ઝાંઝીબાર મિક્સ / Zanzibar Mix

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

ચોળી ના ભજીયા માટે :

ચોળી ની દાળ પલાળેલી ૧ કપ

મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

બટેટા વડા માટે :

બટેટા બાફેલા છાલ કાઢેલા ૨

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

બેસન ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

મરચાં જીણા સમારેલા ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

સૉસ માટે :

બટેટા છાલ કાઢી જીણા સમારેલા ૧

મરચાં જીણા સમારેલા ૨

મેંદો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

નારિયળ ની ચટણી માટે :

તાજું નારિયળ નું ખમણ ૧ કપ

મરચાં જીણા સમારેલા ૩

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા અને સાથે પીરસવા માટે :

પીરી પીરી સૉસ ૧ ટેબલ સ્પૂન

કાચી કેરી ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

કસાવા (મોગો) ચીપ્સ ૧/૪ કપ

તળેલા સીંગદાણા ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ચોળી ના ભજીયા માટે :

પલાળેલી ચોળી ની દાળ પાણીમાંથી કાઢી લઈ, પીસી લો.

 

એમાં મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી જરા કઠણ મિશ્રણ તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિશ્રણ ના નાના નાના લુવા ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધા લુવા મધ્યમ તાપે આકરા તળી લો.

 

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, કિચન ટીસ્યુ ઉપર મુકો જેથી વધારાનું તેલ કિચન ટીસ્યુ માં સોસાય જાય.

 

બટેટા વડા માટે :

બાફેલા અને છાલ કાઢેલા બટેટા એક બાઉલમાં લો.

 

એમાં લસણ ની ચટણી, લીંબુ નો રસ, જીણા સમારેલા મરચાં અને મીઠું ઉમેરો.

 

બટેટા અધકચરા છુંદી, બધુ બરાબર મિક્સ કરો.

 

બીજા એક બાઉલમાં, બેસન અને મેંદો સાથે લો.

 

એમાં મીઠું અને સોડા-બાય-કાર્બ ઉમેરો. થોડું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી ઘાટી સ્લરી તૈયાર કરો.

 

તૈયાર કરેલા બટેટાના મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

એક પછી એક, બટેટાના બધા બોલ તૈયાર કરેલી સ્લરીમાં જબોળી, તરત જ ગરમ થયેલા તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બોલને તેલમાં ફેરવો.

 

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, કિચન ટીસ્યુ ઉપર મુકો જેથી વધારાનું તેલ કિચન ટીસ્યુ માં સોસાય જાય.

 

સૉસ માટે :

એક નાના બાઉલમાં મેંદો લો. થોડું પાણી ઉમેરી, મિક્સ કરી, સ્લરી તૈયાર કરો.

 

એક પૅન માં ૨ ગ્લાસ જેટલું પાણી ગરમ કરો.

 

એમાં સમારેલા બટેટા ઉમેરો અને બાફી લો.

 

બટેટા બરાબર બફાઈ જાય એટલે મીઠું, સમારેલા મરચાં અને તૈયાર કરેલી સ્લરી ઉમેરો. મિક્સ કરો અને મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે ઉકાળો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને એક બાજુ રાખી દો.

 

નારિયળ ની ચટણી માટે :

એક નાના બાઉલમાં તાજું નારિયળ નું ખમણ લો.

 

એમાં લીંબુ નો રસ, સમારેલા મરચાં અને મીઠું ઉમેરો.

 

આ મિશ્રણ ને મીક્ષરની એક જારમાં લો. થોડું પાણી ઉમેરો. ૨૦ થી ૩૦ સેકંડ માટે હાઇ સ્પીડ પર પીસી લો. નાના બાઉલમાં લઈ લો.

 

નારિયળ ની ચટણી તૈયાર છે.

 

સજાવવા અને પીરસવા માટે :

એક મોટા સર્વિંગ બાઉલમાં ચોળી ના ભજીયા અને બટેટા વડા લો.

 

એની ઉપર તૈયાર કરેલો સૉસ બરાબર ફેલાવીને રેડો.

 

એની ઉપર સજાવટની રીતે તૈયાર કરેલી નારિયળ ની ચટણી, પીરી પીરી સૉસ, કાચી કેરી ની પેસ્ટ બરાબર ફેલાવીને રેડો.

 

એની ઉપર તળેલા સીંગદાણા છાંટી દો અને કસાવા ની ચીપ્સ ગોઠવી દો.

 

જોઈને જ મોઢામાં પાણી આવે એવું સરસ દેખાય છે ને..!!!

 

તાજગીભર્યા અસલ સ્વાદ માટે તાજે તાજું જ પીરસો.

 

ભારતીય લોકો થી ભરચક, ઈસ્ટ આફ્રિકા ના દેશ, ટાન્ઝાનિયા નું સ્ટ્રીટ ફૂડ, કુદરતી પૌષ્ટિક તત્વોથી ભરપુર, ઝાંઝીબાર મિક્સ.

 

Prep.20 min.

Cooking time 30 min.

Servings 4

Ingredients:

For Black Eyed Beans Fry:

Black Eyed Beans split (soaked) 1 cupContinue Reading

error: Content is protected !!