાળી મફીન / Farali Muffins / Muffins for Fasting

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

 

સામગ્રી :

દૂધ ૧ કપ

ઘી ૧ કપ

દહી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

મિલ્ક પાઉડર ૧ કપ

ફરાળી લોટ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન

કાજુ અને કિસમિસ સજાવટ માટે

 

રીત :

એક બાઉલમાં દૂધ, ઘી અને દહી લો. એકદમ ફીણી લો.

 

દળેલી ખાંડ ઉમેરો. ફરી બરાબર ફીણી લો.

 

બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો અને ફરી બરાબર ફીણી લો.

 

મિલ્ક પાઉડર ઉમેરો અને ફરી ફીણી લો.

 

થોડો થોડો ફરાળી લોટ ઉમેરતા જાવ અને બરાબર મીક્ષ કરતાં જાવ. બધો ફરાળી લોટ એકીસાથે ઉમેરવો નહીં. ખીરું તૈયાર છે.

 

મફીન ના થોડા મોલ્ડ પર ઘી લગાવી ફરાળી લોટ છાંટી દો. પછી, તૈયાર કરેલા ખીરું બધા મોલ્ડમાં ભરી દો. બધા મોલ્ડ અડધા અડધા જ ભરવા. દરેક મોલ્ડમાં ભરેલા ખીર ઉપર કાજુ અને કિસમીસ મુકો.

 

પ્રી-હીટ ઓવન. ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બેક કરી લો.

 

બધા મફીન મોલ્ડમાંથી કાઢી લો.

 

તાજા તાજા પીરસો.

 

શા માટે એક નું એક જ ફરાળ..!!!???

 

ઉપવાસ પણ ઉજવો..

 

ઉપવાસ દરમ્યાન તમારા મનપસંદ મફીન ની પણ મજા લો..

 

Prep.10 min.

Cooking time 30 min.

Servings 10

Ingredients:

Milk                                          1 cup

Ghee                                       1 cup

Curd                                        1 cupContinue Reading

સ્પ્રાઉટ અને વેજીટેબલ હાંડવો / Sprouts and Vegetable Handvo

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

રવો / સૂજી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

દહી ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫

હિંગ ચપટી

તલ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

 

મિશ્રણ માટે :

દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

મગ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

મઠ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા અને પીરસવા માટે :

સજાવટ માટે તલ

સાથે પીરસવા માટે લાલ અને લીલી ચટણી

 

રીત :

ખીરા માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી, આ બધુ એકીસાથે, મીક્ષરની ગ્રાઈન્ડિંગ જારમાં લો અને એકદમ જીણું પીસી લો. આ લોટ એક બાઉલમાં લઈ લો.

 

આ લોટમાં રવો અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એકદમ થોડા પાણીમાં ગોળ ઓગાળી, લોટના મિશ્રણમાં આ પાણી ઉમેરો. દહી પણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, તલ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે આ વઘાર તરત જ તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

મિશ્રણ માટે :

હવે, વઘાર મિક્સ કરેલા ખીરામાં ખમણેલી દૂધી, મકાઇ ના દાણા, ફલગાવેલા મગ, ફલગાવેલા મઠ, હળદર, સોડા-બાય-કાર્બ ને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

હાંડવો બનાવવા માટે :

હાંડવા મોલ્ડ માં તેલ લગાવી દો.

 

પછી, તૈયાર કરેલું ખીરું મોલ્ડમાં ભરી દો.

 

એની ઉપર તલ છાંટી દો.

 

૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

લાલ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પ્રેમાળ ગુજરાતી મા ના હાથનો સ્વાદ માણો.

 

Prep.15 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Rice 1/3 cup

Skinned and Split Bengal Gram 1/3 cup

Split Black Gram dehusked 1 tbspContinue Reading

error: Content is protected !!