દહી જમાવવાની રીત / How to Make Curd

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨ મિનિટ

૫૦૦ ગ્રામ

 

સામગ્રી :

દુધ ૫૦૦ મિલી

દહી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

દુધ હુંફાળું ગરમ કરી લો.

 

લાલ માટીનો કટોરો કે બીજા કોઈ વાસણમાં, જેમાં તમે દહી જમાવવા માંગતા હો એમા ૧ ટેબલ સ્પૂન જેટલુ દહી લો.

 

ચમચી વડે એ દહી ફીણી લો.

 

હવે એમા, હુંફાળું દુધ ઉમેરો દો અને ધીરેથી હલાવીને મિક્સ કરી દો.

 

પછી ઢાંકી દો અને જ્યાં બહુ ઠંડક ના હોય, સીધો પવન ના આવતો હોય અને કોઈ પણ રીતે હલવાની શક્યતા ના હોય, એવી જગ્યાએ મુકી દો.

 

૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

દહી તૈયાર થઈ ગયું હશે.

 

ઠંડુ કરવા માટે ફ્રીજમાં મુકી દો.

 

અનેક પ્રકારની વાનગી સાથે પીરસવામાં અને અનેક વાનગીઓ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય.

 

દહી એ કેલ્સિયમનો જબરદસ્ત સ્ત્રોત છે. દરરોજ થોડું દહી ભોજન સાથે લેવું જ જોઈએ.

 

દહીની જરૂરીયાત અણધારી રીતે ગમે ત્યારે પડી શકે છે, માટે, હમેશા રસોડામાં દહી તો રાખવું જ.

Preparation time 2 minutes

Cooking time 2 minutes

Yield 500g

 

Ingredients:

Milk 500ml

Curd 1 tbsp

 

Method:

Lukewarm Milk.

 

Take Curd in a clay pot in which you may want to prepare Curd.

 

Whisk Curd in the pot with a spoon.

 

Pour Milk in the pot with Curd. Stir to mix well.

 

Cover the pot with a lid and keep it in such a place where there is no much cold and direct wind and no chance to shake it.

 

Leave it for 4 to 5 hours.

 

When Curd is ready, put the pot in fridge to make it cold.

 

Can be used with varieties of food.

 

It’s high in Calcium. Must consume everyday.

 

Must have in the kitchen always.

ચોકલેટ બદામ હમસ / Chocolate Almond Hummus

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બદામ ૧૦

મધ ૧ ટેબલ સ્પૂન

આઇસ ક્યૂબ ૩

સફેદ ચણા (કાબુલી ચણા) પલાળેલા ૧/૪ કપ

કોકો પાઉડર ૧ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

સાથે પીરસવા માટે ફ્રૂટ્સ અને ડાઈજેસ્ટિવ બિસ્કીટ

 

રીત:

પલાળેલા કાબુલી ચણા એક પ્રેશર કૂકર માં લો. આશરે ૨ કપ જેટલું પાણી ઉમેરો.

 

૮ થી ૧૦ સિટી જેટલું પકાવો.

 

પછી, પ્રેશર કૂકર ને ઠંડુ થવા માટે રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂકર માંથી પાણી સાથે જ કાબુલી ચણા કાઢી લો અને ઠંડા થવા માટે ખુલા રાખી મુકો.

 

પછી, ગરણી વડે ગાળીને કાબુલી ચણા અને પાણી અલગ કરીને બંનેને અલગ અલગ રાખો.

 

હવે, મીક્ષરની જારમાં બદામ લઈ, એકદમ જીણું પીસી લો.

 

એમાં, મધ અને આઇસ ક્યૂબ ઉમેરી, બરાબર મીક્ષ થઈ જાય એ માટે ફરી પીસી લો.

 

હવે એમાં, કાબુલી ચણા અને એમાંથી અલગ અલગ કરેલું થોડું પાણી ઉમેરી, ફરી પીસી લો.

 

હવે એમાં, કોકો પાઉડર અને મીઠું ઉમેરી, ફરી પીસી લો.

 

હમસ તૈયાર છે. એક બાઉલમાં લઈ લો.

 

ફ્રૂટ્સ અને બિસ્કીટ સાથે તાજે તાજું જ પીરસો.

 

ખુબ જ પૌષ્ટીક.. ચોકલેટ અને બદામ ના સ્વાદવાળું હમસ.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Almond 10

Honey 1 tbsp

Ice Cubes 3

White Chickpeas soaked ¼ cup

(Kabuli Chana)

Cocoa Powder 1 tbsp

Salt pinch

Fruits and Digestive Biscuits for serving

 

Method:

Take soaked White Chickpeas in a pressure cooker. Add enough water approx 2 cups.

 

Pressure cook to 8 to 10 whistles.

 

Then, leave pressure cooker to cool off.

 

Then, remove White Chickpeas with water from pressure cooker and leave it to cool off.

 

Then, strain and separate water and White Chickpeas and keep both of them a side.

 

Now, take Almond in a jar of mixer and crush to fine powder.

 

Add Honey and Ice Cubes. Then, again crush it to mix very well.

 

Now, add White Chickpeas and little water separated from it. Crush it again.

 

Now, add Cocoa Powder and Salt. Crush it again.

 

Hummus is ready. Remove it in a serving bowl.

 

Serve Fresh with Fruits and / or Biscuits.

 

Very nutritious Hummus with Chocolate and Almond Flavour.

error: Content is protected !!