ચીઝ સ્પીનાચ ખાંડવી / Cheese Spinach Khandvi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પાલક પ્યુરી ૧/૨ કપ

છાસ ખાટી ૨ કપ

બેસન ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

ચીઝ સ્પ્રેડ ૩ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

 

રીત :

એક બાઉલમાં પાલક પ્યુરી લો. એમાં ખાટી છાસ, બેસન અને મીઠું ઉમેરો. એકદમ ફીણી લો. બેસનના ગઠાં ના રહી જાય એ જોવું.

 

તૈયાર કરેલું મિશ્રણ એક કડાઈમાં લો. કડાઈને ધીમા તાપે મુકો. ગઠાં ના થાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહી મિશ્રણ જાડુ થઈ જાય ત્યાં સુધી પકાવો.

 

આ મિશ્રણને એક થાળીમાં સમથળ પાથરી દો. એની ઉપર ચીઝ સ્પ્રેડ ભભરાવો. એની ઉપર થોડા ચીલી ફલૅક્સ અને ઓરેગાનો છાંટો. ૧૦-૧૫ મિનિટ માટે ઠંડુ થવા રાખી મુકો.

 

લાંબી પટ્ટીના આકારમાં કાપી લો. દરેક પત્તિને ગોળ વાળી લો. ખાંડવી તૈયાર છે.

 

એક પૅન માં માખણ ગરમ કરો. લસણ ની પેસ્ટ, ચીલી ફલૅક્સ અને ઓરેગાનો ઉમેરો. સાંતડાઈ જાય એટલે આ વઘાર ખાંડવી ઉપર રેડી દો.

 

ખાંડવીમાં સ્પીનાચનો અસલી સ્વાદ માણવા તાજું અને ગરમ પીરસો.

પરંપરાગત ગુજરાતી ફરસાણ નો નવો સ્વાદ.. ચીઝ સ્પીનાચ ખાંડવી..

Preparation time: 10 minutes

Cooking time: 10 minutes

For 2 persons

Ingredients:
Spinach Puree ½ cup
Buttermilk sour 2 cup
Gram Flour 1 cup
Salt to taste
Cheese Spread 3 tbsp
Chilli Flakes ½ ts
Oregano ½ ts
Butter 1 ts
Garlic Paste 1 ts

Method:
Take Spinach Puree in a bowl. Add sour Buttermilk, Gram Flour and Salt. Whisk it well. Make sure of no lump.

Take prepared mixture in a deep round bottom pan. Put the pan on low flame. Cook it while stirring occasionally as needed to avoid lumps until mixture thickens.

Spread prepared thickened mixture on an open wide plate. Spread the Spread Cheese over it. Sprinkle little Chilli Flakes and Oregano. Leave it cool down for 10-15 minutes.

Cut in strips. Roll each strip. Khandvi is ready.

Heat Butter in a pan. Add Garlic Paste, Chilli Flakes and Oregano. When sautéed, pour this tempering on prepared Khandvi.

Serve Fresh and Hot to Enjoy the Real Taste of Spinach in Khandvi.

Enjoy Traditional Gujarati Savoury with Twist…

error: Content is protected !!