તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૫૦૦ ગ્રામ
સામગ્રી:
તાજા લાલ મરચાં ૨૫૦ ગ્રામ
ખાંડ ૧/૪ કપ
મીઠું સ્વાદ મુજબ
જીરું પાઉડર ૧ ટી સ્પૂન
લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન
સુકી ખારેક સમારેલી ૧ ટેબલ સ્પૂન
જરદાલુ સમારેલું ૧ ટેબલ સ્પૂન
સુકી કાળી દ્રાક્ષ ૧ ટેબલ સ્પૂન
હળદર ૧ ટી સ્પૂન
રીત:
એક બાઉલમાં ૧ ગ્લાસ જેટલું પાણી લઈ, ૧/૨ ટેબલ સ્પૂન જેટલું મીઠું અને હળદર ઉમેરી, એમાં સમારેલી સુકી ખારેક, જરદાલુ અને સુકી કાળી દ્રાક્ષ પલાળી દો. અંદાજીત ૧ કલાક માટે પલાળી રાખો.
પછી, બીજા એક બાઉલમાં ૧ ગ્લાસ જેટલું પાણી લઈ, ઉકાળવા મુકો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં, પલાડેલી સુકી ખારેક, જરદાલુ અને સુકી કાળી દ્રાક્ષ ઉમેરી, ૨ મિનિટ માટે પકાવો. પછી, પાણી નીતારી લઈ, એક બાજુ રાખી દો.
હવે, બધા લાલ મરચામાંથી બીયાં કાઢી લઈ, મરચાં સમારી, પીસી લો અને એક પૅનમાં લઈ લો. એમાં, ખાંડ ઉમેરી, તાપ પર મુકો.
ખાંડ ઓગળી જાય એટલે એમાં, મીઠું, જીરું પાઉડર અને પકાવેલી સુકી ખારેક, જરદાલુ અને સુકી કાળી દ્રાક્ષ ઉમેરી, થોડી વાર માટે પકાવો.
ચટણી તૈયાર છે.
ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.
એક એરટાઇટ બરણીમાં ભરી દો.
Preparation time 10 minutes
Cooking time 15 minutes
Yield 500g
Ingredients:
Fresh Red Chilli 250g
Sugar ¼ cup
Salt to taste
Cumin Powder 1 ts
Lemon Juice 1 tbsp
Dry Dates chopped 1 tbsp
Apricot chopped 1 tbsp
Black Raisins 1 tbsp
Turmeric Powder 1 ts
Method:
Take approx. 1 glass of water in a bowl and add ½ tbps of salt and Turmeric Powder.
Add chopped Dry Dates, Apricot and Black Raisins in it and soak for approx. 1 hour.
Then, take approx. 1 glass of water in another bowl and put it on flame to boil.
When water starts to boil, add soaked Dry Dates, Apricot and Black Raisins. Cook it for around 2 minutes only. Then, strain water and keep aside.
Now, remove seeds from all Fresh Red Chilli and chop and crush and take in a pan. Add Sugar and put pan on flame.
When Sugar is melted, add Salt, Cumin Powder and cooked Dry Dates, Apricot and Black Raisins. Continue cooking for a while.
Chutney is ready.
Leave it to cool off.
Store in an airtight container.