તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૧૦ નંગ
સામગ્રી :
લોટ માટે :
મેંદો ૧ કપ
તલ ૧ ટી સ્પૂન
ઘી ૨ ટેબલ સ્પૂન
પુરણ માટે :
ગુલકંદ ૧ ટેબલ સ્પૂન
કાજુ પાઉડર ૧/૪ કપ
પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન
ખાંડ ૨ ટેબલ સ્પૂન
કેસર ૫-૬ તાર
તળવા માટે ઘી
કોટિંગ માટે દળેલી ખાંડ
રીત :
લોટ માટે :
એક કથરોટમાં મેંદો લો.
એમાં તલ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો. થોડી વાર રાખી મુકો.
પુરણ માટે :
એક પૅન માં ખાંડ લો. એમાં થોડું પાણી ઉમેરો. હલાવીને ખાંડ ઓગાળો.
એમાં ગુલકંદ, કાજુ પાઉડર અને પિસ્તા ના ટુકડા મિક્સ કરો.
હવે એને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.
એમાં કેસર મિક્સ કરો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.
ઠંડુ થઈ જાય એટલે થોડું પુરણ લઈ, એક મુઠ્ઠીમાં દબાવી, બન્ને હથેળી વચ્ચે ફેરવી, નાનો રોલ જેવો આકાર આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.
મઠડી બનાવવા માટે :
બાંધેલા લોટમાંથી જરા જાડી રોટલીઓ વણી લો.
બધી રોટલીઓમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.
એક પટ્ટી પર થોડું ઘી લગાવો અને સુગર પાઉડર છાંટો.
હવે, આ પટ્ટી પર એક રોલ મૂકી, પટ્ટી વાળી લઈ, એમાં રોલ વીંટાળી લો. પટ્ટી ની બન્ને બાજુના છેડા હાથેથી દબાવી બંધ કરી લો.
આ રીતે બધા સ્ટફ્ડ રોલ તૈયાર કરી લો.
એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.
બધા સ્ટફ્ડ રોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઘી માં બધા રોલ ફેરવવા.
રોલ તળાય જાય એટલે ઘી માં થી કાઢી લઈ, તરત જ દળેલી ખાંડ માં રગદોળી, કોટ કરી લો.
ઠંડા થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.
ભગવાન ને ધરાવો અને પ્રસાદ આરોગો.
Prep.10 min.
Cooking time 15 min.
Yield 10 pcs.
Ingredients:
For dough :
Refined White Wheat Flour (Maida) 1 cup
Sesame Seeds 1 tsContinue Reading