તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ચોખા પલાળેલા ૧/૨ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
ગોળ ૨ ટેબલ સ્પૂન
દુધ ૧/૨ કપ
એલચી પાઉડર ચપટી
સજાવટ માટે કિસમિસ અને સુકો મેવો
સાથે પીરસવા માટે રોટલી અથવા પુરી
રીત :
એક પૅન માં પલાળેલા ચોખા લો. એમા ઘી ઉમેરો.
પછી ૧ કપ પાણી ઉમેરો અને મધ્યમ તાપે પકાવો. પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે તળિયા સુધી ચમચો ફેરવી હલાવતા રહો.
પછી, ગોળ અને દુધ ઉમેરો. થોડી થોડી વારે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવવાનું ચાલુ રાખો.
એલચી પાઉડર, કિસમિસ અને સુકો મેવો ઉમેરો. બરાબર મિક્સ કરો.
રોટલી અથવા પુરી સાથે તાજી અને ગરમ પીરસો.
પરંપરાનો સમૃદ્ધ વારસો ધરાવતા કચ્છની પરંપરાગત, પૌષ્ટિક મીઠાઇ, ખીરજ.
Preparation time 2 minutes
Cooking time 20 minutes
For 2 Persons
Ingredients:
Rice soaked ½ cup
Ghee 2 tbsp
Jaggery 2 tbsp
Milk ½ cup
Cardamom Powder Pinch
Raisins and Dry Fruits for garnishing
Roti or Puri for serving
Method:
Take soaked Rice in a pan. Add Ghee.
Add double water than Rice. Cook well. Stir occasionally to prevent Rice sticking at the bottom.
Add Jaggery and Milk and continue cooking on medium flame while stirring occasionally.
Add Cardamom Powder, Raisins and Dry Fruits. Mix well.
Serve hot and fresh with Roti or Puri.
Mouth Watering and Healthy Sweet from The Traditionally Rich Kutch…A part of Gujarat…