મગ ના ઢોસા / અલ્લમ સાથે પેસરત્તુ / Mag na Dosa / Pesarattu with Allam

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઢોસા ના ખીરા માટે:

મગ ૧/૨ કપ

ચોખા ૧/૨ કપ

આદું ૧ ટુકડો

લીલા મરચાં ૨

ડુંગળી ૧

 

અલ્લમ માટે:

તેલ ૨ ટી સ્પૂન

આદું બારીક સમારેલો ૧૦૦ ગ્રામ

લસણ ની કળી ૫

ચણા દાળ ૧ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

ધાણા આખા ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

સુકા લાલ મરચાં ૧૦

આમલી નો પલ્પ ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

અલ્લમ ના વઘાર માટે:

તેલ ૧ ટી સ્પૂન

અડદ દાળ ૧/૨ ટી સ્પૂન

રાઈ ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

હીંગ ચપટી

લીમડા ના પાન ૫

સુકા લાલ મરચાં ૧

 

અન્ય સામગ્રી:

ઢોસા માટે તેલ

પુરણ માટે ઉપમા

સાથે પીરસવા માટે નારીયળ ની ચટણી અને સંભાર

 

રીત:

અલ્લમ માટે;

એક પૅનમાં થોડું તેલ ગરમ કરો. એમાં, આદું અને લસણ ની કળી ઉમેરી, સાંતડી લો. પછી, એને એક બાઉલમાં લઈ લો.

 

હવે ફરી, એક પૅનમાં થોડું ગરમ કરો.

 

એમાં, ચણા દાળ, અડદ દાળ, ધાણા, જીરું, મેથી અને સુકા લાલ મરચાં ઉમેરી, સાંતડી લો. સાંતડાય જાય એટલે તાપ પરથી હટાવી લો અને ઠંડુ પડવા દો. પછી, એને મીક્ષરની એક જારમાં લઈ લો. એમાં, સાંતડેલા આદું અને લસણ ઉમેરી દો. આમલી નો પલ્પ, ગોળ અને મીઠું ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી, એકદમ પીસી લઈ, ચટણી તૈયાર કરી લો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

અલ્લમ ના વઘાર માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, વઘાર માટેની બધી જ સામગ્રી ઉમેરી દો. તતડે એટલે તરત જ આ વઘાર, અલ્લમ માં ઉમેરી દો.

 

અલ્લમ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ઢોસા માટે:

મગ અને ચોખા ને ૫ થી ૭ કલાક માટે પલાળી દો.

 

પછી, વધારાનું પાણી કાઢી, આદું, લીલા મરચાં અને ડુંગળી ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરી, ઢોસા માટે ખીરું તૈયાર કરવા માટે બરાબર પીસી લો.

 

હવે, ઢોસા માટેનો તવો ગરમ કરો. એની ઉપર, થોડું તેલ રેડી, ફેલાવી દો. એની ઉપર, ઢોસા નું થોડું ખીરું રેડી, તરત જ ગોળ આકારમાં ઝડપથી ફેલાવી દો. નીચેનો ભાગ આછો ગુલાબી જેવો સેકાય જાય એટલે પુરણ માટેનો ઉપમા, ઢોસા ઉપર પાથરી દો અને ઢોંસાનો રોલ વાળી લો. તૈયાર થયેલા ઢોસા ને તવા પરથી હટાવી, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

અલ્લમ, નારીયળ ની ચટણી અને સંભાર સાથે પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredietns:

For Dosa Batter:

Green Gram   ½ cup

Rice ¼ cup

Ginger 1 pc

Green Chilli 2

Onion 1

 

For Allam:

Oil 2 ts

Ginger finely chopped 100g

Garlic buds 5

Skinned Split Gram 1 ts

Skinned Split Black Gram 1 ts

Coriander granules ½ ts

Cumin Seeds ½ ts

Fenugreek ¼ ts

Dry Red Chilli 10

Tamarind Pulp 1 tbsp

Jaggery 1 tbsp

Salt to taste

 

For Tempering Allam:

Oil 1 ts

Skinned Split Black Gram ½ ts

Mustard Seeds ¼ ts

Cumin Seeds ¼ ts

Asafoetida Powder Pinch

Curry Leaves 5

Dry Red Chilli 1

 

Other Ingrediets:

Oil to panfry Dosa

Upma for stuffing

Coconut Chutney and Sambhar for serving

 

Method:

For Allam:

Heat little Oil in a pan. Add Ginger, Garlic and sauté. Then, remove it in a bowl.

