શક્કરીયાં ની સ્મુથી / Shakkariya ni Smoothie / Sweet Potato Smoothie

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

શક્કરીયાં બાફેલા ૧૦૦ ગ્રામ

દહી નો મસકો ૩ ટેબલ સ્પૂન

કન્ડેન્સ મિલ્ક ૨ ટેબલ સ્પૂન

ક્રીમ (ઉપયોગ કરવો હોય તો) ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

સજાવટ માટે રોઝ સીરપ અથવા ગુલાબ ની પાંદડી

 

રીત :

મીક્ષરની એક જારમાં, બાફેલા શક્કરીયાં, દહી નો મસકો, કન્ડેન્સ મિલ્ક, ક્રીમ અને એલચી પાઉડર, આ બધુ એકીસાથે લો. એકદમ પીસી લો. સ્મુથી તૈયાર છે. એક બાઉલમાં લઈ લો અને થોડી વાર માટે ફ્રીજમાં રાખી દો.

 

હવે, એક સર્વિંગ ગ્લાસમાં ૧ ટેબલ સ્પૂન જેટલું રોઝ સીરપ અથવા ગુલાબ ની પાંદડી લો.

 

તૈયાર કરેલી સ્મુથી આ ગ્લાસમાં ભરી દો.

 

એની ઉપર ગુલાબની થોડી પાંદડી મૂકી આકર્ષક બનાવો.

 

ઠંડુ ઠંડુ પીઓ.

 

સ્વાદિષ્ટ, મીઠું-મધુરું, મુલાયમ, ઠંડક થાય એવી, શક્કરીયાં ની સ્મુથી.

 

Prep.5 min.

Cooking time 10 min.

Serving 1

Ingredients:

Sweet Potato boiled 100 gm

Hung Curd 3 tbsp

Condensed Milk  2 tbsp

Cream (optional) 1 tbsp

Cardamom Powder ¼ ts

Rose Syrup and Rose Petals for garnishing

Method:

In a blending jar of your mixer, take boiled Sweet Potato, Hung Curd, Condensed Milk, Cream and Cardamom Powder. Blend it very well to very fine texture.

In a serving glass, take 1 tbsp of Rose Syrup. Fill the glass with prepared Smoothie. Put some Rose Petals on the top.

Serve fridge cold.

Enjoy Very Delicious…Sweetie…Creamy…Softy…Satisfying…Sweet Potato Smoothie… +

ફરાળી મુઠીયા / Farali Muthiya / Fasting Day Fist

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રાજગરા નો લોટ ૧ કપ

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

દૂધી ખમણેલી ૧/૨ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

મોરૈયો / સામો ૧ બાફેલો ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો ૩-૪

તલ ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી

 

રીત :

એક બાઉલમાં રાજગરા નો લોટ લો. એમાં આદુ-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, ખમણેલી દૂધી, તેલ, મીઠું, બાફેલો મોરૈયો ઉમેરો. બરાબર મીક્ષ કરી કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી થોડો લોટ હથેળીમાં લો. મુઠ્ઠી વાળી, લોટને મુઠ્ઠીમાં હળવેથી દબાવી મુઠ્ઠી જેવો આકાર આપો. આ રીતે બાંધેલા લોટમાંથી મુઠીયા બનાવો.

 

બનાવેલા બધા મુઠીયા સ્ટીમરમાં સ્ટીમ કરી લો.

 

સ્ટીમ થઈ જાય પછી સ્ટીમરમાંથી કાઢીને બધા મીઠીયા એક થાળીમાં છુટા છુટા રાખી થોડી વાર ઠંડા થવા દો.

 

બધા મુઠીયા નાના ટુકડાઓમાં કાપી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં જીરું, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે મૂઠિયાના કાપેલા ટુકડાઓ ઉમેરો. મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને સૂકા નારિયાળનો પાઉડર છાંટી સુશોભિત કરો.

 

ગરમા ગરમ અને તાજા પીરસો.

 

ઉપવાસમાં ફરાળી મુઠીયા ની મજા માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Amaranth (Rajagara) Flour 1 cup

Ginger-Chilli Paste 1 ts

Soda-bi-carb  PinchContinue Reading

error: Content is protected !!