 

Now again, heat lttle Oil in a pan.

 

Add Skinned Split Gram, Skinned Split Black Gram, Coriander Granules, Cumin Seeds, Fenugreek and Dry Red Chilli and sauté. When sautéed, remove from flame and leave to cool off. Then, take in a jar of mixer. Add sautéed Ginger and Garlic. Add Tamarind Pulp, Jaggery and Salt. Add water as needed. Grind well to make fine chutney. Remove in a bowl. Keep it a side.

 

For Tempering Allam:

Heat Oil in a pan.

 

Add all other listed ingredients for tempering. When spluttered, add this tempering in prepared Allam.

 

Allam is ready. Keep it a side.

 

For Dosa:

Soak Green Gram and Rice for 5 to 7 hours.

 

Then, remove excess water. Add Ginger, Green Chilli and Onion and water as needed. Crush it to prepare fine Batter for Dosa

 

Now, preheat fry pan for Dosa. Pour and spread Oil on heated pan. Pour prepared Dosa Batter and spread quickly giving round shape. When underneath side is fried well to light brownish, spread Upma on it for stuffing and roll Dosa covering stuffing. Remove and arrange on a serving plate.

 

Serve with Allam, Coconut Chutney and Sambhar.

દાબેલી ડોસા / દાબેલી ઢોસા / Dabeli Dosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ નંગ

 

સામગ્રી :

ઢોસા નું ખીરું ૧ કપ

માખણ ૧ ટી સ્પૂન

બટેટા બાફેલા અને છુંદેલા ૨

તેલ ૧ ટી સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

દાબેલી મસાલો ૧ ટેબલ સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળનું ખમણ / પાઉડર ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન

ઢોસા પૅનફ્રાય કરવા માટે તેલ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. તાપ ધીમો કરો. લસણ ની ચટણી, દાબેલી મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની ચટણી, મીઠું ઉમેરો ને ૧-૨ મિનિટ સુધી ધીરે ધીરે હલાવીને મીક્ષ કરો. બાફેલા અને છુંદેલા બટેટા ઉમેરો અને ફરી ૧-૨ મિનિટ સુધી હલાવીને મીક્ષ કરો. દાબેલી મિક્સચર તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. ધાણાભાજી, નારિયળ, દાડમ ના દાણાં, જીણી સમારેલી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

સપાટ નોન-સ્ટિક પૅન ગરમ કરો. ધીમો-મધ્યમ તાપ રાખો.

 

ગરમ થયેલા પૅન પર આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો અને ફેલાવી દો. ઢોસાનું ખીરું રેડો.

 

પૅન ની સાઇઝ અને ઢોસા ફેરવવાની તમારી ફાવટ ધ્યાનમાં રાખી ૧ થી ૨ મોટા ચમચા જેટલું ખીરું રેડો.

 

તવેથા થી  ખીરાને પૅન પર ઝડપથી પાથરી દો.

 

પૅન પર પથરાયેલા ખીરાની કિનારી ફરતે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો.

 

પૅન પર પથરાયેલા ખીરાની ઉપર થોડું તેલ લગાવો.

 

ઢોસા ની સાઇઝ મુજબ ૧/૨ થી ૧ મોટા ચમચા જેટલું તૈયાર કરેલું દાબેલી મિક્સચર ઢોસા ની વચ્ચે મુકો. તવેથા થી ઢોસા ની સામસામે ની બે બાજુ ના છેડા વાળીને દાબેલી મિક્સચર ને રેપ્ કરી દો.

 

જો નરમ ઢોસા જોઈએ તો બહારની બાજુ આછી ગુલાબી અને કરકરા ઢોસા જોઈતા હોય તો એકદમ ગુલાબી થાય એવી શેકી લો.

 

પૅન પર થી સીધા જ ગરમા ગરમ અને તાજા જ પીરસો.

 

કેચપ કે ઘરે બનાવેલી કોઈ પણ ઢીલી ચટણી સાથે પીરસો.

 

ખટ્ટ મીઠા સ્વાદ ની ચટણી કે સૉસ, આમલી નો સૉસ કે આમલી ની ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

કચ્છી (ગુજરાતી) અને દક્ષિણ ભારતીય (તમિલ)

પરંપરાગત વાનગી ની મિલાવટવાળો અદભૂત સ્વાદ..

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 5 Dosa

Ingredients:

Batter for Dosa                                    1 cup

Butter                                                  1 ts

Potatoes boiled and crushed              2Continue Reading

error: Content is protected !!